કેમિકલ પ્લાન્ટ સ્થાપવાથી પર્યાવરણ પર ખતરો ઊભો થશે, પશુપાલનના વ્યવસાય પર ગંભીર અસરો ઉભી થઈ શકે છે, દરિયાઈ કાંચબા, માછલી અને સમુદ્રમાં રહેતા અન્ય સજીવો પર જીવલેણ અસર થશેઃ ડૉ. ઉપેન્દ્રસિંહ જાડેજા
અમદાવાદ
કચ્છ-માંડવીના બાડા ગામે ખાતે GHCL કંપની દ્વારા કેમિકલ પ્લાન્ટ સ્થાપના માટે જઈ રહી છે તેને લઈને અમદાવાદ ખાતે આવેલી તેની હેડ ઓફિસ સામે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા હરપાલસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુથ કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે આ કંપનીના લીધે પર્યાવરણ પર અને માનવ જીવન પર ગંભીર અસર થઈ શકે છે.
આ અંગે સ્થાનિક રહેવાસી ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી ડૉ. ઉપેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે માંડવીના બાડા ગામ ખાતે કંપની દ્વારા સ્થાપવા માટે જઈ રહી તે સજીવો માટે ખૂબ જ નુકસાનકારક છે. સમુદ્ર માં છોડનારું પાણી સંપૂર્ણ શુદ્ધ હોતું નથી તેના લીધે તેમાં પ્રતિ લિટર એક હજાર સસ્પેન્ડેડ સોલિડ્સ હોવાની સંભવના રહેલી છે. સસ્પેન્ડેડ સોલિડસના લીધે પાણી દુધિયું થઈ જશે સમુદ્રમાં એફલ્યુએન્ટના નિકાલ થી સમુદ્રી જૈવ વૈવિધ્ય મરીન ઇકોલોજી પર સંભવિત અવળી અસરો થઈ શકે છે. સમુદ્રીય જીવ સૃષ્ટિ સુધી અસરો થશે એવું તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કંપનીને પર્યાવરણ ક્લીયરન્સનું સર્ટીફીકેટ જે ખાનગી કંપની પ્રશિક્ષણથી આપવામાં આવ્યું છે તે શંકાના દાયરામાં છે. હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટીસના નેજા હેઠળ એક કમીટી બનાવી તપાસ કરવામાં આવે તેવી માંગણી વિરોધ પ્રદર્શનમાં કરવામાં આવી હતી. કચ્છ જીલ્લા જીવ દયા માટે પશુ, પ્રકૃતિની ચિંતા કરવામાં હંમેશા માટે અગ્રેસર છે અને આ પ્લાન્ટના કેમીકલ યુક્ત પાણી છોડવામાં આવશે ત્યારે જમીનને પણ ખુબ નુકસાન થશે સાથેસાથે વિદેશી કાચબા અને વિદેશી પક્ષીઓ કચ્છના માંડવી દરિયા કિનારે પ્રજનન કરવા આવતા હોય છે પરંતુ આવા કેમીકલ યુક્ત પાણીના લીધે તેના પર પણ ગંભિર અસર થઈ શકે છે. અંત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશી કાચબા અને વિદેશી પક્ષીઓના પ્રજનન કરવા માટે ઓરિસ્સા અને કચ્છમાં આવેલ માંડવી દેશમાં માત્ર આ બે જ જગ્યા છે.
કચ્છ-માંડવીના દરિયાઈ કિનારેના GHCL કંપનીના પ્લાન્ટમાં સોડા-એશ જેવા પદાર્થનું ઉત્પાદન થશે જેને લઈને સમુદ્રી વિસ્તારમાં કાચબા, માછલીઓ પર પણ તેની ગંભીર અસરો થશે અને વનસ્પતિ પર પણ તેની અનેક અસરો થશે, તેના લીધે પર્યાવરણનું સંતુલન ખોરવાઈ જવાની સંભવના રહેલી છે. પર્યાવરણ વિનાશના ભોગે સ્વાર્થી વિકાસની કોઈ જરૂર નથી તેવું તેઓ જણાવ્યું હતું. વધુમાં તેઓ જણાવ્યું હતું રાષ્ટ્રીય પક્ષી મોર સહિતના પક્ષીઓ અને પ્રકૃતિનું નિકંદન થવાની સંભવના છે. બાડા ગામે માંડવીના દરિયા કિનારે દેશ વિદેશથી કાચબા સહિત અનેક પક્ષીઓ આવતા હોય છે, સમુદ્રકાંઠે લાખો યાયાવર પંખીઓ આવે છે ત્યારે અહિયાં પાલન્ટ સ્થાપશે ત્યારે શુદ્ધ હવા મળશે નહીં તેના લીધે પક્ષીઓ અને માનવ જીવન પર પણ તેની જીવલેણ અસરો થશે તેને લઈને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી ડૉ. પ્રવિણસિંહ વણોલ, અંજલી ગોર, મુકેશ આંજણા, કચ્છ જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ નિતેષ લાલન, અમદાવાદ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ વિશાલસિંહ ગુર્જર, કાર્યકારી પ્રમુખશ્રી ઈમરાન શેઠજી તેમજ યુવા કોંગ્રેસના હોદેદારો મોટી સંખ્યામા જોડાયા હતા.