આપણે બધા જાણીએ છીએ કે આલીશાન બંગલો કે મકાન બનાવવા ઘણી જમીનની જરૂર પડે છે, પરંતુ આજે અમે આપને એક એવા બંગલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જમીનથી 400 ફૂટ ઉપર 34મા માળે બનાવવામાં આવ્યો છે. આ આલીશાન બંગલો એક બહુમાળી ઈમારતની છત પર બનાવવામાં આવ્યો છે. આ બે માળનો બંગલો વ્હાઈટ હાઉસ જેવો એકદમ જોરદાર લાગે છે.
આ આલીશાન બંગલો બેંગલુરુના UB સિટીમાં આવેલા કિંગફિશર ટાવરની ઉપર બનાવવામાં આવ્યો છે. આ બંગલો લગભગ 4.5 એકરમાં ફેલાયેલો છે. ખાસ વાત એ છે કે આ બંગલો જમીનથી 400 ફૂટ ઉપર બનાવવામાં આવ્યો છે. આ આલીશાન બંગલામાં સ્વિમિંગ પૂલ, થિયેટર, જીમ સહિતની શાનદાર સુવિધાઓ છે. આ બંગલાની ભવ્યતાનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે અહીં છત પર જ હોલિકોપ્ટર લેન્ડ કરવા માટે હેલિપેડ બનાવવામાં આવ્યું છે. આ બંગલાની આસપાસ ફરવા માટે સ્કાઈ ડેક જેવી સુવિધા છે, જ્યાંથી આખું બેંગલુરુ શહેરને જોઈ શકાય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, આ આલીશાન બંદલો ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાનો છે. આ બંગલાને વિજય માલ્યાએ બનાવડાવ્યો હતો, પરંતુ તે તેમાં રહી ન શક્યો. આપને જણાવી દઈએ કે, બેંગલુરુમાં બનેલા કિંગફિશર ટાવર, યુનાઇટેડ બ્રુઅરીઝ હોલ્ડિંગ્સ લિમિટેડ (વિજય માલ્યાની કંપની) અને પ્રેસ્ટીજ ગ્રુપની વચ્ચે એક જોઈન્ટ વેન્ચર છે.
આ બિલ્ડિંગ બેંગલુરુના સૌથી હાઈ પ્રોફાઈલ લોકેશન UB સિટીમાં બનેલી છે. આ ટાવરમાં એક ફ્લેટની કિંમત આશરે 50 કરોડ રૂપિયાથી પણ વધારે છે. આ સોસાયટીમાં ઘણા અબજોપતિ ઉદ્યોગપતિઓ રહે છે, જેમાં ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ, સુધા મૂર્તિ, ઝેરોધાના નિખિલ કામથ અને બાયોકોનના કિરણ મઝુમદાર શૉ સહિત અન્ય હસ્તીઓનો સમાવેશ થાય છે.