ભારતમાં ઝડપથી સરકારી કર્મચારીઓની રિટાયર્મેન્ટની ઉંમર બદલાઈ શકે છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે તેની તૈયારી શરૂ કરી દીધી છે. બે રીતે સેવાનિવૃતિની ઉંમર નક્કિ થઈ શકે છે. પહેલી રીત- કર્મચારી એ જો 33 વર્ષની સેવા પુરી કરી હોય, બીજી રીત- કર્મચારીની ઉંમર 60 વર્ષની થઈ ગઈ હોય. કેન્દ્ર સરકારનો તર્ક છે કે 33 વર્ષની સેવા અથવા 60 વર્ષની ઉંમર જે પણ પહેલા આવે તે પ્રમાણે સેવા નિવૃતિ થવાથી સરકાર જ નહીં પરંતુ બીજા ઘણા કર્મચારીઓને પણ ફાયદો થશે. સરકારના આ નિર્ણયની સૌથી વધુ અસર સુરક્ષા બળો પર પડશે. એવુ એટલા માટે કારણકે સૈન્ય અથવા બીજા સુરક્ષા બળોમાં લગભગ 22 વર્ષની આસપાસ જોઈનિંગ થઈ જાય છે. તેથી તેમની 33 વર્ષની સર્વિસ 55 વર્ષમાં પુરી થઈ જશે.
પશ્ચિમ બંગાળમાં મેડિકલ ટીચર માટે 65 વર્ષ, ડોક્ટરની 62 વર્ષ અને બીજા પદો માટે 60 વર્ષની સેવા નિવૃત્તિ નક્કી કરવામાં આવી છે. દરેક પદો માટે આંધ્ર પ્રદેશ, ત્રિપુરા, કર્ણાટક, અસમ, બિહાર, મેઘાલય, મધ્યપ્રદેશ, છત્તીસગઠ, નાગાલેન્ડ, ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને સિક્કિમમાં 60 વર્ષની ઉંમરમાં રિટાયરમેન્ટ હોય છે. તેલંગાણા, તમિલનાડુ, ગોવા, અરૂણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, જમ્મૂ કશ્મીર, મિજોરમ, મણિપુર, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઓડીસામાં 58 વર્ષની ઉંમરમાં કર્મચારી અથવા અધિકારીઓ રિટાયર હોય છે. ઝારખંડ અને કેરલમાં સેવાનિવૃત્તિ વર્ષ 56 વર્ષ રાખવામાં આવી હતી. ભારતની ત્રણેય સેના દળોમાં અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ સેવા નિવૃત્તિ ઉંમર રાખવામાં આવી છે. જણાવી દઈએ કે આ વર્ષે 31 જાન્યુઆરીમાં દિલ્હી હાઈ કોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો કે ગૃહ મંત્રાલય ચાર મહિનામાં નક્કી કરે કે દરેક કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળોમાં દરેક રેન્કોમાં સેવા નિવૃત્તિની ઉંમર સમાન હોય.