
ભારત અને દુનિયામાં સતત વધી રહેલી હવાઈ દુર્ઘટનામાં ઈટલીમાં એક ટુ સીટર વિમાન અચાનક જ ગડથોલીયા ખાઈને હાઈવે પર તૂટી પડયું હતું અને તેમાં 75 વર્ષના પાઈલોટ તથા સાઈઠ વર્ષના યાત્રીકનું મોત થયું હતું. આ દુર્ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. ઈટલીના બ્રેશીયા પ્રાંતમાં આ દુઘટના બની હતી. આકાશમાં ઉડી રહેલું વિમાન અચાનક જ પતંગની માફક ગોથાવા ખાવા લાગ્યું હતું અને થોડી મીનીટોમાં હાઈવે પર જતા વાહનોની ઉપર પડયું હતું જેના કારણે અહીંથી પસાર થઈ રહેલા એક ટેન્કરમાં પણ આગ લાગી ગઈ હતી. જેના ડ્રાઈવર ઈજાગ્રસ્ત બન્યા હતા. પરંતુ વિમાનમાં એક પુરૂષ પાઈલોટ તથા મહિલા પ્રવાસી સફર કરી રહ્યા હતા તે બન્નેના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં અન્ય વાહનોને પણ નુકશાન થયું છે.