
વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી પરિષદ દ્વારા સ્વાસ્થ્ય અને જીવન સાથે સંકળાયેલ મામલામાં વ્યક્તિ અને તેના પરિવારની પોલિસી પર જીએસટીને 18 ટકાથી હટાવીને શૂન્ય કરી દીધી છે. આથી દેશભરમાં મોટી સંખ્યામાં વીમાધારકોને લાભ થવાની આશા છે. પરંતુ કેટલાક પોલીસીધારક પ્રીમીયમનું પેમેન્ટ નિર્ધારિત સમય બાદ કરીને લાભ ઉઠાવવા માંગે છે. આ પરિસ્થિતિમાં ઈરડાએ સ્પષ્ટ કર્યું છે કે, આ લાભ એ પોલિસી ધારકોને નહીં મળે, જેના પ્રીમીયમની 22 સપ્ટેમ્બર પહેલા જમા થવાની તારીખ નિર્ધારિત છે. ઈરડાએ જણાવ્યું હતું કે 18થી ઝીરો ટકા જીએસટીની છૂટ પણ એ પોલીસીઓ પર લાગુ છે જેને નવીનીકરણ 22 સપ્ટેમ્બર 2025 બાદ થશે અથવા તેઓ કે જે નવી પોલીસી ખરીદે છે.
આ છુટ સમયગાળા વાળી પોલીસીઓ પર લાગુ નથી એટલે કે જે પોલીસીના પ્રીમીયમની તારીખ 22 સપ્ટેમ્બરથી પહેલા નિર્ધારિત છે, તેમને લાભ નહીં મળે. ખરેખર તો કેટલાક પોલિસી ગ્રાહકોને લાગી રહ્યું છે કે જો પ્રીમીયમની તારીખ 22 સપ્ટેમ્બરથી પહેલા છે પણ તે પ્રીમીયમનું પેમેન્ટ 22 સપ્ટેમ્બરે કે ત્યારબાદ કરશે તો તેમને 18 ટકા જીએસટી નહી ભરવો પડે. ખરેખર તો ઘણી પોલીસીઓમાં પ્રીમીયમની નિર્ધારિત તારીખ બાદ કેટલાક સમય સુધી પેમેન્ટ કરી શકાય નહી. આગોતરા પ્રીમીયમ ભરવા પણ નહીં મળે લાભઃ જો કોઈ પોલીસી સાથે જોડાયેલ પ્રીમિયમનું ગ્રાહક દ્વારા આગોતરા પેમેન્ટ કરી દેવાયું છે તો તેને પણ જીએસટી કપાતનો લાભ નહીં મળે. 18 ટકા જીએસટી સાથે પ્રીમીયમ ભરવું પડશે. ઈરડાએ સ્પષ્ટ કર્યું હતું કે અગાઉ જમા કરવામાં આવેલી પ્રીમિયમની રકમ પર જમા કરવામાં આવેલી જીએસટીની રકમ પાછી નહીં મળે.