3600 ટન સિમેન્ટ અને 4400 ટન સ્ટીલથી ભરાશે સ્લેબ, અમદાવાદ નજીક આકાર લઈ રહ્યુ છે વિશ્વનું સૌથી મોટુ મંદિર, આ છે વિશેષતાઓ

Spread the love

 

અમદાવાદ નજીક જાસપુરમાં 100 વિઘા જમીન પર વિશ્વના સૌથી મોટા મંદિરનું નિર્માણ વિશ્વ ઉમિયાધામ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. હજુ આ મંદિરના 1551 ધર્મસ્તંભોનુ કાર્ય પૂર્ણ થઈ ચુક્યુ છે. અને હવે આ મંદિરનો સ્લેબ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

મંદિરના આધાર માટે સ્લેબ ભરવાની કામગીરી 4 થી 7 સપ્ટેમ્બર દરમિયાન સતત 72 કલાક સુધી ચાલશે.

ક્રિકેટના મેદાન જેટલુ હશે ફાઉન્ડેશન

આ સ્લેબ કાસ્ટીંગ 450 ફુટ લંબાઈ, 400 ફુટ પહોંળાઈ અને 8 ફુટ ઉંચાઈ સુધી ભરવામાં આવશે. જેમા 24 હજાર મીટર સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે. આ ક્રોંક્રીટ ફાઉન્ડેશન એક ક્રિકેટના મેદાન જેટલુ મોટુ હશે. જેમા 600 થી વધુ શ્રમિકો, કારીગરો, સુપરવાઈઝર અને અન્ય લોકો કામ કરશે. વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના અધ્યક્ષ આર.પી. પટેલે જણાવ્યુ ઉમિયા માતાજીના મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહ્યુ છે અને હાલમાં સ્લેબ ભરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

પરિસરમાં શું શું હશે?

સમગ્ર વિશ્વમાં ધાર્મિક ક્ષેત્રે આ પ્રથમ અને ભારતમાં તમામ શ્રેણીઓમાં સૌથી મોટુ ક્રોંક્રીટ ફાઉન્ડેશન હશે, જે ખુદ એક રેકોર્ડ હશે. આ સ્લેબ કાસ્ટીંગ 450 ફુટ લંબાઈ, 400 ફુટ પહોળાઈ અને 8 ફુટ ઉંચાઈ સુધી ભરવામાં આવશે. જેમા 24 હજાર મીટર ક્રોંક્રીટનો ઉપયોગ કરવામાં આવશે. જેને બનાવવા માટે 600 થી વધુ શ્રમિકો, કારીગરો અને સુપરવાઈઝર સહિત અન્ય લોકો કામ કરી રહ્યા છે.
મંદિર નિર્માણની સાથોસાથ પરિસરમાં એક કૌશલ વિશ્વવિદ્યાલય, રમતનું મેદાન, છાત્રાલય, પ્રતિયોગી પ્રશિક્ષણ કેન્દ્ર બનાવવામાં આવશે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય સમાજની સમગ્ર વિકાસ ગતિવિધિઓને વધારીને તમામને જોડવાનો છે.

મંદિરની વિશેષતાઓ

  • આ મંદિર 100 વિઘા જમીન પર 1000 કરોડ રૂપિયાના ખર્ચે બનનારો એક સામાજિક પ્રોજેક્ટ છે.
  • મંદિરની ઉંચાઈ 504 ફુટ છે. જેમા 300 ફુટની ઉંચાઈ પર આવેલી વ્યુ ગેલેરી પરથી અમદાવાદનું દૃશ્ય જોઈ શકાશે
  • એક સમયે 10 હજાર લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા હશે
  • મંદિરમાં લિફ્ટ અને યાત્રીકોની વ્યવસ્થા પણ હશે
  • આ મંદિરના નિર્માણમાં શિવ-શક્િની મૂર્તિઓ જમીનથી 51 ફુટની ઉંચાઈ પર સ્થાપિત કરવામાં આવશે.
  • મંદિર નિર્માણ કૈલાશ અને સોમનાથને જોડનારી લાઈન પર કરવામાં આવી રહ્યુ છે.
  • મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠામહોત્સવ ડિસેમ્બર 2027માં કરવામાં આવશે.
  • આ મંદિર આસ્થા, ઊર્જા અને એક્તાનું પ્રતિક હશે
  • આ મંદિરની વાસ્તુકલા ભારતીય-જર્મન ડિઝાઈન મિશ્રીત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *