કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી, હેરાનગતિ સામેના કાનૂન સંદર્ભમાં મહત્વનો ચૂકાદો

Spread the love

 

કામકાજના સ્થળો પર મહિલાઓની જાતિય સતામણી અને હેરાનગતી સામે કામ લેવા માટે અમલી બનાવાયેલા સેકસ્યુઅલ હરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ- (પ્રીવેન્શન-પ્રોહીબીશન એન્ડ રીડ્રેસલ) એકટ હેઠળ રાજકીય પક્ષોને આવરી લેવાની એક રીટ અરજી સુપ્રીમકોર્ટે ફગાવી હતી. `પોશ-એકટ’ તરીકે ઓળખાતા આ કાનૂન ફરી નોકરી-કામકાજના સ્થળો માટે જ છે. જયારે રાજકીય પક્ષોમાં સભ્યો વચ્ચે માલીક-નોકરીયાત જેવા સંબંધો નથી. રાજકીય પક્ષોમાં જોડાવુ એ નોકરી નથી તેથી પોલીટીકસ પાર્ટીમાં કામકાજના સ્થળોની માફક આંતરિક ફરિયાદ સમીતી બનાવવાનું કાનૂન મુજબ ફરિયાદ નથી અને રાજકીય પક્ષોને આ કાનૂન હેઠળ આવરી શકાય નહી. આ કાનૂન હેઠળ પીડિત મહિલાની વ્યાખ્યામાં વર્કપ્લેસ એટલે કે કામકાજના સ્થળ સંબંધીત મહિલા તેવો અર્થ નિશ્ચિત કરાયા છે. રાજકીય પક્ષોમાં સામેલ થવું એ કોઈ નોકરી કે પેઈડ-કામકાજ નથી એક પસંદગી છે તેમાં સામેલ થવું એ આર્થિક ઉપાર્જન માટે જરૂરી નથી. સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર.ગવઈના અધ્યક્ષપદ હેઠળની ખંડપીઠે સીધો પ્રશ્ન પૂછયો કે તમો રાજકીય પક્ષોના કાર્યાલયને કામકાજના સ્થળ તરીકે કઈ રીતે આ વ્યાખ્યામાં લાવશો ત્યાં કોઈ રોજગાર અપાતો નથી તે નોકરી નથી કોઈ પગાર-વળતર-મળતુ નથી તેથી તેમાં તમો આ કાનૂનને લાગુ કરી શકો નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *