ગુજરાતમાં હવે તાંડવ મચાવતી ગરમી પડવાની છે. કારણ કે, ગુજરાત માટે હવામાન વિભાગની ખતરનાક આગાહી આવી ગઇ છે. આગામી 6 દિવસ સુધી હીટવેવની આગાહી છે. 4 એપ્રિલ થી 9 એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરાઈ છે. તેમજ હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હીટવેવ જોવા મળશે.
કઈ તારીખે કયા કયા જિલ્લાઓમાં છે આગાહી :- 4, 5, 6, 7, 8 અને 9 સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં હિટવેવની અસર જોવા મળી શકે છે.
- 4 અને 5 એપ્રિલના રોજ કચ્છ જિલ્લા ઓરેન્જ એલર્ટ અપાયું છે. રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
- 6 એપ્રિલના રોજ કચ્છ અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવાના આવ્યું છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, મોરબી,જુનાગઢ યલો એલર્ટ
- 7 એપ્રિલના રોજ કચ્છ, રાજકોટ, પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, જુનાગઢ, મોરબી જિલ્લામાં યલો એલર્ટ છે.
- 8 એપ્રિલના રોજ કચ્છ, રાજકોટ, પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢમાં યલો એલર્ટ છે.
- 9 એપ્રિલ કચ્છ, રાજકોટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, પોરબંદર, ગાંધીનગર યલો એલર્ટ છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, કચ્છ જિલ્લામાં ઉચ્ચતમ તાપમાન 40 થી 42 ડિગ્રી રહેશે. અમદાવાદ જિલ્લામાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર 3 સિસ્ટમ સક્રિય થતા ગરમીનો પારો ઉંચકાયો છે. તો ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે.