ગિફટસિટી કે ભેંસોનો તબેલો? શહેરના રોડ રસ્તા પરથી ઢોરો હટાવ્યા બાદ ગિફ્ટ સિટીમાં પ્રયાણ?

Spread the love

ગિફ્ટસિટીની લીલોતરી ટૂંકા દિવસોમાં ગાયબ થાય તેવી શક્યતા

દારૂ પીવાની અને દારૂ વેચવાની મંજૂરી ગિફ્ટ સિટીને મળતા અનેક દારૂના શોખીન હોય અનેક બોટલ ઢીંચી નાખી ત્યારે હવે ભેંસો પણ ઢીંચવા આવી હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે ત્યારે બહારથી વિદેશ થી રોકાણકારો આ જુએ તો ગિફ્ટ સિટીનું લેબલ ફિફ્ટીસીટી થઈ જાય કે નહીં?

 

ગાંધીનગર

ગુજરાતના વિકાસ માટે અને વર્લ્ડના બિઝનેસમેનો માટે ગુજરાતના પાટનગરમાં ગિફટ સિટી જે આકાર પામી છે તેમાં વિદેશથી લોકોએ અહીંયા કાર્યાલય ખોલવામાં આવ્યા છે, ત્યારે ગિફ્ટ સિટીનો નજારો હવે ભેંસો થી બદલાયો છે, ગિફ્ટ સિટીની રોનક એટલે ગ્રીન સિટી લીલોતરી હવે ભેસો ચરી રહી છે, ગુજરાતમાં ફકત ગિફટ સિટીમાં અત્યારે દારૂ દુકાન ખોલવાની મંજૂરી આપી છે, ત્યારે માણસો તો ગટગટાવે પણ હવે ભેંસો પણ ગટગટાવી આવી રહી છે ગિફટસિટીમાં કોઈ પરીંદા અને પક્ષી પણ ના આવી શકે, ત્યારે કહેવત છે કે કીડી પણ અંદર ના જઈ શકે, ત્યારે અહીંયા
તો હાથીઓના હાથીઓ હોય તેમ ભેંસો ઘૂસી ગઈ છે, બાકી હવે ચરવા માટે ભેંસો ને મજા પડી ગઈ છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *