કોરોના બાદ અચાનક થતા મોતો સંસદમાં રજૂ થયા ICMR ના રિસર્ચના તારણો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અભ્યાસમાં એ સ્પષ્ટ થયું છે કે કોરોના વાયરસની રસી લેવાથી ભારતમાં યુવાઓ અને વયસ્કોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યુ નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ મંગળવારે રાજયસભામાં જણાવ્યું કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અભ્યાસમાં એ સ્પષ્ટ થયું છે કે કોરોના વાયરસની રસી લેવાથી ભારતમાં યુવાઓ અને વયસ્કોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યુ નથી. તેમણે કહ્યું કે, હકીકતમાં આઈસીએમઆરના સ્ટડીથી માલુમ પડે છે કે કોરોના રસીથી આવા મોતોની સંભાવના ઓછી હોય છે. ICMR એ પોતાના આ રિપોર્ટમાં છેલ્લા કેટલાક સમયથી દરમિયાન ભારતમાં યુવાઓ અને વયસ્તોની અકાળ મોત કોરોના રસી સાથે જોડાયેલી હોવાની આશંકાઓને દૂર કરવાની કોશિશ કરી છે. રિસર્ચ માટે 19 રાજ્યોના સેમ્પલ ICMR ની નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એપિડેમિયોલોજીએ 18-45 વર્ષનો ઉંમરના એવા વ્યક્તિઓ પર સ્ટડી કર્યો, જે સ્વસ્થ હતા અને તેમને કોઈ બીમારી નહતી અને 1 ઓક્ટોબર 2021 થી 31 માર્ચ 2023 વચ્ચે અસ્પષ્ટ કારણોથી અચાનક તેમના મોત થઈ ગયા. આ રિસર્ચ 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 47 હોસ્પિટલોમાં કન્ડકટ કરાયા.
રિસર્ચ દરમિયન 729 એવા મામલા સેમ્પલ તરીકે લેવાયા જેમના અચાનક મોત થયા હતા અને 2916 સેમ્પલ એવા હતા જેમને હાર્ટ એટેક આવ્યા બાદ બચાવી લેવાયા હતા. રિસર્ચના તારણો પરથી જાણવા મળે છે કે કોવિડ 19 રસીના ઓછામાં એક ડોઝ કે બે ડોઝ લેવાથી અકારણ કે અચાનક મૃત્યુની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે. અચાનક થનારા મોતનું શું કારણ? રિસર્ચમાં એવા અનેક ફેક્ટર્સની પણ ઓળખ કરાઈ જે અચાનક મૃત્યુના જોખમને વધારે છે. જેમાં મૃતકના કોવિડ 19 હોસ્પિટલમાં ભરતી રહેવું પરિવારમાં પહેલા કોઈનું અચાનક મૃત્યુ થવું, મૃત્યુના 48 કલાક પહેલા વધુ પડતો દારૂ પીવો, નશીલી દવાઓનો ઉપયોગ અને મોતના 48 કલાક પહેલા વધુ પડતી શારીરિક ગતિવિધિ (જીમમાં વ્યાયામ) સામેલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ કહ્યું કે ICMRના અભ્યાસમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે કોવિડ 19 રસી અને યુવા વયસ્કોમાં અચાનક મોતના મામલે કોઈ સંબંધ નથી. આ સિવાય, ક્રોવિડ 19 હોસ્પિટલાઈઝેશનની હિસ્ટ્રી, ફેમિલીમાં આવા અચાનક મોતની હિસ્ટ્રી, અને લાઈફસ્ટાઈલ સંલગ્ન કેટલાક વ્યવહાર જેવા ફેક્ટર્સને આવા મોતોની સંભાવના વધારવા માટે જવાબદાર જાણવામાં આવ્યા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું રસીની સાઈડ ઈફેટ્સને ટ્રેક કરવા માટે એડવર્સ ઈવેન્ટ ફોલોવિગ ઈમ્યુનાઈઝેશન (AEFI) નામથી એક મજબૂત સર્વિલાંસ સિસ્ટમ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે રસી સેન્ટરો પર એનાફિલેક્સિસ કિટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને રસીકરણ બાદ વ્યક્તિને ફરજિયાત 30 મિનિટ સુધી ઓઝર્વેશનમાં રાખવામાં આવે છે. એઇએફઆઈ વિશે જાગૃતતા વધારવા માટે નડ્ડાએ કહ્યું કે રસીની સાઈડ ઈફેક્ટ સંલગ્ન મામલાઓના રિપોર્ટિંગને વધારવા માટે રાજ્યોને દિશાનિર્દેશ જારી કરાયા છે.
સરકાર જાગૃતતા ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી રહી છે. અત્રે જણાવવાનું કે કોવિડ રસીના સાઈડ ઈફેક્ટનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ વર્ષે 14 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે કોરોના રસીના કારણે બ્લડ ક્લોટિંગ જેવી સાઈડ ઈફેક્ટનો આરોપ લગાવતા અરજીઓ ફગાવી હતી. તત્કાલિન ચીફ જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રની બેન્ચે કહ્યું હતું કે આવી અરજીઓ ફક્ત સનસનાટી પેદા કરવા માટે દાખલ કરાઈ હતી. કોવિડ રસીથી કથિત સાઈડ ઈફેકટનો મામલો ત્યારે તૂલ પકડ્યો જ્યારે બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાએ આ વર્ષે એપ્રિલમાં ત્યાંની કોર્ટમાં સ્વીકાર્યું હતું કે તેમની કોવિડ 19 કોવિશિલ્ડથી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. જો કે કંપનીએ એમ પણ કહ્યું હતું કે આવા બહુ દુર્લભ કેસમાં જ થતું હશે. નોંધનીય છે કે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા દ્વારા વિક્સિત ફોર્મ્યુલાનો જ ઉપયોગ કરીને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ભારતમાં કોવિશીલ્ડ રસીનું પ્રોડક્શન કર્યું હતું. જો કે સીરમ ઈન્સ્ટિટ્યૂટે દાવો કર્યો હતો કે ભારતમાં કોવિશીલ્ડ રસીના સાઈડ ઈફેક્ટનો કોઈ મામલો રિપોર્ટ થયો નથી. બ્રિટિશ કોર્ટમાં જમા કરાયેલા દસ્તાવેજોમાં એસ્ટ્રાજેનેકાએ સ્વીકાર્યું હતું કે તેમની કોરોના રસીથી 10 લાખમાંથી એક કેસમાં થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઈટોપેનિયા સિન્ડ્રોમ (TTS) થઈ શકે છે. આ કેસમાં શરીરમાં લોહીના ગઠ્ઠા જામે છે અને પ્લેટલેટ્સ કાઉન્ટ ઘણા ઘટી જાય છે.