
ઓપરેશન સિંદુર સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી તેવા વિદેશમંત્રી એસ.જયશંકરના દાવા વચ્ચે હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીનું નામ લઈને કહ્યું છે કે મે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું પરમાણું યુદ્ધ રોકાવ્યુ હતું. શ્રી ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કેબીનેટ બેઠક સમયે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, મે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને પાકિસ્તાનને પણ ચેતવણી આપી હતી કે જો બન્ને દેશો વચ્ચેનો તનાવ ચાલુ જ રહેશે તો અમેરિકા સાથેનો વ્યાપાર સમજુતી ઠપ્પ થઈ જશે.
ટ્રમ્પે જણાવ્યું કે, મારી આ ચેતવણીના કલાકોમાંજ ભારત-પાક વચ્ચેના યુદ્ધનો અંત આવ્યો હતો. ટ્રમ્પે ત્યાં સુધી કહ્યું કે મે મોદી સાથે વાત કરી હતી તે શાનદાર વ્યક્તિ છે.
મે પૂછયું કે પાકિસ્તાન સાથે શું થઈ રહ્યું છે મે પછી પાકિસ્તાન સાથે વાત કરી હતી અને વ્યાપાર મુદે ચેતવણી આપી હતી. તેઓએ પાકને ઉંચા ટેરીફની ધમકી આપી હોવાનું ટ્રમ્પે જણાવ્યું હતું. કહ્યું કે તમારું માથું ફરી જશે. તમો પરમાણું યુદ્ધ કરવા માંગો છો પણ હું તે થવા દઈશ નહી. ટ્રમ્પે અગાઉ ભારત-પાક યુદ્ધમાં સાત વિમાનો તોડી પડાયાનો દાવો કર્યો હતો પણ તેના કોઈ પુરાવા આવ્યા ન હતા.