વોશિંગટન: ભારત સાથે ટેરિફ વિવાદની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક મોટી જાહેરાત કરી દીધી છે. અમેરિકાના લગભગ 5 કરોડ 50 લાખ વિઝા ધારકોનું રિવ્યૂ શરુ કરી દીધો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયનો ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે અમેરિકામાં રહેતા વિદેશી નાગરિકોમાંથી કોણે ગુનો કર્યો છે. વિઝા રુલ્સનું ઉલ્લંઘન કર્યું છે?
કોણે અમેરિકામાં રહેતા અયોગ્ય આચરણ અને વ્યવહાર કર્યો છે. જો રિવ્યૂમાં આરોપ સાબિત થશે તો વિઝા રદ કરી લોકોને અમેરિકામાંથી બહાર કાઢવામાં આવશે.
આ નિર્ણયથી ભારત પર શું અસર થશે
અહીં ઉલ્લેખનિય છે કે વિઝાની રિવ્યૂ પ્રોસેસમાં વિઝા હોલ્ડર્સની સોશિયલ મીડિયા પ્રોફાઈલની તપાસ સાથે સાથે તેમના ઓવરસ્ટે સાથે જોડાયેલા રેકોર્ડ તથા અમેરિકામાં તેમના દ્વારા કરવામાં આવેલા કાયદાના ઉલ્લંઘનનું પણ આકલન કરવામાં આવશે. અમેરિકાના વિઝા રિવ્યૂ નિર્ણયથી મોટા પાયે ભારતીયો પ્રભાવિત થશે. કારણ કે હાલમાં 50 લાખથી વધારે ભારતીયો પાસે અમેરિકાના વિઝા છે. આ ઉપરાંત 50 લાખથી વધારે ભારતીયો પાસે અમેરિકા જવા માટે માન્ય નોન ઈમિગ્રેટ વિઝા છે. રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે અત્યાર સુધીમાં 6000 વિદ્યાર્થીઓના વિઝા રદ કરી ચુક્યા છે. સાથે જ વિઝાને લઈને કડક નિયમો પણ લાગૂ કર્યા છે કે વિઝા માટે અરજી કરવા માટે ઈન્ટરવ્યૂ ફરજિયાત છે.
આ વિઝા ધારકો પર રહેશે ફોકસ
અમેરિકાના વિઝા ડિપાર્ટમેન્ટ તરફથી કહેવાયું છે કે રાષ્ટ્રીય અને પબ્લિક સિક્યોરિટના ઉદ્દેશ્યથી વિઝા રિવ્યૂ શરુ કર્યા છે. રિવ્યૂ અંતર્ગત પણ એ વિઝા ધારકો પર નજર રહેશે, જે ફિલિસ્તીન સમર્થક અથવા ઈઝરાયલ વિરોધી ગતિવિધિઓમાં સામેલ મળશે. ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્ર પ્રમુખનું પદ સંભાળ્યા બાદ 6000થી વધારે સ્ટૂડન્ટ વીઝા રદ કરી ચુક્યા છે. જેમાં વિઝાના ટાઈમ પીરિયડથી વધારે સમય સુધી રહેનારા, મારપીટ કરનારા અને નશામાં ગાડીઓ ચલાવવાના કારણે રદ કર્યા છે. 200-300 કેસ આતંકવાદ સમર્થન સાથે જોડાયેલા હતા.