ઘણીવાર લોકો પોતાની સંપત્તિનું રક્ષણ કરવા માટે વસિયત બનાવે છે. આનાથી વિભાજન પણ સરળ બને છે. આ ઉપરાંત, તેઓ નોમિનીનો વિકલ્પ પણ પસંદ કરે છે. પરંતુ ઘણી વખત લોકો નોમિની કરવાનું ભૂલી જાય છે અથવા યોગ્ય સમયની રાહ જુએ છે. પરંતુ તે દરમિયાન, કમનસીબે, તેમના મૃત્યુને કારણે, તેમની મિલકતની સંભાળ રાખવા માટે કોઈ વારસદાર નથી.
આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે ,આવી મિલકતનું શું થાય છે અને જો કોઈ વારસદાર ન હોય, તો તે મિલકતની સંભાળ રાખવાની જવાબદારી કોણ લેશે અને આ મિલકત કેવી રીતે મેળવી શકાય.
ભારતીય કાનુન હેઠળ કાનુની ઉત્તરાધિકારી માટે અલગ અલગ નિયમો હોય છે. જેમાં અલગ અલગ ધર્મો અને વર્ગોમાં વહેંચાયેલું છે. તેમાં પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ અલગ નિયમો છે.
હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ અનુસાર હિંદુ, જૈન, શીખ અને બૈદ્ધ પરિવાર સંપત્તિ માટે કાનુની ઉત્તરાધિકારી પ્રમાણપત્રનો દાવો કરી શકે છે પરંતુ આ કાનુન પુરુષ અને મહિલાઓ પર અલગ અલગ તરીકે લાગુ કરવામાં આવે છે.
પુરુષો અને સ્ત્રીઓ માટેના નિયમો જો કોઈ પુરુષ વસિયતનામા છોડ્યા વિના મૃત્યુ પામે છે, તો તેની મિલકત તેના કાયદેસર વારસદારોમાં વહેંચવામાં આવશે. આ વર્ગ 1 અને વર્ગ 2 હેઠળ આવે છે. વર્ગ 1 ના વારસદારોમાં મૃતકના પુત્ર, પુત્રી, પત્ની અને માતાપિતાનો સમાવેશ થાય છે.
હિન્દુ ઉત્તરાધિકાર કાયદાના વર્ગ-1 હેઠળ, મૃતકની મિલકત તેના પરિવારના સભ્યોમાં સમાન રીતે વહેંચવામાં આવશે.
તો હવે આપણે વર્ગ 2 હેઠળ કોણ ઉત્તરાધિકારી હોય તેના વિશે જાણીએ, તો હિંદુ ઉત્તરાધિકારી અધિનિયમની કલમ II એટલે કે વર્ગ 2 હેઠળ, સંબંધીઓ સહિત પરિવારના સભ્યો મૃત વ્યક્તિની મિલકતનો દાવો કરી શકે છે. આવી સ્થિતિમાં, મૃતકની પેઢીના સૌથી નજીકના સભ્યને મિલકતનો દાવો કરવાનો અધિકાર મળે છે.
જો આ શ્રેણીમાં કોઈ દાવેદાર હોતા નથી તો મૃત વ્યક્તિની સંપત્તિ તેના સંબંધીઓને વેંચવામાં આવે છે.ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો,મૃત પુરુષના મામલામાં તેના પિતા, પૌત્રીના બાળકો, ભાઈઅને બહેન પહેલી શ્રેણીમાં સંપત્તિનો દાવો કરી શકે છે. તેમજ લગ્ન ન કર્યા હોય અને પુરુષનું મૃત્યું થાય તો તેની સંપત્તિ ભાઈ,બહેન અને તેના પિતાને આપવામાં આવે છે.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)