અમદાવાદ ખાતે ‘ઈન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ’ની 34મી એન્યુઅલ કોન્ફરન્સ યોજાઈ

Spread the love

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી ભૂષણ ગવઈ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી સુનિતા અગ્રવાલની ઉપસ્થિતિ

‘અંગદાન થકી જીવનદાન’એજ સર્વશ્રેષ્ઠ દાન છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં લીગલ સિસ્ટમ અને લીગલ ફ્રેમવર્કનો રોલ મહત્વનો : જસ્ટિસ ભૂષણ ગવઈ, સુપ્રીમ કોર્ટ

સમાજમાં અંગદાન ક્ષેત્રે પ્રવર્તતી જાતિગત અસમાનતા રોકવા માટે સામાજિક જાગૃતિની આવશ્યકતા : ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ  સુનિતા અગ્રવાલ

અમદાવાદ

અમદાવાદ ખાતે ‘ઇન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ(ISOT)’ની 34મી એન્યુલ કોન્ફરન્સ યોજાઈ હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી ભૂષણ ગવઈ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી સુનિતા અગ્રવાલ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ઈન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની 34મી એન્યુઅલ કોન્ફરન્સના પ્રારંભ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ ગવઈએ પોતાના ઉદબોધનમાં અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં લીગલ સિસ્ટમ અને લીગલ ફ્રેમવર્કના રોલ વિશે વાત કરી હતી. તેમણે અંગદાન સાથે સંકળાયેલી વિવિધ કાયદાકીય બાબતોનો વિગતે ઉલ્લેખ કર્યો હતો. તેમણે અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સાથે સંકળાયેલા કાયદાકીય પાસાઓ અને ઐતિહાસિક ઘટનાઓ, નૈતિક બાબતો, ગુનાઈત પ્રવૃત્તિઓ અને તેને રોકવાના ઉપાયો સહિત કેટલાક ગંભીર સામાજિક મુદ્દાઓ પરત્વે જાગૃતિની જરૂરિયાત બાબતે છણાવટપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે અંગદાન બાબતે પ્રવર્તતી જાતિગત અસમાનતા, દેશમાં વિદેશી નાગરિકોને અંગદાન, અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની હાલની સ્થિતિ સહિતના મુદ્દાઓ પર ઉપસ્થિતોનું માર્ગદર્શન કર્યું હતું.

‘ઈન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ(ISOT)’ની 34મી એન્યુઅલ કોન્ફરન્સના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંગદાન ક્ષેત્રે કામ કરતા લોકોને બિરદાવતા કહ્યું હતું કે, આપણી જાત ત્યજી દઈ બીજા માટે ઉપયોગી થવાની માનસિકતા સરાહનીય છે. આપણી સંસ્કૃતિ અને ધાર્મિકતામાં પણ આ વિશે ઉલ્લેખ થયેલ છે. જ્યારે કોઈનું સ્વજન અવસાન પામે અને તેવા કપરા સમયમાં અંગદાન વિશે તેમના પરિવારને તૈયાર કરવા એ ઘણું અઘરું કામ છે અને તે કામ કરતા ડોકટરોની સેવાને હું વંદન કરું છું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રાન્સપ્લાન્ટ કરતા ડોકટરોને ભગવાન સાથે સરખાવી કહ્યું કે, જેવી રીતે ભગવાન કોઈને જીવ આપે છે તેવી રીતે જ ડોકટર ટ્રાન્સપ્લાન્ટ કરી બીજાને જીવ આપતો હોય છે.મુખ્યમંત્રીએ અંગદાન થકી જીવનદાનને સૌથી સર્વશ્રેષ્ઠ દાન ગણાવ્યું હતું.અંગદાન ક્ષેત્રે હજુ વધારે જાગૃતતા લાવવા કાઉન્સેલિંગની વ્યવસ્થા અને તેના આયોજનમાં સુધારો લાવી શકાય અને સૌ સાથે મળીને આ સેવાનું કામ કરીશું તો ચોક્કસ હજુ વધુ સફળતા મળશે.

ગુજરાતમાં અંગદાન ક્ષેત્રે થઈ રહેલી કામગીરી વખાણતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2005માં કેડેવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ શરૂ કરાવ્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર તરફથી અંગદાન ક્ષેત્રે તમામ પ્રકારનો સહયોગ આપવા ખાતરી આપી હતી.ઈન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની 34મી કોન્ફરન્સના પ્રારંભ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી સુનિતા અગ્રવાલે અંગદાન ક્ષેત્રે પ્રવર્તતી જાતિગત અસમાનતા, તેના કારણો, અંગદાનમાં સ્ત્રીઓની ભૂમિકા, સમાજમાં અંગદાનમાં જાતિગત સમાનતા માટે જાગૃતિની જરૂરિયાત સહિતના મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. અંગદાન ક્ષેત્રે પ્રવર્તતી જાતિગત અસમાનતા બાબતે તેમણે વિવિધ સંદર્ભ ટાંકીને અંગદાનમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ વધુ ડોનર અને ઓછી રીસીપીઅન્ટ છે તે સ્થિતિને સુધારવા માટે જરૂરી સિસ્ટમ, અન્ય ઉપક્રમો તથા જાગૃતિ કાર્યક્રમોની જરૂરિયાત હોવાનો વિશ્વાસ વ્યક્ત કાર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રીનલ પેથોલોજી એકસપ્રેસ નામના પુસ્તકનું વિમોચન કરાયું હતું તેમજ અંગ દાતા અને અંગે મેળવનારની યોગ્ય મેચ મેળવી આપતું ISOT સ્વેપ સોફ્ટવેર પણ આ પ્રસંગે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અંગે નોંધપાત્ર કામગીરી કરનારા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કોન્ફરન્સના શુભારંભ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના જજીસ, ઇન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના પ્રમુખ શ્રી ડો. અનીશ શ્રીવાસ્તવ, સેક્રેટરી શ્રી મનીષ બલવાણી, ઓર્ગેનાઈઝિંગ ચેરમેન શ્રી ડો. વિવેક કૂટે અને ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી શ્રી ડો.જીગર શ્રીમાળી તથા સભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં તબીબી જગત સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com