GJ – 18 માં મહિલાએ તેના પતિને અન્ય યુવતી સાથે રંગેહાથ ઝડપી પાડ્યા બાદ હંગામો

Spread the love

ગાંધીનગરના ગ રોડ પર આવેલા આંબેડકર હોલ વિસ્તારમાં કારના બોનેટ પર ચડીને એક મહિલાએ મચાવેલા હંગામાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. કારમાં સવાર વ્યકિતઓને બહાર કાઢવા માટે મહિલા મરણિયો પ્રયાસ કરતી જોવા મળી હતી. તો બીજી તરફ મહિલા કારના બોનેટ પર હોવા છતા કારચાલકે પોતાની કાર હંકારી મૂકતા મહિલા ઢસડાઈ હતી. આ બનાવ પતિ, પત્ની ઔર વોના કારણે સર્જાયો હોવાની ચર્ચા છે. મહિલાએ તેના પતિને અન્ય યુવતી સાથે રંગેહાથ ઝડપી પાડ્યા બાદ આ સમગ્ર બનાવ બન્યો હોવાની ચર્ચા છે.

મહિલા કારના બોનેટ પર ચડી ગઈ ગાંધીનગરના નાના ‘ગ’ રોડ પર આંબેડકર હોલ નજીકના વિસ્તારમાં એક મહિલા દ્વારા એક કાર રોકવામાં આવી હતી. કારમાં સવાર લોકોને બહાર કાઢવા માટે મહિલા દ્વારા પ્રયાસ કરાયા હતા. પરંતુ, કારમાં સવાર લોકો બહાર ન આવતા મહિલા કારના બોનેટ પર ચડી ગઈ હતી. આ સમયે મહિલાના જીવને જોખમ હોવા છતા કારચાલકે તેના જીવની પરવા કર્યા વિના જ કારને ભગાડી મૂકતા મહિલા ઢસડાતી જોવા મળી હતી. પાટનગરના જાહેર રસ્તા પર થયેલા આ હંગામાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

ગાંધીનગરના રસ્તા પર થયેલા હંગામાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ બનાવ પતિ, પત્ની ઔર વોનો હોવાની ચર્ચા છે. મહિલા દ્વારા તેના પતિને અન્ય સ્ત્રી સાથે ઝડપી પાડ્યા બાદ આ બબાલ સર્જાઈ હોવાની ચર્ચા છે. આ બબાલ બાદ કારમાં સવાર એક મહિલા સહિત બે લોકો ઘટનાસ્થળેથી ચાલ્યા ગયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

ગાંધીનગરનો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં કારના બોનેટ પર મહિલાને જ્યારે ઢસડવામાં આવી રહી છે ત્યારે નજીકમાંથી જ એક પોલીસનું વાહન જતું પણ જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ વીડિયો મામલે ગાંધીનગરના સેકટર-7 પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર બી.બી.ગોયલે જણાવ્યું હતું કે, આ બનાવ મામલે હજી સુધી કોઈ ફરિયાદ મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com