અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલીક
ગુજરાતમાં ૨૦૨૨માં કુલ ૭૬૩૪ માણસોના રોડ અકસ્માતમાં મૃત્યુ,જે પૈકી ૩૭૫૪ એટલે કે ૪૯.૧૭ % મૃત્યુ ટુ વ્હિલર વાળાના થયેલ, જેનુ મુખ્ય કારણ હેલ્મેટ નહિ પહેરવાના કારણે મૃત્યુ
અમદાવાદ
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલીકે જણાવ્યું હતું કે પોલીસ અધિકારી/કર્મચારી તથા સિવિલિયન સ્ટાફને હેલ્મેટ પહેરવા અંગે સૂચનાઓનું પાલન કરવા પત્ર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.મોટર વ્હિકલ એકટ-૧૯૮૮ ની કલમ ૧૨૯ તેમજ ગુજરાત મોટર વ્હિકલ રૂલ્સ-૧૯૩ મુજબ મોટર સાયકલ ચાલકે હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. જેથી પોલીસ દ્વારા સૌથી પહેલા સ્વયં આ કાયદાનું પાલન કરવુ જરૂરી છે.કાયદાકીય નિયમ મુજબ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) ના માપદંડ મુજબનું હેલ્મેટ પહેરવું ફરજીયાત છે.જેથી અમદાવાદ શહેર પોલીસ દળમાં ફરજ બજાવતાં તમામ પોલીસ અધિકારી/ કર્મચારી/સિવિલિયન સ્ટાફને ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે સુચનાઓનું ફરજીયાત પણે પાલન કરવા હુકમ કર્યો છે.
ટુ વ્હીલર વાહન ચલાવતી વખતની સુચનાઓ
(৭) દરેક પો.સ્ટે./શાખા/કચેરી/યુનિટ ખાતે જે પોલીસ અધિકારી/કર્મચારી/સિવિલિયન સ્ટાફ સહિત યુનિફોર્મમાં કે સિવિલ ડ્રેસમાં હોય, પોતાના ફરજના સ્થળે તેમજ અન્ય સ્થળે અવર જવર કરવા માટે ટુ વ્હીલરનો જાતેથી ઉપયોગ કરે તેવા તમામ પોલીસ અધિકારી/કર્મચારી/સિવિલિયન સ્ટાફ સહિત તમામે ફરજીયાત પણે નિયમોનુસાર હેલ્મેટ પહેરવાનું રહેશે.
(२) તમામ સુપરવાઈઝરી અધિકારીશ્રીઓએ તથા પો.સ્ટે./શાખા/કચેરી/યુનિટના ઈન્ચાર્જશ્રીઓએ પોતાના તાબાના પોલીસ અધિકારી/કર્મચારી/સિવિલિયન સ્ટાફ ટુ વ્હીલર ચલાવતી વખતે ફરજીયાતપણે હેલ્મેટ પહેરે તે સુનિશ્ચિત કરવાનુ રહેશે.
(3) અત્રેની પોલીસ કમિશનર કચેરી ખાતે ફરજ બજાવતાં પોલીસ અધિકારી/કર્મચારી/સિવિલિયન સ્ટાફ કચેરી ખાતે ટુ વ્હિલર ચલાવીને આવતાં સમયે ફરજીયાતપણે હેલ્મેટ પહેરે તે અંગેને ચકાસણી કચેરીના તમામ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર નાયબ પોલીસ કમિશનરશ્રી, મુખ્ય મથક, નાઓએ યોગ્ય સંખ્યામાં પોલીસ કર્મચારીઓની નોકરીની ફાળવણી કરી ચકાસણી કરાવવાની રહેશે. ચકાસણી દરમ્યાન જે કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર ફરજ પર આવ્યાનું જણાય આવે તેઓને કચેરી ખાતે પ્રવેશ આપવાનો રહેશે નહીં. તેવી જ રીતે અન્ય પો.સ્ટે./કચેરી/શાખા/યુનીટ ખાતે આ જ રીતે કાર્યવાહી કરવાની રહેશે.
(૪) સુપરવાઈઝરી અધિકારીશ્રી/ઈન્ચાર્જશ્રીઓએ જો પોતાના તાબાના પોલીસ અધિકારી/કર્મચારી/ સિવિલિયન સ્ટાફ દ્વારા ઉપરોકત સુચનાનુ પાલન ના કર્યાનું ધ્યાન પર આવે તો તેઓએ આવા પોલીસ અધિકારી/કર્મચારી/સિવિલિયન સ્ટાફ નાઓના વિરુધ્ધમાં એમ.વી.એકટ મુજબ કાયદાકીય રીતે દંડની શિક્ષાની કાર્યવાહી કરવી. આ ઉપરાંત સદર હુકમના ઉલ્લંઘન/અવગણના બદલ પણ સીધી જ શિક્ષાત્મક કાર્યવાહી કરી, તે અંગેની અત્રેની કચેરીએ જાણ કરવાની રહેશે.
(૫) આ અંગેની ચુસ્તપણે અમલવારી થાય તે જોવાની જવાબદારી તમામ સુપરવાઈઝરી અધિકારીશ્રી/ ઈન્ચાર્જશ્રીઓની રહેશે.
નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા ટ્રાફીકના કારણે અકસ્માતના બનાવો બને છે અને ઘણાખરા અકસ્માતોમાં માણસોના મૃત્યુ પણ નિપજે છે. NCRB દ્વારા પબ્લીશ થયેલ સને- ૨૦૨૨ ના રોડ એક્સીડન્ટના ડેટા મુજબ ભારતમાં કુલ ૧,૭૧,૧૦૦ વ્યકિતઓના મૃત્યુ રોડ અકસ્માતના કારણે થયેલ છે. જે પૈકી ૭૭,૮૭૬ એટલે કે ૪૫.૫૧ % મૃત્યુ ટુ વ્હિલર વાળા ના થયેલ છે. ગુજરાતમાં ૨૦૨૨ માં કુલ ૭૬૩૪ માણસોના રોડ અકસ્માતમાં મૃત્યુ થયેલ છે. જે પૈકી ૩૭૫૪ એટલે કે ૪૯.૧૭ % મૃત્યુ ટુ વ્હિલર વાળા ના થયેલ છે. જેનુ મુખ્ય કારણ હેલ્મેટ નહિ પહેરવાના કારણે મૃત્યુ થયા છે. કોઈના પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો આખો પરિવાર વિખરાય જાય છે.