દાદા દાદીથી મોટી કોઈ યુનિવર્સિટી નથી, મર્મા-બાપ જેવી Z પ્લસ સિક્યુરિટી કોઈ નથી, મૂડી કરતાં વ્યાજ વધુ વ્હાલું હોય એ ર્મા બાપઃ હર્ષ સંઘવી

Spread the love

ગાંધીનગર

ભારતે એવો દેશ છે જે આજે વેસ્ટર્ન કલ્ચરલ તરફ ઢળી રહ્યો છે, ત્યારે ઘરડા દાદા, દાદીની જે યુનિવર્સિટી છે, તે સંસ્કારોનું સિંચન કરે છે, તેમને કરેલા કામો વાર્તાઓ લોકો સંસ્કારો આ બધું અહીંથી મળે છે, વર્લ્ડમાં મોંઘામાં મોંઘી જેની અકલ્પનીય કહી શકાય તેવી સંસ્કાર સીંચતી યુનિવર્સિટી એટલે દાદા-દાદી છે, ત્યારે મા બાપ જેવી Z પ્લસ સિક્યુરિટી કોઈ જ નથી, આખી જિંદગી ઢસડાઇને કામ કરેલા મા બાપ વિદેશ સંતાનોને તમામ મૂડી ખર્ચીને મોકલી દે છે અને અહીંયા તેમની સાર સંભાળ પણ ન રાખીને ઘરડા ઘરમાં તગેડી દેતા સંતાનો પર ગૃહમંત્રી હર્ષ સંઘવી એવા વરઘોડાવાળા મંત્રી હવે આજની પેઢી ઉપર ફોક્સ કર્યો છે. સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં * યોદ્ધા પુરસ્કાર કાર્યક્રમ યોજાયો હતો . આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે સંસ્કૃતિનું જતન કરનારા આઠ અલગ અલગ પ્રતિભાઓને પુરસ્કાર અને પ્રશંસા પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના < મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રતિભાવોની કાર્યશૈલીને બીદાવતાં જણાવ્યું હતું કે, આપણા સૌ પર સોશિયલ મીડિયાનો પ્રભાવ છે. જેમાંથી આપને સૌએ બહાર આવવું જોઈએ. સારા કાર્યોની રીલ બનાવી મૂકવી જોઈએ. કોઈ વસ્તુની લિમિટ હોવી જોઈએ. પરંતુ લિમિટ ક્રોસ કરો તો કુદરત થપાટ આપે છે. ત્યારબાદ આપણે ખ્યાલ આવે છે. યુદ્ધ પણ લડીએ અને જાગૃતિ પણ લાવવી જોઈએ. સોશિયલ મીડિયા આજે સૌ લોકોમાં ઘર કરી ગયું છે. સોશિયલ મીડિયાના ગેરલાભ પણ છે અને લાભ પણ છે. પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રહેલા જેવા માધ્યમો ના કારણે બાળકો સહિત સમાજના અનેક લોકોમાં વિકૃતતા ઘર કરી રહી છે. જે દુષણને દૂર કરવા અને લોકોમાં જાગૃતિ લાવવા ‘સેવ કલ્ચર સેવ નેશન’ સંસ્થા દ્વારા સરકારના સહકારથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે સંસ્થાના આ ભગીરથ કાર્યમાં હજારો યુવાઓ જોડાઈ રહ્યા છે. જે યુવાઓમાં સંસ્કૃતિનું જતન કરનારા પ્રતિભાઓને પણ સન્માનિત કરવામાં આવી રહ્યા છે. જ્યાં સમાજમાંથી વિકૃતતાના દૂષણને દૂર કરવા અને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન પાલનના પ્રેરક નંદકિશોર શર્મા ને પુરસ્કાર અને પ્રશંસા પત્ર એનાયત કરાયા હતા.આ પ્રતિભાઓને પુરસ્કાર અને પ્રશંસા પત્ર એનાયત કરી તેઓની કામગીરીની પણ મુખ્યમંત્રીએ પ્રશંસા કરી હતી. એટલું નહીં પરંતુ તેઓની આ કામગીરી બદલ મુખ્યમંત્રી અને રાજ્ય ગૃહ મંત્રીએ અભિનંદન પણ પાઠવ્યા હતા ગુજરાત સાંસ્કૃતિક યોતા પુરસ્કાર કરતા સુરતના આઠ જેટલા પ્રતિભાઓનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોદ્ધા પુરસ્કાર કાર્યક્રમનું આયોજન સેવ કલ્ચર સેવ નેશન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં, સાંસદ મુકેશ દલાલ, આ પ્રભુ વસાવા, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, સુરત મેયર દક્ષેશ માવાણી, જિલ્લા કલેકટર સૌરભ પારધી, પાલિકા કમિશનર શાલીની અગ્રવાલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જે કાર્યક્રમમાં સંસ્કૃતિનું જતન કરનારા અને દુષ્કર્મ પીડિતાને આશરો આપનાર સુરતના નામી મહિલા વકીલ પ્રતિભા દેસાઈ, શાળા ક્રાંતિના અગ્રદૂત કેશવભાઈ ગોટી, પરિવાર સંવર્ષક ગીતાબેન શ્રોફ, સંસ્કાર જાગરણ દાતા સાબર પ્રસાદ બુધિયા, સંસ્કૃતિ રક્ષિતા કોમલબેન સાવલિયા, યુવા જાગરણના પ્રહરી તરુણ મિશ્રા, ભારતીય ફેશન ડિઝાઈનીંગ આઈકોન સુધા કાકડીયા નાકરાણી, મર્યાદા કાર્યક્રમો ઉપસ્થિત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સંસ્કૃતિ નું જતન કરનારા લોકોનું સન્માન એ ખૂબ મોટો પ્રસંગ છે. સામાન્ય રીતે સંસ્કૃતિની વાત આજના જમાનામાં કોઈના પરિવારના વડીલ અને પરિવાર જોડે બેઠા હોય ત્યારે સંસ્કારની વાત કરે ત્યારે આજના યુવાનો માટે આ વાત બોરિંગ હોય છે. આ લાગણી કોઈ પણ પરિવારમાં અનુભૂતિ ચોક્કસથી થઈ હશે. વેસ્ટર્ન કલ્ચરને આપણે ખૂબ ઝડપથી અપનાવી રહ્યા છે. જેના કારણે આવા પ્રશ્નો હવે સામાન્ય થઈ ગયા છે. બાળકને અલગ દિશાથી સજાવવામાં આવશે તો ખોટી દિશામાં જશે. જોર જબરદસ્તીથી નહિ, સમજણપૂર્વક સમજાવવામાં આવે તો સાચી દિશામાં જશે. પહેલાના સમયમાં શિક્ષકોની ઝાપટ અને લાકડી લોકોને સાચી દિશામાં લઈ જવામાં શિક્ષા આપવામાં આવતી હતી. પરંતુ ધીરે ધીરે સમયમાં બદલાવ આવ્યો છે. વધુમાં રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોષિત કરતા જણાવ્યું હતું કે, પોક્સોનો નિયમ બનાવવામાં આવ્યો છે. જેમાં ૧૮ વર્ષથી નીચેની બાળકી પ્રેમપ્રકરણમાં જતી રહે છે તો પણ પોક્સોની કલમનો ઉમેરો થાય છે. આવા કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે છે. જેમાં આવી ઘટનાઓ પાછળ મોબાઈલ અને ફિલ્મો મૂળ કારણ જવાબદાર હોય છે. સમાજમાં કોના પર વિશ્વાસ કરવો તે દુવિધા છે. ઝઘડિયા કેસ મામલે નિવેદન આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ કેસમાં ઝડપથી ચાર્જશીટ કરી આરોપીને કડક સજા અપાવવવા પ્રયાસ ચાલુ છે. સમાજમાં ક્યાં પ્રકારે અને કેવા લોકો જોડે સંબંધ રાખવો, તેની સમજણ સમાજે આપવી જોઈએ. આવા કાર્યક્રમો થકી એક જીવનને બચાવી શકીએ તો તે સરકારની જીત હશે. આવા કાર્યક્રમોને નીચે સુધી લઈ જવાનો પ્રયાસ કરવો જોઈએ. રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે, આ કોઈ રાજકીય પોઇન્ટ મેળવવા કાર્યક્રમ નથી કરવામાં આવી રહ્યો. સમાજ જીવનને ઉપયોગી માટે કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજે બધા પરિવારમાં આવા પ્રશ્નો આપણે સૌ જોતા હોઈએ છે. સમાજ જીવનમાં સગા ભાઈ જોડે પણ આવી ચર્ચા ક્યારેય કરતા નથી. આપણા સમાજમાં બદલાવ લાવવા યોદ્ધાઓ કામ કરી રહ્યા છે. નાના મોટા લોકોનું સન્માન કરવામાં આવશે તો સમાજ જીવનમાં ચોકસ બદલાવ આવશે. આપણા રાજ્યમાં વૃદ્ધાશ્રમની અંદર વડીલોની સંખ્યા વધવી ન જોઈએ તેની જવાબદારી સરકારની છે. રાજકીય વ્યક્તિ આવું વિચારી જ ન શકે. વૃદ્ધાશ્રમમાં જઈ એક દીકરા અને પરિવારને એક કરવાનું કાર્ય પોલીસ કરે છે જે કાર્યને હજી સફળતા મળી નથી. જે માતા-પિતા ચપ્પલ પસીને દીકરાને ઉછેર્યો હોય અને મોટા થઈ દીકરો તેઓને હાથ પકડી વૃદ્ધાશ્રમમાં જઈ મૂકીને આવે છે. જ્યાં દાદા દાદી હોય ત્યાં બાળકોને સંસ્કારોની જરૂર નથી. દાદા દાદીથી મોટી કોઈ યુનિવર્સિટી નથી. જે લોકો તેમની સાથે હશે, કોર્ટ કચેરી કરતા મોટો છે, ત્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી આપેલ નિવેદનથી ચર્ચાનો વિષય બા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવે તેવા લોકોનો બહિષ્કાર કરવો જોઈએ. તેવા લોકો જોડે કોઈ પણ વ્યવહાર ન કરવો જોઈએ અને ત્યારબાદ જુવો સમાજમાં કેવો બદલાવ આવે છે. સમાજમાં આજની સંસ્કૃતિ ની ચિંતા કરી જતન કરનારા લોકોને હું અભિનંદન પાઠવું છું. કાર્યક્રમમાં ઉપસ્થિતિ રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, એક વ્યક્તિ કેટલો મોટો બદલાવ લાવી શકે તે આપણે જોયું છે. પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીને કારણે આજે અન્ય દેશની નજર ભારત પર છે. નવી શિક્ષણ નીતિ લાવવામાં આવી છે. અહીં બેઠેલા યુવાઓને પુરસ્કારમાં એક લાખ જોઈતા નથી પણ પુરસ્કારથી તેમણે કરેલા કામો સમાજ સુધી પહોંચે તે માટે આ કાર્યક્રમ કરવામાં આવે છે. એક સમયની કહેવત છે કે વીંછી થઈને તે ડંખ મારવાનું નથી છોડતો તો હું સંત થઈને હું કઈ રીતે મારો સ્વભાવ બદલું. તે કહેવત સંતે કહી હતી. આપણી સારી કામગીરી રીલ તરીકે મૂકવી જોઈએ. આપણે એક્ટિવ થવું પડશે. જ્યાં ભેઠા છે ત્યાં પ્રભાવ છે. સોશિયલ મીડિયાનો પ્રભાવ આપણા પર છે. જે પ્રભાવમાંથી બહાર આવવાનો પ્રયાસ કરવો જોઈએ. સરકાર તરીકે સારું કાર્ય કરવા બદલ પ્રોત્સાહિત કરવામાં આવે છે. જે પ્રમાણે વિકાસ વધારવામાં આવી રહ્યો છે, તેને જોતા વિકસિત ભારત બનવાનું છે. પરંતુ દુષણને દૂર લાવવો જરૂરી છે. આવા દૂષણની અંદર કોઈ પણ સપડાઈ શકે છે. જે લોકો બહાર આવી ગયા તેને તો શાંતિ થઈ જશે. ધાર્મિકતા સમજણની વાત છે. કોઈ > વસ્તુની લિમિટ હોવી જોઈએ. પરંતુ લિમિટ ક્રોસ કરો તો કુદરત થપાટ આપે છે. ત્યારબાદ આપણને ખ્યાલ આવે છે. યુદ્ધ પણ લડીએ અને જાગૃતિ પણ લાવીએ. યુવાઓએ ખૂબ સારી શરૂવાત કરી છે, જેને હું અભિનંદન આપું છું. યુવાઓ આમાં ભાગ લેશે તો થણો બદલાવ આવશે. આપના ઉપર આ વસ્તુ આવે ત્યારે ખ્યાલ આવે કે મેં આ વસ્તુ ખોટી કરી હતી. સમાજના દરેક વ્યક્તિ માટે જરૂરી છે કે યુદ્ધ લડવાની સાથે જાગૃતિ જરૂરી છે. આપણી વિરાસત અને સંસ્કૃતિની જાળવણી પ્રધાનમંત્રીની નેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com