
26/11ના મુંબઈ હુમલો જે 10 આતંકીઓએ 48 કલાક સુધી મહાનગરના વિવિધ હોટેલો તથા તેમના ટાર્ગેટ પર ત્રાટકયા હતા તે તમામને ઠાર મારવા અને એકને જીવતો પકડવામાં સફળતા મળી હતી પણ પાક પ્રેરીત આ ત્રાસવાદી હુમલા બાદ ભારતે કશો વળતો પ્રત્યાઘાત આપ્યો નહી અને પાક સ્થિત ત્રાસવાદી સંગઠનો સામે પણ સર્જીકલ સ્ટ્રાઈક કે ઓપરેશન સિંદુર જેવી કાર્યવાહી કરી નહી તેની પાછળ અમેરિકાનું દબાણ હતું તે મનમોહન સરકારમાં ગૃહમંત્રી રહી ચુકેલા સીનીયર કોંગે્રસ નેતા પી.ચિદમ્બરમે સ્વીકાર્યુ છે. એક ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં ચિદમ્બરમે જણાવ્યું કે હુમલા બાદ બે-ત્રણ દિવસમાંજ તે ગૃહ મંત્રાલય સંભાળ્યુ હતું અને અમેરિકી વિદેશમંત્રી કોન્ડોલીસા રાઈસ ભારતની મુલાકાતે હતા. તેઓએ એ જણાવ્યું કે ભારતે કોઈ વળતા લશ્કરી પગલા લેવા જોઈએ નહી પણ ડિપ્લોમેટીક રીતે પાકિસ્તાન સામે આક્રમક બનવું જોઈએ. આ અંગે વડાપ્રધાન અને મારી હાજરીમાં વાતચીત થઈ હતી. જો કે મે કોઈ પ્રતિભાવ આપ્યો ન હતો પણ અમેરિકા ઈચ્છતુ ન હતુ કે ભારત લશ્કરી કાર્યવાહી કરે પણ તેઓએ કહ્યું કે આ પ્રકારના અંતિમ નિર્ણય વિદેશ મંત્રાલય અને વિદેશી સેવાના અધિકારીઓ કરતા હોય છે. આમ કહીને તેઓએ ખુદને કલીન ચીટ આપવા પ્રયાસ કર્યો હતો. એ ઉલ્લેખનીય છે કે 9/11 જેવો જ ગંભીર મુંબઈ પર 26/11નો હુમલો હતો અને છતા સરકારે પાકને કોઈ વળતો જવાબ આપ્યો ન હતો. આ હુમલા બાદ ફરી ગૃહમંત્રાલયમાં ફેરફાર થયા અને પી.ચિદમ્બરમને ગૃહ મંત્રાલયનો હવાલો સોપાયો હતો.