દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર સામે ભાજપ કેટલી બેઠકો સાથે વિજય મેળવે છે તે સમય નક્કી કરશે
અમદાવાદ
દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે પૂર્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના કેટલાક કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે.કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા,પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયકને પણ દિલ્હી વિધાનસભા યોજાઈ તે પૂર્વે દિલ્હી વિધાનસભા બેઠકની કામગીરી સોંપવામાં આવી છે.વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકરને નિરીક્ષક તરીકે સેન્સ માટે જોડાવાની કામગીરી પણ સોંપવામાં આવી છે. વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ ખૂબ સારી કામગીરી કરી હતી. મહિનાઓ સુધીનો પ્રવાસ, ચૂંટણીલક્ષી કામગીરી મહારાષ્ટ્ર વિધાનસભામાં વિવિધ બેઠકો ઉપર અમિત ઠાકરે કરી હતી. તેમાં વિવિધ બેઠકોની જીત માટે પણ મહેનતને ધ્યાનમાં રાખીને વધુ એક વખત દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂર્વે તેમને જવાબદારી સોંપવામાં આવી છે.દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર સામે ભાજપ કેટલું કાઠું કાઢે છે? કેટલી બેઠકો સાથે વિજય મેળવે છે? તે તો સમય નક્કી કરશે.