જ્યારે પણ ક્યાંય ફરવાની પ્લાનિંગ કરો તો હંમેશા નવી જગ્યાઓ પર જવાની ઈચ્છા રાખવી જોઈએ તેનાથી તમે નવી કલા, સંસ્કૃતિ, રહેણી-સહેણી, ખાવા-પીવા અને ઈતિહાસથી પરિચિત હોય છો. ફરવાની સાથે સાથે તમારૂ જ્ઞાન પણ વધી જાય છે. આવો મોકો રેલવે કેટરિંગ એન્ડ ટૂરિજમ કોર્પોરેશન એકવાર ફરી તમને આપી રહી છે, જેમાં તમે પૂરા પરિવાર સાથે સુંદર જગ્યાઓની યાત્રા કરી શકો છો. આઈઆસસીટીસી આ યાત્રા 27 સપ્ટેંબર 2019થી શરૂ કરી રહી છે. આ પેકેજ મહાત્મા ગાંધી જયંતીના અવસર પર ખાસ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ પેકેજ અંતર્ગત ટૂરિસ્ટ મહાત્મા ગાંધી સાથે સંબંધીત સ્થાને સાથે સાથે ગુજરાત અને મધ્યપ્રદેશના પર્યટક સ્થળ ફરી શકશો.
આ સફર દરમિયાન યાત્રી મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદર અને અમદાવાદમાં સાબરમતી આશ્રમ ફરાવશે. આ ટૂર પેકેજમાં વડોદરા પણ શેમેલ છે, જ્યાં યાત્રીઓ સરદાર વલ્લભભાઈ પટેલ દુનિયાની સૌથી ઊંચી મુર્તી જોઈ શકો છો. આ યાત્રા 8 રાત્રી અને 9 દિવસોની હશે. યાત્રાની શરૂઆત રીવાથી થશે. આ ટૂર પેકેજમાં ટ્રેનથી યાત્રા કરાવવામાં આવશે જેના માટે સ્લીપર ક્લાસમાં 8,505 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને 3AC માટે 10,395 રૂપિયા પ્રતિ વ્યક્તિ ભાડુ આપવુ પડશે. પેકેજમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પણ શામેલ છે. જણાવી દઈએ કે યાત્રીઓએ પોતાની સાથે ઓળખ પત્ર તરીકે આધાર કાર્ડ, વોટિંગ આઈડી, પાનકાર્ડ, પાસપોર્ટ અથવા સરકાર તરફથી મળેલ કોઈ પણ ઓળખાણ પત્ર સાથે રાખી શકો છો. આ સિવાય હાલમાં જ પડાવેલો પાસપોર્ટ સાઈઝનો ફોટો પણ સાથે રાખો.