રશિયા પછી હવે ચીને ભારત સાથે વેપાર સંબંધોમાં મોટું પગલું ભર્યું છે અને કહ્યું છે કે અમારું બજાર ભારતીય ઉત્પાદનો માટે ખુલ્લું છે. દિલ્લીમાં સ્થિત ચીનના રાષ્ટ્રદૂત શૂ ફેઇહોંગે ગુરુવારે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે તમામ ભારતીય ઉત્પાદનોને ચીની બજારમાં આવકારીએ છીએ.
એટલે કે ચીન હવે ભારતીય ઉત્પાદનો માટે પોતાનું બજાર ખુલ્લું કરવાની તૈયારીમાં છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર નવા અને ભારે આયાત શુલ્ક (ટેરિફ) લગાવ્યા છે, જેના કારણે ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં દબાણ વધી ગયું છે. ચીન આ પરિસ્થિતિને એક તક તરીકે જોઈ રહ્યું છે.
અમેરિકાના ટેરિફનો તીવ્ર વિરોધ, ચીન ભારત સાથે છે
ચીનના રાજદૂતે કહ્યું કે, અમેરિકાએ ભારત પર 50% સુધીના ટેરિફ લગાવ્યા છે, જેનો અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ. ચુપ રહેવું એ દબંગાઈને પ્રોત્સાહન આપે છે. ચીન ભારત સાથે મજબૂતપણે ઉભું રહેશે.
ટેરિફ અને વેપાર યુદ્ધ સમગ્ર આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને ખોરવી રહ્યા છે
તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત અને ચીન વચ્ચે ટીમવર્ક અને સહકાર અત્યંત જરૂરી છે. ટ્રમ્પ સરકારની ટેરિફ નીતિ પર સીધી ટીકા કરતા ચીનના રાજદૂતે કહ્યું કે ટેરિફ અને વેપાર યુદ્ધ સમગ્ર આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને ખોરવી રહ્યા છે, જેના પરથી સૌથી વધુ ફાયદો અગાઉ અમેરિકાને જ થયો હતો.
ચીનના આ પગલાના બે મુખ્ય ઉદ્દેશ
ચીને અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ચીન-ભારત એકબીજાના વિકલ્પ બની શકે છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, ચીનના આ પગલાના બે મુખ્ય ઉદ્દેશ છે, ભારતને આર્થિક આશ્વાસન આપવું અને અમેરિકાને સંકેત મોકલવો કે એશિયામાં તેના વિરૂદ્ધ વિકલ્પ હાજર છે. યાદ રહે કે ચીન અને ભારત વચ્ચે ભલે સીમા સંબંધિત વિવાદો ચાલુ હોય, પરંતુ વેપાર બંને માટે હંમેશા મહત્વનો રહ્યો છે. ભારતથી ચીનમાં લોહતત્વ , ઔષધિઓ અને દરિયાઈ ઉત્પાદનો મોટા પ્રમાણમાં જતા રહે છે. હવે સૌની નજર એ દિશામાં છે કે શું ભારત સરકાર ટ્રમ્પના દબાણ સામે ચીનના આ ઑફર તરફ આગળ વધશે કે નહીં?
ભારત-ચીન એશિયાનું ડબલ એન્જિન છે
ચીનના રાજદૂતે જણાવ્યું કે ભારત-ચીન સંબંધો આખા એશિયા માટે લાભદાયક છે. અમે એશિયાની આર્થિક વૃદ્ધિના બે મોટાં એન્જિન છીએ. ખાસ પ્રતિનિધિ સ્તરે થયેલી વાતચીતમાં મહત્વપૂર્ણ સમજૂતી પણ છે. અમે સાથે મળીને નવી દિશા ઊભી કરીશું. ચીન ભારતીય ઉત્પાદનોને પોતાના બજારમાં પ્રવેશ આપવા માટે સ્વાગત કરે છે