યમુનોત્રી,ગંગોત્રી,બદ્રીનાથ,કેદારનાથની દિવ્ય યાત્રા એ સ્વર્ગની ચારધામ યાત્રા !

Spread the love

ચારધામ યાત્રા ભાગ -૧ : ઋષિકેશ

સ્ટોરી : પ્રફુલ પરીખ

મહાન પુણ્ય યાત્રા સંકટોથી ભરપૂર ચારધામ યાત્રાનું જીવનમાં ઘણું જ મહત્વ: યાત્રા કઠિન છે પણ ભવના બંધનો તોડી મોક્ષ આપનારી ચારધામ યાત્રા

ઋષિકેશમાં કરેલ યોગ સાધના અને ગંગામાં મારેલ ડુબકી આત્માને મોક્ષની વધુ નજીક લઈ જાય છે.

ભારત દેશ સમન્વય, પુણ્ય,તીર્થો,સંતો, શૂરા, સતીઓ અને દેવીદેવતાઓની ભૂમિ :આદિ શંકરાચાર્ય દ્વારા દેશના ચાર ખૂણામાં ચારધામ યાત્રા એટલે ઉત્તરાખંડમાં બદ્રીનાથ, ગુજરાતમાં દ્વારકા, ઓરિસ્સામાં પુરી અને તમિલનાડુમાં રામેશ્વરમ

અમદાવાદ

ચારધામ યાત્રા કી જય :”હારીએ ન હિંમત બીસારીએ ન રામ નામ જેવી વિધિ રાખે રામ તેહી વિધિ રહીએ “.

યમુનોત્રી,ગંગોત્રી,બદ્રીનાથ,કેદારનાથની દિવ્ય યાત્રા એ સ્વર્ગની ચારધામ યાત્રા ! મહાન પુણ્ય યાત્રા સંકટોથી ભરપૂર ચારધામ યાત્રાનું જીવનમાં ઘણું જ મહત્વ છે. યાત્રા કઠિન છે પણ ભવના બંધનો તોડી મોક્ષ આપનારી ચારધામ યાત્રા છે.ભારતની ઉત્તર પશ્ચિમ સરહદ પર આર્યોનું આગમનએ ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્વની ઘટના ગણાય છે. યુરેશિયામાંથી આવેલા આ પશુપાલકો ભારતમાં પ્રવેશ્યા અને સપ્તસિંધુના પ્રદેશમાં ફેલાયા ત્યારબાદ તેઓ ગંગા અને યમુનાના પ્રદેશો તરફ આગળ વધ્યા ત્યાં તેઓ ભારતના મૂળ લોકો સાથે સંપર્કમાં આવ્યા અને એક નવી સંસ્કૃતિનો ઉદ્દભવ થયો જેને આપણે આર્ય સંસ્કૃતિ કહીયે છીએ. સમાપન આ સભ્યતાના રચયતા અને વિકસાવનાર કોઈપણ પરંતુ આજની ભારતીય સંસ્કૃતિ તેનો ઘણો પ્રભાવ છે. ભારતે વિશ્વને સૌ પ્રથમ વિકસિત નગરીય સભ્યતાની ભેટ આપેલી છે. જેમાં વિશાળ માર્ગો ભૂગર્ભ ગટર વ્યવસ્થા અને પૂર અને બાહ્ય આક્રમણથી બચવા કિલ્લાઓના નિર્માણનો સમાવેશ થાય છે. ભારતીય સમાજ રચનાનું પ્રારંભિક સ્વરૂપ અહી જોવા મળે છે. વર્તમાન હિન્દુ ધર્મને શિવ અને શક્તિ પુજા, પ્રાણી, વૃક્ષ કે નદી પુજા અહીથી જ મળ્યા હોય એવું લાગે છે. અહીથી મળી આવતી મુદ્રાઓ સમૃદ્ધ વિદેશી વ્યાપારની સાક્ષી પૂરે છે .ચાર ધામ એટલે કે ગંગોત્રી, યમુનોત્રી,બદ્રીનાથ અને કેદારનાથ. યમનોત્રી એ યમુના નદીનું ઉદગમસ્થાન અને દેવી યમુના ની બેઠક , ગંગોત્રીએ ગંગા નદીનું ઉદગમસ્થાન અને દેવી ગંગા ની બેઠક,કેદારનાથ એ ભગવાન શંકરના ૧૨ જ્યોતિર્લીંગોમાંનું એક છે.બદ્રીનાથએ ભગવાન વિષ્ણુની બેઠક છે.આદિ શંકરાચાર્ય દ્વારા દેશના ચાર ખૂણામાં સ્થાપિત ચાર પવિત્ર તીર્થસ્થાનોની યાત્રાને ચારધામ યાત્રા પણ કહેવામાં આવે છે. દેશના ચાર ખૂણામાં સ્થિત આ ચાર ધામો છે ઉત્તરાખંડમાં બદ્રીનાથ, ગુજરાતમાં દ્વારકા, ઓરિસ્સામાં પુરી અને તમિલનાડુમાં રામેશ્વરમ છે.હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખૂબ જ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ચારધામના દર્શન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને વ્યક્તિ જન્મ- મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. આવી વ્યક્તિને નશ્વર જગતમાં ફરી જન્મ લેવો પડતો નથી, તેને મોક્ષ મળે છે. આ ચારધામ ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલ જિલ્લામાં સ્થિત છે. આ ચારેય યાત્રાધામો તેમની કળા અને સ્થાપત્ય માં અજોડ તેમજ અનન્ય છે. ભારત તેમજ વિદેશ માં તેમની લોકપ્રિયતા ખૂબજ વધારે છે. લગભગ છ મહિના સુધી ચાલનારી કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રીના કપાટ 10 મે એટલે અક્ષય તૃતીયાથી અને ચમોલી જિલ્લામાં સ્થિત ભગવાન વિષ્ણુને સમર્પિત બદ્રીનાથના 12 મેના રોજ બ્રહ્મમુહૂર્તના દિવસે ખોલવામાં આવ્યા હતા.ચારધામ યાત્રા હરિદ્વાર, ઋષિકેશ અથવા દેહરાદૂનથી શરૂ થાય છે. પ્રવાસ શરૂ કરવાના બે રસ્તા છે. પ્રથમ રોડ દ્વારા અને બીજો હેલિકોપ્ટર .શરૂઆતમાં ચારધામ યાત્રામાં રજીસ્ટ્રેશન વગર ખૂબ જ ભીડ થયા બાદ ઉત્તરાખંડ સરકારે નિર્ણય લીધો હતો કે ચાર ધામની યાત્રા માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. એના વગર યાત્રા નહિ કરી શકો.યાત્રાળુઓ ઉત્તરાખંડની ચારધામ યાત્રા પગપાળા, ઘોડા, ખચ્ચર, પાલકી અને પિઠ્ઠઠુંની મદદથી જ્યારે કેટલાક યાત્રીઓ હેલિકોપ્ટર દ્વારા ચારધામ યાત્રા પણ પૂર્ણ કરે છે.

દિલ્હીના ટેમ્પો ટ્રાવેલ ચાલક વિમલ કુમારજી

ભગવાનની શ્રદ્ધા અને હિંમત સાથે અમદાવાદ, ભરૂચ, હૈદરાબાદ અને મુંબઈથી એક જ પરિવારના કડવા પાટીદાર (કચ્છી પટેલ) ની સાથે અમદાવાદથી એક વૈષ્ણવ કપલ (50 થી 65 વર્ષની વચ્ચે) સહિત કુલ ૧૬ યાત્રાળુઓ બ્રેકફાસ્ટ અને બેગો લઇ 31 મે ના રોજ સાબરમતી રેલવે સ્ટેશનથી થ્રી ટાયર એસિમાં રાજધાની એક્સપ્રેસમાં દિલ્હી પહોંચ્યા. અમદાવાદની પ્રખ્યાત રાધેશ્યામ ટુર એન્ડ ટ્રાવેલ્સ તરફથી 11 સીટની એસી ટેમ્પો ટ્રાવેલનાં ચાલક વિમલ કુમારજી સાથે મહાભારતની કથામાં કૌરવો સામે યુદ્ધ જીતવા માટે શ્રીકૃષ્ણ અર્જુનના સારથી બનીને જ્ઞાન આપીને સાથે રહી કૌરવો સામે વિજય અપાવે છે તેમ અમારી ચારધામ યાત્રામાં ટેમ્પો ટ્રાવેલના ચાલક મજાકિયા અને હસમુખો સ્વભાવ એવા વિમલકુમારજીએ દિલ્હીથી સફરની શરૂઆત કરી હતી. વિમલકુમારજીએ જવાબદારી પૂર્વક,જોખમ લીધા વગર સુરક્ષિત રીતે વાહન ચલાવી શ્રીકૃષ્ણની જેમ સારથી બની ઉપરાંત ધામમાં જરૂરી મહાત્મયનું માર્ગદર્શન આપી અમને માહિતી પૂરી પાડી દિલ્હીથી 225 કિ.મી.સફર કરી ૧૨૨૨ ફીટ ઊંચાઈએ ઋષિકેશ પહોંચાડ્યા હતા.

લોકો એવું માને છે કે દરેક લોકોની શ્રદ્ધા અને આસ્થા હોવા છતાં પણ ભગવાનની કૃપા વગર દર્શન કરી શકતા નથી, ભગવાનની મરજી વગર દુનિયામાં કશું જ થતું નથી એટલે ભગવાનની કૃપા હોય તો જ ચારધામ યાત્રાનાં દર્શન થાય છે તેવું લોકો માને છે. ઉત્તરાખંડ રાજ્યના દહેરાદુન જિલ્લામાં આવેલું ઋષિકેશ એ હિમાલયની તળેટી પર આવલું એક પવિત્ર યાત્રા ધામ છે. આ અન્ય બે જિલ્લાઓ જેમકે તેહરી ગઢવાલ અને પૌરી ગઢવાલ જિલ્લાઓથી ઘેરાયેલું છે. કાયદા હેઠળ આ શહેર યોગનગરી કે તીર્થનગરી તરીકે પણ ઓળખાય છે, તે યોગ અને ધ્યાન આદિ માટે પ્રચલિત છે. હરિદ્વારથી ૨૫ કિ.મી. ના અંતર પર આવેલું ઋષિકેશને હિમાલયનું પ્રવેશદ્વાર કહે છે.પવિત્ર સ્થળેથી ગંગા નદી હિમાલયની શિવાલિક ટેકરીઓ છોડી ઉત્તરભારતના મેદાનમાં પ્રવેશે છે. જા અમે લોકોએ ગંગા નદીના અતિશય ઠંડા પાણીમાં સ્નાન કરી અને ડુબકી લગાવી ધન્યતા અનુભવી હતી. એમ કહે છે કે ઋષિકેશમાં કરેલ યોગ સાધના અને ગંગામાં મારેલ ડુબકી આત્માને મોક્ષની વધુ નજીક લઈ જાય છે.હિમાલયમાં વાતાવરણ ગમે ત્યારે બદલાય છે ત્યારે ઋષિકેશમાં કેટલાય દિવસોની અસહય ગરમી બાદ અચાનક જ સૂર્ય અસ્ત થઈ વાદળો છવાઈ જતા પ્રથમ જૂન ના રોજ સીઝનનો પ્રથમ વરસાદ એટલે કે જાણે ભગવાને સ્વયં અમીછાંટણા અમારી ઉપર વરસાવ્યા હોય તેવો અનુભવ થયો.7:00 વાગ્યાના સંધ્યા ટાઇમે ગંગા આરતી અને દર્શનનો લહાવો લીધો. ત્યારબાદ સાંજે હોટલમાં પરત ફરી બીજા દિવસે સવારે કિનારાઓ પર ઘણા પ્રાચીન અને હિંદુ મંદિર, શિવાનંદ આશ્રમ, હનુમાનજીનું મંદિર,ગંગાજીની ધારા ઉપર આવેલા લક્ષ્મણ ઝુલા પુલ પાસે લક્ષ્મણજીનું તપસ્યા સ્થળ અને ગંગા મંદિર, પૂર્વ કાંઠે આવેલ સ્વર્ગ આશ્રમના દર્શન કર્યા હતા. મહારાજ કમલસિંગે વધુમાં જણાવ્યું હતું કે પ્રાચીન કાળમાં મણી નીકળવાથી આ પર્વતને મણીપુર પર્વત પણ કહેવાય છે. બીજો પહાડ છે નીલકંઠ પર્વત. સાઉથમાં એક વાસુકી નાગ હતો દેવતા અને રાક્ષસ બંને મળીને સમુદ્ર મંથન કર્યું એમાંથી ઝેર નીકળ્યું એ ઝેરને શિવે પીધું અને કંઠરૂપી નીલા થઈ ગઈ એટલે નીલકંઠ મહાદેવ કહેવાય છે. નીલકંઠ મહાદેવ ઋષિકેશથી 26 કિલોમીટર દૂર છે. આવવા જવાના ચાર કલાક થાય છે. શ્રાવણ માસમાં મહત્વની યાત્રા થાય છે. શ્રાવણના મહિનામાં ખભા ઉપર કાવડિયા લઈને લોકો જાય છે. રોજના ત્રણથી ચાર લાખ લોકો કાવડિયા લઈને જાય છે અને શિવજીને પાણી ચડાવે છે. ઉતરાખંડ રાજ્યમાં બે શિવલિંગ ગોળ નથી એક કેદારનાથ અને બીજું નીલકંઠ.રામ સેતુ ઉપર પગપાળા ચાલી ગંગા નદી પાર કરી બીજા છેડે જઈ દર્શન કરી બોટમાં બેસીને બીજા કાંઠે આવ્યા હતા આમ પ્રદક્ષિણા કરી અમે બીજા કિનારે પરત ફર્યા હતા.

ઋષિકેશ મહારાજ કમલસિંગજી

ઋષિકેશનો ઇતિહાસ

ગંગા અને ચંદ્રભાગા નદીઓના સંગમ સ્થળ પર વસેલું છે.ઋષિકેશએ ભગવાન વિષ્ણુનું એક નામ છે જેનો અર્થ થાય છે વ્યવહાર જ્ઞાનના દેવ. ‘રાઈભ્ય ઋષિ’એ ઋષિકેશ સ્વરૂપે ભગવાન વિષ્ણુ ની કરેલી તપસ્યા ની ફળશ્રુતી સ્વરૂપે આ જગ્યાનું નામ પડ્યું છે.સ્કંદ પુરાણમાં, આ ક્ષેત્ર કુબ્જામ્રક તરીકે ઓળખાય છે કેમકે તેઓ આંબાના વૃક્ષ નીચે પ્રકટ થયાં હતાં.બહોળી રીતે ઋષિકેશએ શબ્દ માત્ર તે નગર જ નહીં પરંતુ પાંચ જિલ્લા ક્ષેત્રના સમૂહને અપાય છે જેમાં તે નગર અને આસપાસ ગંગાને બંને કિનારે આવેલા નાનકડા ગામડાં આદિનો સમાવેશ થાય છે. ઋષિકેશ એક વાણિજ્ય અને સંદેશવ્યવહારનું કેંદ્ર છે. અહીં મંદિરો અને આશ્રમો બહુ મોટી સંખ્યામાં આવેલા છે. ગંગા, યમુના, સરસ્વતી આ ત્રણ નદીઓના સંગમ સ્થળ ત્રિવેણી ઘાટ પર, શ્રધ્ધાળુઓ સ્નાન કરી અહીં પૂજા અર્ચના કરે છે. નજીકમાં સ્વામી શિવાનંદજીનો આશ્રમ આવેલો છે. અહીં જવા માટે બે ઝુલતા પુલો પર થઈને અથવા તો નાવની મદદથી ત્યાં જઈ શકાય છે. અહીં નદીનાં કાંઠે સ્વર્ગાશ્રમ, ગીતાભવન, સંન્યાસ આશ્રમ, ગાયત્રી શકિતપીઠ તથા નાના મોટા ધાર્મિક સ્થળો આવેલા છે.રામ લક્ષ્મણ અને ભરતના પણ મંદિરો આવેલા છે.વહેલી પરોઢે ત્રિવેણી ઘાટ પર થતી ગંગા આરતી પ્રવાસીઓમાં પણ પ્રખ્યાત છે. અહીંથી ૧૨ કિમી દૂર જંગલમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર અને ૨૧ કિમી દૂર આવેલ ‘વશિષ્ઠ ગુફા’ એ સ્થાનીય લોકોમાં પ્રખ્યાત પૂજા સ્થળ છે.શિવાનંદ આશ્રમ અને સ્વર્ગાશ્રમની વચ્ચે લક્ષ્મણ ઝૂલા જેવો જ શિવાનંદ ઝૂલાનો પુલ આવેલો છે.અહીં રોજ સાંજે ગંગાનદીના કિનારે ગંગા આરતી થાય છે. અહીં સૌથી મોટો આશ્રમ પરમાર્થ નિકેતન આશ્રમ છે. અહીં નદી કિનારે શિવજીની આરસની સુંદર પ્રતિમા છે.ઋષિકેશમાં ઘણાં યોગ કેંદ્રો આવેલા છે અને આને ઘણી વખત “વિશ્વની યોગ રાજધાની” કહે છે. રાફ્ટીંગના ખેલ માટે ઋષિકેશ પ્રખ્યાત છે. આ ખેલ માર્ચ અને જુલાઈ વચ્ચે રમાય છે.અહીં ૧૨૦ વર્ષ જૂની કૈલાસ આશ્રમ બ્રહ્મવિદ્યાપીઠમ આવેલી છે જેનો ઉદ્દેશ્ય પારંપારિક વેદાંતિક શિક્ષણનું સંવર્ધન અને પ્રચાર છે. પ્રખર વિદ્વાન જેવાકે સ્વામી વિવેકાનંદ સ્વામી રામ તીર્થ અને સ્વામી શિવાનંદ આદિએ અહીં શિક્ષણ લીધું હતું. ફેબ્રુઆરી ૧૯૬૮માં ધ બીટલ્સ નમના એક પ્રસિદ્ધ પશ્ચિમી બેંડે અહીં આવેલ હાલમાં બંધ થઈ ગયેલ મહર્ષી મહેશ યોગીના આશ્રમની મુલાકાત લીધી. જહોન લીનને અહીં, ‘ધ હેપ્પી ઋષિકેશ સોંગ’ નામે એક ગીત રચ્યું. બીટ્સે અહીં રહેતાં ૪૮ ગીત રચ્યાં જેમાંના મોટા ભાગે તેમના વ્યાઈટ અલ્બમ માં આવ્યા છે. અન્ય ઘણાં કળાકારો અહીં યોગ અને સાધના કરવા માટે આવેલા હતાં.

શ્રી લક્ષ્મણજીનું પ્રાચીન મંદિર

ઋષિકેશ મહારાજ કમલસિંગે જણાવ્યું હતું કે મહારાજા શ્રી ગુલાબ સિંહજીને વર્ષ 1885 વિક્રમીમાં જમ્મુ-કાશ્મીર, ગિલગિટ-લદ્દાખ અને તિબેટના ઉમદા ભગવાન દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા, તેમના પછી તેમના પુત્ર મહારાજા શ્રી રણવીરસિંહજી, ત્યારબાદ તેમના સંબંધી મહારાજા શ્રી પ્રતાપસિંહજી અને ત્યારબાદ તેમના અનુગામી મહારાજા. શ્રી હરિસિંહજી સમયસર હાજર રહે તેમના આદરણીય પિતાના આદેશ મુજબ, યુવરાજ હાલમાં જમ્મુ અને કાશ્મીરના દેવસ્થાનોની મેનેજિંગ કાઉન્સિલના પ્રમુખનું પદ ધરાવે છે. કરણસિંહજીએ તેમના પૂર્વજોની યાદમાં આ પથ્થરની સ્થાપના વૈશાખ 2014ના રોજ એપ્રિલ 1657માં કરી હતી.

રામઝુલા સેતુ

ઋષિકેશ મહારાજ કમલસિંગે જણાવ્યું હતું કે રામઝુલા એક લોખંડ સસ્પેન્શન બ્રિજ છે. વર્ષ 1986 માં બાંધવામાં આવેલ આ રામઝુલા સેતુ પ્રતિષ્ઠિત સીમાચિન્હો પૈકીમાં નું એક છે.ગંગા નદી પર ઋષિકેશમાં ભારતીય ઉત્તરાખંડના ઉત્તર-પૂર્વ દિશામાં ૩ કિલોમીટ અંતરે આ પુલ છે. આ પુલ દ્વારા શિવાનંદ નગર વિસ્તાર, મુનિ કી રેતી, તેહરી ગઢવાલ જિલ્લો અને સ્વર્ગાશ્રમ, પૌડી ગઢવાલ જિલ્લો જોડાય છે અને ગંગા નદીના પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર જોડાય છે. આ ઝુલા સેતુ મુનિ કી રેતી ખાતેના શિવાનંદ આશ્રમને ગીતા ભવન, પરમાર્થ નિકેતન અને સ્વર્ગાશ્રમ ખાતેનાં અન્ય મંદિરોને પણ સાથે જોડે છે. આ પુલ લક્ષ્મણ ઝુલા સમાન ડિઝાઇન ધરાવે છે, છતાં તેના કરતાં મોટો છે અને તે 2 કી.મી આ નદીનો પ્રવાહના ઉપરવાસમાં છે. આ પુલ ૭૫૦ ફુટ જેટલા ગાળામાં બાંધવામાં આવેલ છે. આ સેતુ પર તાળું બાંધી મન્નત માંગવાથી જે કોઈ મનોકામના હોય એ પૂર્ણ થાય છે.

લક્ષ્મણ ઝુલાનો ઇતિહાસ : પરંતુ હાલ છેલ્લા અઢી વર્ષથી બંધ, નવા પુલનું ફ્લોરિંગ કાચનું બનશે

ઋષિકેશ મહારાજ કમલસિંગે જણાવ્યું હતું કે પુરાતન કથન અનુસાર ભગવાન શ્રીરામના અનુજ લક્ષ્મણએ આ સ્થાન પર શણ (જૂટ)નાં દોરડાંઓની મદદ વડે આ નદીને પાર કરી હતી. સ્વામી વિશુદાનંદની પ્રેરણાથી કલકત્તાના શેઠ સૂરજમલ ઝુહાનૂબલા નામના વ્યક્તિએ અહીં એક પુલ ઇ. સ.૧૮૮૯ના વર્ષમાં લોખંડનાં મજબૂત તારો વડે બનાવડાવ્યો હતો, આ પૂર્વે શણનાં દોરડાંઓ વડે બનાવવામાં આવેલો પુલ આ સ્થળે હતો અને દોરડાંના આ પુલ પર લોકોને ઝોળી (છીંકા)માં બેસાડીને તેને બીજા દોરડાં વડે ખેંચવામાં આવતું હતું.શ્રીરામ સ્વયં આ સુંદર સ્થળ પર પધાર્યા હતા. પુલ પાર કરીને ડાબી તરફ પગ રસ્તો બદરીનાથ તરફ અને જમણી તરફ સ્વર્ગાશ્રમ જાય છે. કેદારખંડમાં આ પુલની નીચે ઇંદ્રકુંડ હોવાનું વિવરણ જોવા મળે છે, જે વર્તમાન સમયમાં પ્રત્યક્ષ નથી.તંત્રનું કહેવું છે કે આ પુલ પર લોકોની ભારે સંખ્યા વહન કરવાને કારણે તેના પર ઘણો બોઝ પડી રહ્યો છે.લક્ષ્મણ ઝુલા ને 90 વર્ષમાં પહેલીવાર સામાન્ય યાત્રાળુઓ માટે બંધ કરવામાં આવ્યો છે. લોકનિર્માણ વિભાગના એક વિશેષજ્ઞ પેનલે બ્રિટિશ કાળમાં બનેલ આ પુલની ક્ષમતા પર રિસર્ચ કરીને સલાહ આપી કે તેને બંધ કરી દેવામાં આવે જેથી સંભવિત ખતરો જોતા તેને સુયોગ્ય બનાવી શકાય. લક્ષ્મણ ઝુલા પર આમ લોકોના અવરજવર પર અસ્થાઇ રૂપે રોક લગાવી દેવાઇ છે.ઋષિકેશથી 65 કિલોમીટર દેવ પ્રયાગમાં બે નદીનો સંગમ છે ત્યાં ભગવાન શ્રી રામે તપસ્યા કરી હતી ભગવાન રામ જ્યારે દેવપ્રયાગ જઈ રહ્યા હતા ત્યારે ગંગા નદી પાર કરવા માટે કોઈ સાધન હતું નહીં તેથી લક્ષ્મણજી એ ધનુષ અને બાણો દ્વારા માયાવી પૂલ લક્ષ્મણ ઝુલા બનાવી ભગવાન શ્રીરામ આ પુલ પરથી ગંગા નદી પસાર કરી અને પોતાના ભાઈ લક્ષ્મણને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે ઋષિકેશમાં કોઈપણ યાત્રી આવશે એ ફક્ત તારા નામથી આવશે. રાજા નરેન્દ્ર શાહે ગંગા ઉપર દોરી અને લાકડીનો એક પુલ બનાવ્યો 1924માં ગંગામાં એટલું બધી પાણી આવી ગયું કે લાકડી નો પુલ તૂટી ગયો અને બે લોકો ગંગામાં ડૂબી ગયા. કલકત્તાના શેઠ સુરજમલ પ્રસાદે અઢી લાખ રૂપિયાનો ચાંદીનો સિક્કો અંગ્રેજ સરકારને ડોનેશન આપીને 1927માં આ લક્ષ્મણઝુલાનું નિર્માણકાર્ય શરૂ કરી 11 એપ્રિલ 1930 માં આ પુલ ફરીથી શરૂ થયો. 450 ફૂટ લાંબો અને છ ફૂટ પહોળા આ પુલમાં કોઈ પિલ્લર નથી અને ચાલવાથી પૂલ હલે છે. છેલ્લા અઢી વર્ષથી આ પુલ બંધ છે જેનું નિર્માણ કાર્ય ચાલુ છે. હાલમાં પુલનું કામ ચાલી રહ્યું છે જેમાં વપરાતી સામગ્રી ગુજરાતના રાજકોટ શહેરમાંથી આવી રહી છે અને તેનું ફ્લોરિંગ પણ પારદર્શી કાચનું બનાવવામાં આવી રહ્યું છે તેથી જલ્દી તેને ફરી પાછો શરૂ કરવામાં આવશે.રામના ભાઈ ભરતની યાદમાં અહીં ભરતમંદિર પણ છે. ભરતે પણ લક્ષ્મણની જોડાજોડ એટલા જ સમય માટે તપ કરેલું. ભરતે કોઈ પાપ કે દુષ્કૃત્ય કર્યું ન હતું તેમ છતાં પોતાની માનસિક શુદ્ધિ માટે આ તપ કરેલું. ભગવાન વિષ્ણુએ પણ તપ કર્યું હતું.રામે રાવણનો વધ કર્યા પછી અહીં પ્રાયશ્ચિત કર્યું હતું.

ક્રમશઃ પાર્ટ ૨

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com