જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિના મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ મેષ રાશિવાળા પર શનિની સાડા સાતી શરૂ થઈ જશે. જ્યોતિષશાસ્ત્રમાં શનિની સાડા સાતી એક મુશ્કેલ સમય ગણવામાં આવ્યો છે. જ્યારે શનિ એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે તો મેષ રાશિથી લઈને મીન રાશિને પ્રભાવિત કરે છે. 29 માર્ચ 2025ના રોજ શનિ મીન રાશિમાં ગોચર કરશે અને લગભગ અઢી વર્ષ બાદ 3 જૂન 2027ના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે. શનિના મીન રાશિમાં ગોચર કરતાની સાથે જ મેષ રાશિ પર શનિની સાડાસાતીનો પહેલો તબક્કો શરૂ થઈ જશે. જ્યારે મીન રાશિ પર શનિની સાડાસાતીનો બીજો તબક્કો અને કુંભ રાશિ પર ત્રીજો તબક્કો શરૂ થશે. જ્યોતિષ મુજબ 29 માર્ચ 2025થી મેષ રાશિ શનિની સાડા સાતીના પહેલા તબક્કામાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિની સાડા સાતી શરૂ થતા જ મેષ રાશિવાળાને નોકરી કાર્યક્ષેત્રે પરશાની રહેશે. ધન હાનિ થઈ શકે છે. માથા સંલગ્ન પરેશાની થઈ શકે છે. કરજની સ્થિતિ બની શકે છે.
આર્થિક અને શારીરિક નુકસાન થઈ શકે છે. આળસ કે વિલંબનો અનુભવ કરી શકો છો. અપ્રત્યાશિત આર્થિક અસફળતાઓ અને ઘરમાં કઈક તણાવનો સામનો કરવો પડી શકે છે. જેનાથી કૌટુંબિક જીવનમાં તણાવ પેદા થઈ શકે છે. વર્ષ 2025માં શનિના મીન રાશિમાં પ્રવેશ કરતા જ આ રાશિ પર સાડા સાતીનો પહેલો તબક્કો શરૂ થઈ જશે. શનિની સાડાસાતીનો પહેલો તબક્કો મેષ રાશિ માટે બહુ સારો નહીં રહે એવું કહેવાય છે. આ રાશિના જાતકોના ખર્ચામાં વધારો થશે. આવક કરતા ખર્ચા વધશે. રોકાણને લઈને નુકસાન થઈ શકે છે. જ્યારે શનિદેવ જુલાઈથી નવેમ્બર વચ્ચે વક્રી અવસ્થા એટલે કે ઉલ્ટી ચાલમાં રહેશે તો તે વખતે મુશ્કેલીઓ વધી શકે છે. આ દરમિયાન આર્થિક મોરચે નુકસાન થઈ શકે છે. ધનની લેવડદેવડ ખુબ સમજી વિચારીને કરવી પડશે. આ સાથે રોકાણના મામલે પણ સતર્ક રહેવું પડશે. કોઈ પણ મોટો આર્થિક નિર્ણય લેતા પહેલા ગંભીરતાથી વિચારવું પડશે. મેષ રાશિ પર શનિની સાડા સાતી 31 મે 2032 સુધી રહેશે. ત્યારબાદ શનિના પ્રભાવથી મુક્તિ મળી જશે. મકર રાશિ પોતાના અંતિમ તબક્કામાં છે. જે માર્ચ 2025માં પૂરી થશે. 29 માર્ચ 2025 બાદ મકર રાશિ પર સાડાસાતીનો પ્રભાવ રહેશે નહીં.