
અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નજીક ગણાતા પોલીટીકલ એકટીવીસ્ટ ચાર્લી ક્રિકની હત્યા મુદ્દે હવે જબરો વિવાદ સર્જાયો છે તે સમયે ટેસ્લા-એકસ-સહીતની કંપનીઓના માલીક એલન મસ્કે માઈક્રોસોફટના વડા સત્ય નાદેલાને નિશાન બનાવતા કહ્યું કે ચાર્લીની હત્યા બાદ માઈક્રોસોફટનાં કેમ્પમાં ઉજવણી થઈ હતી. તેઓએ આ અંગે સત્ય નાદેલાનો જવાબ માગ્યો છે. મસ્કે કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા હતા જેમાં માઈક્રોસોફટનાં કેટલાંક કર્મચારીઓ ઉજવણી કરતા નજરે પડે છે. માઈક્રોસોફટની સબસીડરીના કર્મચારીઓએ ઉજવણી કરતા હોય તેવો દાવો મસ્કે કર્યો છે. ક્રિકની હત્યાને રાજકીય પ્રેરીત હિંસા ગણાવાઈ રહી છે. માઈક્રોસોફટે આડકતરી રીતે આ પ્રકારે ઉજવણી થઈ હોવાનો સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે આ પ્રકારની હરકત કંપનીના મુલ્ય સાથે જોડાયેલી નથી. કંપની સ્થિતિની સમીક્ષા કરી રહી છે અને તેના કોઈ કર્મચારી આ ઉજવણીમાં સામેલ હોવાનો પણ ઈન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે દ્રશ્યમાં જે દેખાય રહ્યુ છે તે અમારા કર્મચારી નથી. એલન મસ્કનું નામ લીધાવિના કંપનીએ જણાવ્યું હતું કે કેટલીક ગેરમાહીતીઓ પણ ફેલાવાઈ રહી છે.