કેરળ
કેરળના કાસરગોડમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગુરુવારે રાત્રે લગભગ ૮ વાગ્યે ૪૬ વર્ષનો એક શખ્સ દર્દથી પીડાતા જિલ્લા હોસ્પિટલમાં આવ્યો હતો, કેમ કે તેના જીવને ખતરો હતો. દર્દીએ ડોક્ટર્સને પોતાની તકલીફ બતાવી તો તેઓ પણ ચોકી ગયા. તેના પ્રાઈવેટ પાર્ટમાં ૧.૫ ઈંચનો નટ ફસાઈ ગયો હતો. પીડિત વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ સોજાઈ ગયો હતો. તે યુરિન પાસ કરી શકતો નહોતો. તે વ્યક્તિ ધોબીનું કામ કરે છે. ડોક્ટર્સે નટ કાઢવાની ખૂબ કોશિશ કરી, પણ તેઓ સફળ થયા નહીં. ત્યારબાદ ફાયરની ટીમની બોલાવી, તેમણે મદદ કરી. ફાયર અધિકારી કે.એમ. શિઝના નેતૃત્વમાં ફાયરની ટીમની મદદથી એક કલાકની મહેનત બાદ નટને કાપીને પીડિત વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાંથી તેને હટાવવામાં આવ્યો. અહીં નટને ખૂબ જ સાવધાનીપૂર્વક કાપવામાં આવ્યો. નાની એવી ચૂક પણ જીવલેણ સાબિત થઈ શકતી હતી. કટરથી કાપતી વખતે નટ ગરમ થવાના કારણે પીડિતને બળતરા થવાનો ખતરો હતો. તેનાથી બચવા માટે પ્રાઈવેટ પાર્ટ પર પાણી નાખીને ઠંડુ કરતા રહ્યા. તેના કારણે ઓપરેશનમાં લાંબો સમય લાગ્યો. ફાયરની ટીમે બંને તરફથી નટ કાપીને હટાવ્યો અને પીડિતનો જીવ બચાવ્યો. પીડિત વ્યક્તિએ જણાવ્યું કે, “જ્યારે તે નશામાં હતો, ત્યારે અમુક લોકોએ તેના પ્રાઈવેટ પાર્ટમાં નટ ફસાવી દીધો.” આ શખ્સે બે દિવસ તો જાતે કાઢવાની કોશિશ કરી, પણ આવું કરી શક્યો નહીં. અસહય દુઃખાવો થતાં અને યુરિન પાસ કરવામાં તકલીફ થતાં આખરે તેને હોસ્પિટલમાં જવું પડયું.