
બે દિવસ અગાઉ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવીને અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં ખોડલધામ ગ્રાઉન્ડ પર જાહેરમાં સંબોધન કરીને કરોડોના વિકાસ કાર્યોના ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરાવ્યા હતા આ બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આગામી 30 અને 31 ઓગસ્ટે અમિત શાહ ગુજરાત મુલાકાતે આવવાના છે. અમદાવાદ શહેરમાં નગરદેવી ભદ્રકાળી મંદિરે દર્શને જશે. ત્યારબાદ નવનિર્મિત સરદારબાગનું લોકાર્પણ કરશે.
મળતી માહિતી અનુસાર, 25 અને 26 ઓગસ્ટે પીએમ મોદી બે દિવસ ગુજરાતની મુલાકાત લીધી હતી. જે બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ બાદ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદમાં અમિત શાહ લાલ દરવાજા પાસે આવેલા ભદ્રકાળી મંદિરે આવી દર્શન કરશે. ત્યારબાદ નવનિર્મિત સરદારબાગનું લોકાર્પણ કરશે. અમિત શાહ પોતાના લોકસભા મતવિસ્તારમાં જુદાજુદા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. જુદાજુદા આરોગ્ય હેલ્થ સેન્ટરની પણ અમિત શાહ મુલાકાત લેવાના છે. પીએમ મોદી બાદ અમિત શાહની ગુજરાત મુલાકાત મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. ગાંધીનગરમાં આવેલા જૈન આચાર્ય પ્રેક્ષા વિશ્વભારતીના દર્શને જશે. જ્યાં તેઓ જુદી જુદી જગ્યાએ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ રહેશે હાજર.