
શહેરના સેક્ટર 4 ખાતે રહેતી યુવતીના લગ્ન પ્રાંતિજના પોગલુ ગામમાં રહેતા યુવક સાથે વર્ષ 2014માં થયા હતા. લગ્ન જીવનથી એક દીકરી અને એક દીકરાનો જન્મ થયો હતો. ત્યારે લગ્નના બે વર્ષ પછી પતિ દારૂ પીને આવતા મારઝુડ કરતો હતો. નાની નાની બાબતોમાં વાંધા કાઢતો હતો અને ફોનમાં વ્યસ્ત રહી કહેતો હતો કે, તુ જૂના વિચારોવાળી છે, મને દારૂ અને નોનવેજ તથા સીગારેટ પીવે તેવી છોકરી જોઇએ છે, અને મળી ગઇ છે. જ્યારે ઝગડા થતા મામા સસરા, માસી સાસુ અને મામા સસરાનો દીકરો ચઢામણી કરતા હતા. જેથી પતિ સહિત 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ શહેરના સેક્ટર 4 ખાતે રહેતી આશરે 38 વર્ષિય યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેના લગ્ન પ્રાંતિજના પોગલુ ગામમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન જીવનથી એક દીકરો અને એક દીકરીનો જન્મ થયો હતો.
લગ્ન બાદ પતિ બે વર્ષ સુધી સારી રીતે રાખતા હતા અને ત્યારબાદ પતિ અને બાળકો સામે હિંમતનગર રહેવા ગયા હતા. જ્યાં પતિ દારૂ પીને આવતો હતો અને શારીરિક તથા માનસિક ત્રાસ આપતો હતો. પતિનુ વર્તન એકદમ બદલાઇ ગયુ હતુ. નાની નાની બાબતોમાં વાંધા કાઢતો હતો અને દારૂની મોડા આવતા મોબાઇલમાં વ્યસ્ત રહેતો હતો. જ્યારે વ્યસ્ત રહેવા બાબતે પૂછતા કહેતો હતો કે, તુ જૂના વિચારોવાળી છે, મને દારૂ અને નોનવેજ તથા સિગારેટ પીવે તેવી છોકરી જોઇએ છે, તેવી છોકરી મોનિકા મને મળી ગઇ છે અને હુ તેની સાથે લગ્ન કરવા માંગુ છુ, તુ મને છુટાછેડા આપી દે. તેમ કહી ઢોર માર મારવામાં આવતો હતો. પતિના મોબાઇલમાં મોનિકા સાથેના ફોટા પણ જોવા મળતા હતા. ઝગડા થતા હોવાથી મામા સસરા, માસી સાસુ અને તેમનો દીકરો પતિનો પક્ષ લેતા દોડી આવતા હતા. એક વર્ષ પહેલા મામા સસરા મોરબી રહેવા જતા રહ્યા હતા. ત્યારે પતિ અને તેની પ્રેમિકા મોનિકા દારૂ પીને ઘરે આવતા હતા. સગાઓની હાજરીમાં સમજાવવામાં આવતા પતિ માફી માંગી લેતો હતો.