મોંધવારીના માર વચ્ચે સામાન્રાય નાગરિકને રાહત, ઘટી ગયા સિંગતેલ, કપાસિયા તેલના ભાવ

Spread the love

દિવાળી બાદ સતત પડી રહેલા મોંધવારીના માર વચ્ચે ગૃહિણીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. આ મહિનામાં તમારું ખાદ્ય તેલનું બજેટ થોડું ઘટી શકે છે. કારણ કે, ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બરના અંતમાં તરત જ સીંગતેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તો કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો Θ. નવા વર્ષના આગમન વચ્ચે આનંદના સમાચાર રાજકોટમાં આજે ખૂલતા બજારે ખાદ્યતેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર, સિંગતેલમાં ભાવમાં 10 રૂપિયા અને કપાસિયા તેલમાં 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. કપાસિયા તેલના ડબ્બાએ 2075 થી 2120 રૂપિયામાં સોદા થયા. તો સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2455 થી 2505 રૂપિયામાં સોદા થયા હતા. ખાદ્યતેલમાં મંદી ખાદ્યતેલોમાં મંદિના પગલે હજી બે દિવસ પહેલા જ કપાસીયા તેલમાં ૨૦ રૂા. અને સીંગતેલમાં ૧૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. સ્થાનીક બજારમાં ડિમાન્ડના અભાવે આજે કપાસીયા તેલમાં ૨૦ રૂપિયા ઘટ્યા હતા.

કપાસીયા તેલ લૂઝના ભાવ ૧૨૪૫ રૂા. હતા તે ઘટીને બપોરે ૧૨૨પ રૂા. અને કપાસીયા ટીનના ભાવ ૨૦૯૦ થી ૨૧૪૦ રૂા. હતા તે ઘટીને ૨૦૭૫ થી ૨૧૨૦ રૂા. થયા હતા. સીંગતેલમાં પણ ૧૦ રૂા. તૂટતા સીંગતેલ લૂઝ (૧૦ કિ.ગ્રા)ના ભાવ ૧૪૨૫ રૂા. હતા તે ઘટીને ૧૪૧૫ રૂા. અને સીંગતેલ ૨૫૧૫ રૂા. હતા તે ઘટીને ૨૪પપ થી ૨૫૦૫ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. આમ, એક સપ્તાહમાં બીજીવાર ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો થયો છે. જે જનતા માટે રાહતના સમાચાર છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com