યુનિમાં બનેલા દારુકાંડના વિરુદ્ધમાં પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ આયોજીત કરાયો હતો
બાપુનગરમાં આતંક મચાવનાર સામે પોલીસ કડક થઈ શકતી નથી અને અવાજ ઉઠાવનાર વિદ્યાર્થીઓ સામે પોલીસ દબંગ
અમદાવાદ
હેમચંદ્રાચાર્ય પાટણ યુનિવર્સિટી ખાતે બનેલા દારૂકાંડ મુદ્દે તપાસની માંગ કરનાર પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી ચંદનજી ઠાકોર સહિત એન.એસ.યુ.આઈ.ના કાર્યકરો-આગેવાનો-વિદ્યાર્થીઓ પર રાજકીય દબાણમાં પ્રથમ તો ખોટી ફરિયાદ દાખલ કરી, તેના પછી ખોટા ૫૦ જેટલા નામ ઉમેરી અને વિદ્યાર્થીઓ સાથે મારકુટ કરીને ગેરકાયસરનું કૃત્ય કરી રહેલી પોલિસને અટકાવવા અને જવાબદાર પોલિસની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, તા. ૧૬/૧૨/૨૦૨૪ ના રોજ પાટણ ઉત્તર ગુજરાત યુનિ ખાતે એન.એસ.યુ.આઈ. તેમજ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પુર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓની સાથે યુનિમાં બનેલા દારુકાંડના વિરુદ્ધમાં પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો, તે દરમિયાન કુલપતિને રજુઆત કરવા જતા આગેવાનો તેમજ કાર્યકરોને પોલિસે રજુઆત કરતા અટકાવીને સંઘર્ષની સ્થિતિ પૈદા કરી હતી તેમજ ઘણા કાર્યકરો ઉપર બળપ્રયોગ પણ કર્યો હતો, તેમ છતા કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ એન.એસ.યુ.આઈ. ના કાર્યકરતાઓએ શાંતિપુર્ણ રીતે પોતાનો કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો. ડ્યૂટી પર ના હોવા છતાં પોલીસ કર્મીએ ધારાસભ્ય પર બળ પ્રયોગ કરવા પ્રયત્ન કરેલો. લાફાકાંડને અમે વખોડીએ છીયે પરંતુ પોલીસની કામગીરી નીંદનિય છે. પોલીસ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓને ઢોર માર મારી રહી છે. ભાજપના ઇશારે વિદ્યાર્થીઓ પર દમનકારી વર્તન થઈ રહ્યું છે. બાપુનગરમાં આતંક મચાવનાર સામે પોલીસ કડક થઈ શકતી નથી. અવાજ ઉઠાવનાર વિદ્યાર્થીઓ સામે પોલીસ દબંગ બને છે.
કાર્યક્રમના ૨૪ કલાક પુર્ણ થયા પછી યુનિ દ્વારા કોઈપણ પ્રકારની ફરિયાદ ના આપવા હોવા છતા પોલિસે જાતે ફરિયાદી બનીને ધારાસભ્ય સહિત ૧૪ જેટલા આગેવાનો ઉપર નામજોગ ગંભીર પ્રકારના ગુન્હાની કલમો ઉમેરી રાજકીય દબાણમાં ખોટીરીતે ફરિયાદ દાખલ કરી હતી, તેના પછી તત્કાલિન જ્યાંપણ એન.એસ.યુ.આઈ. ના આગેવાનોની તત્કાલ ખોટી રીતે ધરપકડ પોલિસ દ્વારા કરવામાં આવી અને તેમની સાથે મારપીટ કરવામાં આવી, ધરપકડ કરાયેલા ૧૦ જેટલા આગેવાનોને પોલિસે કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટને આ ફરિયાદ ખોટી લાગતા તમામ આગેવાનોને જામીન ઉપર મુક્ત કર્યા હતા, તેમ છતા રાજકીય દબાણમાં કોર્ટમાં જ એ પાછા ૧૦ આગેવાનોને શાંતિભંગની વધારાની ફરિયાદ નોંધી બીજા ૨૪ કલાક જેલની અંદર રાખવાની માનસીકતા સાથે તેમની ફરી ધરપકડ કરી હતી. નામજોગ ફરિયાદ થઈ હોવા છતા પણ બીજા અન્ય કાર્યકર્તાઓ તેમજ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખોટી રીતે હૈરાન કરવાના ઈરાદા સાથે આશરે ૫૦ જેટલા આગેવાનો કાર્યકર્તાઓ તેમજ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓના ખોટીરીતે નામ ઉમેરીને ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી.
ગઈકાલે રાત્રે યુનિની બોઈઝ હોસ્ટેલમાં રહેતા અને પરીક્ષાની તૈયારી કરતા આશરે ૧૫ જેટલા વિદ્યાર્થીઓને પોલિસે યુનિ હોસ્ટેલમાં જઈ તેમની સાથે મારકુટ કરી તેમની ધરપકડ કરી હતી અને અન્ય પણ વિદ્યાર્થીઓને પકડવા માટે તેમના ઘર સુધી પોલિસ પહોંચી હતી, આમ રાજકીય દબાણમાં ખોટી ફરિયાદ દાખલ કરી, તેના પછી ખોટા ૫૦ જેટલા નામો ઉમેરી અને વિદ્યાર્થીઓ સાથે મારકુટ કરીને ગેરકાયદેસરનું કૉત્ય કરી રહેલી પોલિસને અટકાવવા અને જવાબદાર પોલીસની વિરુધ્ધ કાર્યવાહી કરવા માંગ કરીએ છીએ.પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડીયા અને હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.