સૌરાષ્ટ્ર-કચ્છમાં ‘લૂ’ ફેકતા પવનના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા

Spread the love

 

સૌરાષ્ટ્ર-કચ્છમાં ‘લૂ’ ફેકતા પવનના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. પવનનું જોર વધતા ગીરનાર રોપ-વે આજે બંધ છે. બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૪.૫, મહત્તમ તાપમાન ૩૫.૫, ભેજનું પ્રમાણ ૮ર ટકા, પવનની ગતિ ૧૨.૮ કિ. મી. રહી હતી. ગોહિલવાડમાં ૨૪ કિ. મી. ઝડપે પવન ફુંકાયો હતો. બપોરે ગરમ લૂ ફેકાતા લોકો પરેશાન થયા હતાં. મંગળવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૯ ડીગ્રી નોંધાયું હતું. જયારે લઘુતમ તાપમાન ૨૫.૭ ડીગ્રી હેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૮ ટકા રહ્યું હતું. જયારે પવનની ઝડપ ૨૪ કિ. મી. પ્રતિ કલાકની રહી હતી. જસદણ પંથકમાં ગરમી થી બજારો થય સુમસામ આટકોટ જંગવડ પાંચવડા જીવાપર સહિત ગરમી થી બજારો સુમસામ ભાવનગર હાઈવે પર વાહનો ની અવરજવર ઓછી થય ત્યારે શેરીઓમાં કરફયુ જેવો માહોલ જોવા મળ્યો

જુનાગઢમાં ૪૩ ડીગ્રી તાપમાન થતા પશું પંખી હેરાનપરેશાન થયાં.. હવામાન વિભાગે પાંચ દિવસ ત્રણ ચાર ડીગ્રી તાપમાન વધશે ત્યારે બપોરે થી તાપમાન નો પારો ઉંચો ચડ્યો થોડા દિવસ ઠંડા વાતારણ રહ્યા બદ આજ તાપમાન વધી ગયું બે દીવસ વાતાવરણ પલ્ટો આવ્યા પછી આજ થી ગરમી વધી ૪૩ ડીગ્રી તાપમાન થતા પશું પંખી હેરાનપરેશાન થયાં હતાં. જુનાગઢમાં પવનને કારણે બીજા દિવસે પણ ગિરનાર રોપ-વે બંધ રહેવાથી પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર છેલ્લા બે દિવસથી તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. ગઈકાલે રોપવે બંધ રહ્યા બાદ આજે પણ ગિરનાર પર્વત ઉપર 90 કિલોમીટરથી વધારે ઝડપથી પવન ફૂંકાતા રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી. બીજા દિવસે પણ ગિરનાર રોપવે બંધ રહેવાના કારણે પર્યટકો સહિતના યાત્રિકોને પરત ફરવું પડ્યું હતું. દરમિયાન આજે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૨૨.૭ ડિગ્રી રહ્યું હતું. સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને પર ટકા થઈ ગયું હતું. જુનાગઢમાં પવનની પ્રતિ કલાકની ઝડપ ૭.૨ કિલોમીટરની રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *