દરોડાના પ્રથમ કલાકમાં કરોડોના બેનામી વ્યવહારોના ચોપડા મળ્યા મોરબીમાં 40 અને રાજકોટમાં 6 સ્થળોએ ઈંઝના દરોડા

Spread the love

 

રાજકોટમાં બે બિલ્ડર, કપાસના બે ટોચના વેપારી, મોરબીના મેટ્રો-લેવીસ-ફેસ-મિલેનિયમ, લેક્મી, ઇડન સિરામીક સહિતના જૂથોના ભાગીદારો અને ડાયરેકટરોને ત્યાં ઇન્કમટેક્સના 150 અધિકારીઓનો કાફલો ત્રાટક્યો

મોરબીમાં જાણીતા લેવિસ ગ્રેનીટો ઉપરાંત રાજકોટમાં તેમના ભાગીદારોના નિવાસે પણ રેડ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોટન (રૂ) ના ધંધા સાથે સંકળાયેલા અને મોરબીમાં ગ્રુપ સાથે કનેકશન ધરાવતા રાજકોટના ઉદ્યોગપતિઓ પાછા ઝપટે ચડયા હતા. દરોડા ઓપરેશનમાં કરોડોના બિનહિસાબી વ્યવહારો પકડાવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
મોરબીના હળવદ રોડ ઉપર આવેલ લેવીસ સિરામિક ગ્રુપના તમામ ભાગીદારો તેમજ મોરબીના અગ્રણી બિલ્ડરોને ત્યાં રહેણાંક મકાન, કારખાના, ઓફિસ વિગેરે સ્થળે આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી આઈટી વિભાગની જુદી જુદી ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને અંદાજે 250 જેટલા આઈટી વિભાગના અધિકારીઓ આ સર્ચ ઓપરેશનમાં જોડાયા હોય મોટા પાયે બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
રાજકોટ આઈટી વિભાગ દ્વારા મોરબી પંથકમાં આજે વહેલી સવારથી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સિરામિક ઉદ્યોગ તથા બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓને ત્યાં આઈટી વિભાગના અધિકારીઓની જુદી જુદી 40 જેટલી ટીમો બનાવીને એકી સાથે વહેલી સવારે પાંચ વાગ્યે દરોડા પાડવામાં આવ્યા હતા. હાલમાં તેઓના નાણાકીય વ્યવહારો સહિતની બાબતોની આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
હાલમાં મળી રહેલી વિગતો પ્રમાણે મોરબી હાઇવે રોડ ઉપર નીચીમાંડલ ગામ પાસે આવેલ લેવીસ ગ્રુપના ધીરુભાઈ રોજમાળા તથા તેના ભત્રીજા જીતુભાઈ રોજમાળાના જુદા જુદા જે સીરામીક કારખાનાઓ આવેલ છે તે તમામ સિરામિક કારખાના, ઓફિસ તથા તેમના રહેણાંક મકાન ઉપર હાલમાં આઇટી વિભાગના અધિકારીઓને ટીમ પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જે અંગેની ચર્ચાઓ હાલમાં સિરામિક ઉદ્યોગકારોના વર્તુળોમાં પણ ચાલી રહી છે. આ ઉપરાંત મોરબીમાં બાંધકામ ક્ષેત્રે જોડાયેલ અગ્રણી રાજુભાઈ ધમાસણાના રવાપર રોડ ઉપર આવેલ જયરાજ પાર્કમાં રહેણાંક મકાન તથા ઓફિસે સર્ચ ઓપરેશના ચાલી રહ્યું છે તેમજ બાંધકામ ક્ષેત્રે સાથે જોડાયેલ મોર્ડન હોમ પ્લાન વાળા પરેશભાઈ પટેલના ગ્રુપ ઉપર જયરાજ પાર્કમાંઘરે તથા ઓફિસે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અને એક જ દિવસે બાંધકામ અને સિરામિક સાથે જોડાયેલા જુદાજુદા ત્રણ ગ્રૂપ ઉપર આઇટી વિભાગની ટીમોએ રેડ કરી હોવાથી હાલમાં ઉદ્યોગકારો અને બાંધકામ સાથે જોડાયેલ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા રહેલી સવારે પાંચ વાગ્યાથી મોરબીમાં બાંધકામ તથા સીરામીક ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓને ત્યાં રેડ શરૂ કરવામાં આવી હતી અને તેઓના નાણાકીય હિસાબની માહિતી હાલમાં આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે અને મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *