પશ્ચિમ રેલવે અમદાવાદ ડીઆરએમ સુધીરકુમાર શર્મા
ફોર લેનમાંથી છ લેનનો રોડ કરવા સામે નડતા અવરોધો અંગે પણ ચર્ચા કરવામાં આવશે અને તેની રજૂઆત કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની કુમાર સમક્ષ કરવામાં આવશે
સારંગપુર બ્રિજથી કાલુપુર બ્રિજ સુધીનો 10 મીટર ઉંચો એલિવેટેડ રોડ,16 માળનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ,બેઝમેન્ટ પાર્કિંગમાં 3300 કાર પાર્ક
અમદાવાદ
પશ્ચિમ રેલવે અમદાવાદના ડીઆરએમ (મંડલ રેલ પ્રબંધક) સુધીરકુમાર શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યના સૌથી મોટા રેલવે સ્ટેશન ગણાતા અમદાવાદ રેલવે સ્ટેશનની રિડેવલપમેન્ટની કામગીરી હાલમાં પુરજોશમાં ચાલી રહી છે. રૂપિયા 2,350 કરોડના ખર્ચે આ ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી 3 વર્ષમાં એટલે કે 2027 સુધીમાં થઈ પૂર્ણ કરવામાં આવશે.નવા સ્ટેશનની ડિઝાઈન કોણાર્ક અને અડાલજ વાવ થીમ પર તૈયાર કરવામાં આવી છે.
સારંગપુર બ્રિજથી કાલુપુર બ્રિજ સુધીનો 10 મીટર ઉંચો એલિવેટેડ રોડ બનાવાશે. તેમજ 16 માળનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ બનશે, જેમાં પાર્કિંગની સાથે રેલવેની ઓફિસ અને મુસાફરો માટે ફૂડકોર્ટ અને રેસ્ટ રૂમ પણ બનાવાશે. દેશમાં ત્રણ રેલવે સ્ટેશનનોને ‘આઇકોનિક’ તરીકે વિકસીત કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી, જેમાં દિલ્હી, મુંબઇની સાથે અમદાવાદ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થયો છે.રેલવે સ્ટેશન પર આવેલી હેરિટેજ ઈમારતોને પણ કોઈ નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખીને કામગીરી કરવામાં આવી રહી છે.
ડેવલપમેન્ટની કામગીરીને પગલે ઘણી ટ્રેનોનું સંચાલન પણ સાબરમતી અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી કરવામાં આવી રહ્યું છે.161 વર્ષ જૂના અમદાવાદના રેલવે સ્ટેશન પર 40 વર્ષથી પણ વધારે સમય પહેલાં તૈયાર થયેલા બિલ્ડીંગને તોડવાનું કામ હાલમાં થઈ રહ્યું છે.બેઝમેન્ટ પાર્કિંગમાં 3300 કાર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. હાલમાં એલિવેટેડ રોડનું કામ ચાલુ છે, કૂલ ત્રણ સ્તર પર કામ ચાલી રહ્યું છે. રોડ મોટા બનશે અને નીચેથી કોઈએ આવવું ન પડે તે માટે એલિવેટડ રોડ બનશે, આ સાથે જ બ્રિજને જોડતો એલિવેટેડ રોડ પણ બનશે.
આ સિવાય ટ્રેન, મેટ્રો, Amts, બુલેટ ટ્રેન, brts અને રીક્ષા બધાને એક સાથે લાવવાના છે. જેથી મુસાફરોને સ્ટેશનમાંથી બહાર નીકળ્યા વગર રેલવે, મેટ્રો ટ્રેન, બસ અને રીક્ષા પકડી શકાય. કાલુપુરમાં પાર્સલ બિલ્ડીંગમાં ઉપર સુધી કામ આવી ગયું છે અને સ્ટેશન બિલ્ડિંગમાં મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે આ જગ્યા પર બે બેઝમેન્ટ પાર્કિગ પણ લોકોના વ્હીકલ પાર્ક કરવા માટે બનાવવામાં આવશે.પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સ્ટેશનને વિશ્વ-કક્ષાના મલ્ટિ-મોડલ ટ્રાન્ઝિટ હબમાં પરિવર્તિત કરવાનો છે.પ્રોજેક્ટ માત્ર સ્ટેશનની ક્ષમતાને ત્રણ લાખ દૈનિક મુસાફરો સુધી વધારશે એટલું જ નહીં પરંતુ તેને આધુનિક અને ઇકો-ફ્રેન્ડલી હબમાં પણ પરિવર્તિત કરશે. તે 35 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું હશે.ડિઝાઇન અને માળખું ન્યૂ યોર્કની હડસન હાઇલાઇનથી પ્રેરિત છે, જેમાં બુલેટ ટ્રેન માટે ઉપરનું સ્તર, પરંપરાગત ટ્રેનો માટે ગ્રાઉન્ડ લેવલ અને સબવે માટે ભૂગર્ભ સ્તરનો સમાવેશ થાય છે.
મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબઃ સ્ટેશન પર 16 માળનું મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવશે, જેમાં પાર્કિંગ, ઓફિસ, હોટેલ, ગાર્ડન અને મોલ્સ જેવી સુવિધાઓનો સમાવેશ થશે.આધુનિક મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબને પ્રતિબિંબિત કરે છે, જેમાં ઇકો-ફ્રેન્ડલી આર્કિટેક્ચર, ગ્રીન વિસ્તારો અને સંકલિત પરિવહન સુવિધાઓ છે.ડિઝાઇન અમદાવાદના સાંસ્કૃતિક વારસાને સમાવિષ્ટ કરીને વિશ્વ કક્ષાનું સ્ટેશન બનાવવાના વિઝનથી પ્રેરિત છે.
અમદાવાદમાં કાલુપુર રેલ્વે સ્ટેશનનો રોડ હાલમાં ફોર લેન છે તેને સિક્સ લેન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.ફોર લેનમાંથી છ લેનનો કરવા સામે નડતા અવરોધો અંગે પણ ચર્ચા કરવામાં આવશે અને તેની રજૂઆત કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની કુમાર સમક્ષ કરવામાં આવશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારી વિનીત અભિષેક, અમદાવાદ પશ્ચિમ રેલવેના વરિષ્ઠ જન સંપર્ક અધિકારી સુનિલ સિંહ સહિત અન્ય અધિકારીઓ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કામગીરીની સમીક્ષા કરવા માટે હાજર રહ્યા હતા.