સુરતમાં ગણપતિની મૂર્તિ તોડવાનો વધુ એક ગુનો દાખલ થયો છે. જેમાં 2 વિધર્મી મહિલાઓ સામે લાગણી દુભાવનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બન્ને વિધર્મી મહિલાઓની અટકાયત કરી છે .મૂર્તિ ખંડિત કરી ત્યારે મહિલા સાથે 2 નાના બાળકો હતા. 17 ઓગસ્ટ 2024ની ઘટનામાં વધુ એક ગુનો નોંધાયો છે. અઠવા પોલીસ મથકમાં બે મહિલા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
તેમજ સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો કરવા મુદ્દે મોટો ખુલાસો થયો છે. 10 જગ્યાએ પથ્થરમારો કરવાનો પ્લાન હોવાની વાત સામે આવી છે.
શનિવારે પણ 6 સગીરોએ પથ્થરમારો કર્યોનું ખૂલ્યું હતું. ત્યારે હાલમાં બાળકોને આવું કોણ કરાવી રહ્યું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ પથ્થરમારો કરનારા 26 લોકોની હાલમાં અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ પણ થઈ રહી છે, આવતીકાલે તેમને કોર્ટમાં રજુ કરી આ ઘટના પાછળ કોણ કોણ જવાબદાર છે તે બાબતે પોલીસ દ્બારા ખુલાસો કરવામાં આવશે. આરોપીઓને 4 વાગ્યાની આસપાસ કોર્ટમાં રજુ કરવામાં આવશે.
1. અશરફ અબ્દુલ સલમાન અન્સારી
2. આસિફ મહેબુબ સૈયદ
3. અલ્તાફ સુલેમાન ચૌહાણ
4. ઇસ્તિયાક મુસ્તાક અન્સારી
5. આરીફ અબ્દુલ રહીમ
6. તલ્હા મજદરુલ સૈયદ
7. ઇલ્યાસ ગુલામુન શેખ
8. ઈરફાન મોહમ્મદ હુસેન બાગ્યા
9. અનસ આમિર ચરમાવાલા
10. મોહમ્મદ સાકિલ મોહમદ યુસુફ ગાડીવાલા
11. આસીફ મહિર વિધ્ય
12. ઇમાંમુલ ઈસ્માઈલ શેખ
13. ફૈમુદ્દીન હુસૈનુદીન સૈયદ
14. સાજીદ શેખ અબ્દુલ મુનાફ માસ્ટર
15. આબનજી હસન અલુબકર
16. તૈયબાની મુસ્તફા કાદર અલી
17. ઇમરાન અલી મોહમ્મદ પરીયાણી
18. ઈરફાન સુલેમાન કમાણી
19. કાજી હુસેરા સાઉદ અહેમદ
20. મોહમ્મદ વાસી સૈયદ સુદુકી
21. મોહમ્મદ અયાન મોહમ્મદ રઈશ
22. મોયુદ્દીન ભીખા ઘાંસી
23. સોહેબ સાહિલ ઝવેરી
24. ફિરોજ મુખ્તાર શા
25. અબ્દુલ કરીમ રસિદ સહેમદ
26. જુનેદ વહાબ શેખ