મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર પ્રસાર તેજ થયો છે. એકબાદ એક દિગ્ગજો મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલી સંબોધી રહ્યા છે. તેવામાં યુપી સીએમ યોગી આદિત્યનાથ પણ પ્રચાર મેદાનમાં ઉતર્યા છે.તેઓએ શાજાપુરમાં જાહેરસભા સંબોધીને કોંગ્રેસને આડેહાથ લીધી હતી.
સીએમ યોગી આદિત્યનાથે સંબોધન કરતા જણાવ્યું કે કોંગ્રેસ તો ઇચ્છતી જ ન હતી કે રામ મંદિર બને. કોંગ્રેસને બધી વાતમાં સમસ્યા જ દેખાય છે. કોંગ્રેસનું નામ જ સમસ્યા છે. તેમણે જનતાને વધુમાં કહ્યું કે કોંગ્રેસે કહ્યુ કે કોઇ પરિવર્તન થવુ જ ન જોઇએ. કોંગ્રેસે દેશને માત્ર સમસ્યા આપી છે. કોંગ્રેસે આતંકવાદ, નક્સલવાદ અને ભ્રષ્ટાચારથી દેશની છબીને દૂષિત કરી છે. આવનારી પેઢીઓ કોંગ્રેસના સમયનો ભ્રષ્ટાચારનો ઇતિહાસ કાયમી યાદ રાખશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે થોડા દિવસો પહેલા છત્તીસગઢના સુકમામાં ચૂંટણી રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ નથી ઈચ્છતી કે અયોધ્યામાં રામ મંદિર બને. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસના સાથી પક્ષો રામ ભક્તો પર ગોળીબાર કરતા હતા. યોગી આદિત્યનાથે કહ્યું કે કોંગ્રેસ લાંબા સમયથી સરકારમાં હતી, પરંતુ તેઓએ રામ મંદિર ન બનાવીને વિવાદ ઉભો કર્યો.