ગાંધીનગર
આગામી મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાઓની ચૂંટણીને લઈને જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જુનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાય હતી. જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જુનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે આગામી મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાઓની ચૂંટણીને લઈને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
વધુમાં માંગરોળ મગફળી કૌભાંડ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં કૌભાંડીઓને કોઈ પક્ષ સાથે લેવાદેવા હોતા નથી. આ મામલામાં જે કોઈપણ કૌભાંડી ભાજપના હોય કે, કોંગ્રેસના તેઓને બક્ષવામાં નહીં આવે. તેમજ આવી કોઈપણ પ્રવૃત્તિ સાખી નહીં લેવાય અને તેમાં નિષ્પક્ષ તપાસ કરવા માટે જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સમગ્ર બેઠક દરમ્યાન સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, અરવિંદ લાડાણી, જિલ્લા કલેક્ટર સહિતનાઆગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.