ગુજરાત પોલીસના માળખામાં થઈ શકે ફેરફાર, મહેસાણા, કચ્છ-મોરબી રેન્જ બનાવવાની કવાયત

Spread the love

 

ગુજરાત પોલીસના માળખામાં મોટા ફેરફારની તૈયારી ચાલી રહી છે. અમદાવાદમાં ઝોન 8 ડીસીપી કચેરી ઉપરાંત, મહેસાણા અને કચ્છ-મોરબી રેન્જ બનાવવાની કવાયત ચાલી રહી છે. આ બદલાવનું મુખ્ય કારણ ગાંધીનગરમાં એસપીને બદલે પોલીસ કમિશનરેટ કાર્યરત કરવાની કવાયત છે. ગાંધીનગર કમિશનરેટ બનતા બોર્ડર રેન્જમાંથી પાટણ, બનાસકાંઠાને બાકાત કરી નવી મહેસાણા રેન્જનો ઉમેરો થઈ શકે છે.

બોર્ડર રેન્જમાંથી બાકાત થનારા પૂર્વ અને પશ્ચિમ કચ્છ એસપીની સાથે મોરબીને ઉમેરી નવા કચ્છ-મોરબી રેન્જ આઈજી બનાવાય તેવી સંભાવના છે. આમ રાજ્યમાં રેંજ આઈજીપીની સંખ્યા 9થી વધીને 10 થઈ શકે છે. આ ઉપરાંત સતત વસતી અને વિસ્તાર વધવાથી અમદાવાદમાં આઠમી ડીસીપી કચેરી એટલે કે ઝોન 8 અમીલ બનાવવાની કવાયત ચાલતી હોવાનું સુત્ર પાસેથી જાણવા મળ્યું છે.

ગુજરાત પોલીસ બેઠામાં મોટા ફેરફારો થઇ શકે છે, સુત્રો તરફથી માહિતી છે કે, આગામી સમયમાં ગુજરાત પોલીસમાં રેન્જ અને કમિશનરેટની પૉઝિશનને લઇને મોટા ફેરફારો આવી શકે છે. ગુજરાત રાજ્ય પોલીસમાં 3 નવી રેન્જ વધી શકે છે, જે અંતર્ગત મોરબી રેન્જને રાજકોટ રેન્જમાંથી અલગ કરી કચ્છ-મોરબી નવી રેન્જ બની શકે છે, આ ઉપરાંત પાટણ અને બનાસકાંઠાની નવી રેન્જ પણ બની શકે છે. ખાસ વાત છે કે, ગુજરાત પોલીસમાં 4 થી 5 નવા કમિશ્નરેટ પણ બની શકે છે, માહિતી પ્રમાણે, મહેસાણા-જામનગર-ભાવનગર-ગાંધીનગર કમિશ્નરેટ બની શકે છે, જો આમ અને 4 નવી કમિશ્નરેટ બને તો રાજ્યમાં કુલ 8 કમિશ્નરેટ અસ્તિત્વમાં આવશે.

આ પહેલા ગુજરાત પોલીસમાં 118 PSIની બદલીના આદેશ થયા હતા જાહેર
ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે. રાજ્યના 118 બિનહથિયારી પોલીસ સબ ઈંસ્પેક્ટર-PSIની બદલીના આદેશ ગુજરાત પોલીસ વડા કચેરી તરફથી જાહેર કરવામાં આવ્યા હતા. આ આદેશ આવતા જ પોલીસબેડામાંથી મોટા પાયે ફેરફાર જોવા મળ્યા હતા. આ બદલીઓ વહીવટી કારણોસર કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય પોલીસ કાર્યક્ષમતા અને વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાનો હતો. થોડા સમય પહેલા ગુજરાત પોલીસમાં 116 IPS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી હતી. જેમાં 25 જિલ્લાના SP અને ચાર શહેરોના 32 DCP કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. આ બદલી અને બઢતીને લઈને ગુજરાતમાં નવા જૂનીના એંધાણ આવી રહ્યા હતા. ત્યારે હાલમાં ફરીથી 118 PSIની બદલી કરવામાં આવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *