ગુજરાત યુનિવર્સિટીએ કુ. જ્યોતિ બલરામ કુમાવત અને કોચ-મેનેજર પ્રો. વિજયકુમાર ચૌધરીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી
અમદાવાદ
ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિ. સાયકલિંગરોડ (બહેનો) ચેમ્પિયનશિપ મહારાજા ગંગાસિંહ યુનિ. બિકાનેર ખાતે તા. 10 થી 13 એપ્રિલ-25 રમાયેલ હતી. આ ટુર્નામેન્ટમાં 70 જેટલી યુનિવર્સિટીની ટીમોના 350થી વધુ ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. તેમાં ગુજરાત યુનિવર્સિટીની કુ. જ્યોતિ બલરામ કુમાવતે માસ ટ્રાયલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.તેમની સાથે કોચ/મેનેજર તરીકે પ્રો. વિજયકુમાર ચૌધરીએ સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું અને ઓલ ઈન્ડિયા કક્ષાએ ગુજરાત યુનિવર્સિટીનું નામ રોશન કરેલ છે.
જે બદલ ગુજરાત યુનિવર્સિટી કુ. જ્યોતિ બલરામ કુમાવત અને કોચ-મેનેજર પ્રો. વિજયકુમાર ચૌધરીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે.
