
રાજકોટ
રાજકોટની પાયલ હોસ્પિટલના CCTV વાઈરલ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.અમદાવાદ સાયબર ક્રાઇમે પાયલ હોસ્પિટલ CCTV ફૂટેજ લીકકાંડ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. સાયબર ક્રાઇમે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે.જેમાંથી 2 આરોપીઓ મહારાષ્ટ્રના વતની છે. ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં હતી. સાયબર ક્રાઈમે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. મેટ્રો કોર્ટે એક આરોપીના 27 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે બીજા 2 આરોપીના 3 માર્ચ સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમે ત્રણ આરોપીને ઝડપ્યા હતા.CCTV વાયરલ કરનાર આરોપીઓ એક વર્ષથી ટેલીગ્રામ મારફતે ન્યૂડ વીડિયો આપ લે કરતા હોવાનું તપાસમાં ખુલાસો થયો હતો. આરોપીએ 9 મહિનામાં જ 50 હજારથી વધુ CCTV હેક કર્યા હતા.
પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક કરીને વેચનારા વધુ ત્રણ આરોપીની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. હેકર્સ ટેલિગ્રામના માધ્યમથી CCTV હેક કરવાનું શીખ્યા હતાં. 9 મહિનામાં 50 હજારથી વધુ સીસીટીવીના ફૂટેજ મેળવી આ ફૂટેજને ટેલિગ્રામ ચેનલ પર વેચતા હતાં. જોકે, હજુ એક આરોપી ફરાર છે. જેની પોલીસ શોધખોળ કરી રહી છે. ત્રણ આરોપીમાંથી એક આરોપી સુરતનો હોવાનું સામે આવ્યું છે, જ્યારે બે આરોપી મહારાષ્ટ્રના છે. સુરતના પરીત ધામેલિયાએ પાયલ હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કર્યા હતાં. જ્યારે મહારાષ્ટ્રના રાયન રોબીન પરેરાએ હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કરવાની સાથે ટેલિગ્રામ આઇડી પર વીડિયોનું વેચાણ કર્યું હતું.
આ કિસ્સામાં મહત્વની અપડેટ એ પણ સામે આવી છે કે, આરોપીઓ હોસ્પિટલની સાથે-સાથે બેડરૂમ, શાળા-કોલેજ, ખાનગી ઓફિસના સીસીટીવી ફૂટેજ પણ હેક કરતા હતા. અત્યાર સુધી એટલે કે, નવ મહિના દરમિયાન તેમણે 50 હજાર જેટલા સીસીટીવી હેક કરી ચૂક્યા છે, જે અંગે તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન ચોકાવનારી વિગત સામે આવી છે કે, આરોપીઓ મહત્તમ હોસ્પિટલ અને બેડરૂમના સીસીટીવી ફૂટેજ હેક કરતા હતાં. કારણ કે, સોશિયલ મીડિયામાં વિકૃત માનસિકતા ધરાવતા લોકોમાં તેની ડિમાન્ડ વધુ હતી અને પૈસા પણ મળતા હતા.