પંજાબના જલંધરમાં એક ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક થવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ ફેક્ટરીની અંદર લગભગ 30થી વધુ લોકો ફસાયા હતા. જેમને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર ટીમે ગેસને કાબૂમાં લેવા માટે મશીનો લગાવી દીધા છે અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ફેક્ટરીમાં 30થી વધુ લોકો હતા. જેમને પાછળની બાજુથી બહાર કાઢવામાં આવ્યા છે. ગેસ લીકેજ થવાનું કારણ હજુ સામે આવ્યું નથી. અધિકારીઓનું કહેવું છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં મોકલવાની તૈયારી પણ કરવામાં આવી છે. પોલીસે આસપાસના વિસ્તારને ખાલી કરાવવા અને લોકોને સલામત સ્થળે પહોંચવા અપીલ કરી છે.
દિવાલ તોડીને લોકોને બહાર કાઢવામાં આવ્યા
ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કંટ્રોલ રૂમમાં માહિતી મળી હતી કે ગેસ લીકેજને કારણે લોકો ફેક્ટરીમાં ફયાસા છે. ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી. આ દરમિયાન પહેલા પાછળની બાજુની દિવાલ તોડી. અને લોકોને બહાર કાઢવાના પ્રયાસો કર્યા. ક્રેનની પણ મદદ લેવામાં આવી. જે લોકોની તબિયત વધુ ગંભીર હતી તેમને સીધા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ગેસને કારણે આજુબાજુના રહેણાંક વિસ્તારોના કેટલાક લોકો પણ પ્રભાવિત થયા હતા.
એમોનિયા પ્લાન્ટ બંધ કરવાનું કામ ચાલી રહ્યું છે. સાથે જ પહેલા અમે પરિસ્થિતિને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, આ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. પંજાબ સરકારની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.