SBI ને 2946 કરોડનો ચૂનો ચોપડનાર 50 કંપનીઓનું કૌંભાડ- RTIમાં મળી માહિતી

Spread the love

દેશભરમાં ૪૦૧ કંપનીઓએ ૨૦૧૫થી ૨૦૧૯ સુધીના પાંચ વર્ષમાં SBIને રુ. ૨૪,૪૬૮.૮૬ કરોડનો ચુનો લગાડયો છે. જેમાં, ગુજરાતની ૫૦ કંપનીઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાતની આ કંપનીઓ SBIના રુ. ૨૯૪૬. ૧૨ કરોડ ઓહિયા કરી ગયા છે.

અમદાવાદના વકીલ નિપુણ સિંઘવીએ SBIમાં કરેલી એક RTIમાં આ સમગ્ર માહિતી બહાર આવી છે. આ ૪૦૧ કંપનીઓમાં મુંબઈની રુચિ સોયા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે સૌથી વધુ રુ. ૧૬૨૩.૯૮ કરોડ, બેંગલુરુની કિંગફિશર એરલાઈન્સ લિમિટેડે રુ. ૧૨૦૧.૪૦ કરોડ, કટકની કોસ્ટલ પ્રોજેક્ટ્સ લિમિટેડે રુ. ૯૮૧.૩૮ કરોડ, ગ્વાલિયરની કે. સોઈલ્સ લિમિટેડે રુ. ૭૮૩.૯૧ કરોડ, દિલ્હીની ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ રુ. ૫૭૪,૨૩ કરોડ ચાઉં કરી ગયા છે. ગુજરાતની કંપનીઓની વાત કરીએ તો, ૫૦ કંપનીઓએ SBIને લૂંટવામાં કંઈ બાકી રાખી રાખ્યું નથી.

આ કંપનીઓએ બેંક પાસેથી નાણાં તો લીધા, પરંતુ તેને પરત કરવામાં કે પછી બેંક તેમની પાસેથી જનતાના નાણા વસુલવામાં નિષ્ફળ રહી છે. જો કે, અમદાવાદના વકીલની જાગૃતતાના લીધે, આ સમગ્ર માહિતી બહાર આવી છે. શરુઆતની પછડાટ બાદ પણ, અથાગ પ્રયત્નો થકી, SBIના વિલફુલ ડિફોલ્ટર્સની યાદી મેળવવાની બાબતમાં સફળતાં મેળવી છે.

અમદાવાદની વિવિધ કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં નિપુણે વર્ષ ૨૦૧૫થી વર્ષ ૨૦૧૯ વચ્ચે SBIને રુ. એક કરોડથી વધુની રકમનો ચુનો લગાડનારા ડિફોલ્ટર્સની યાદી માટે આરટીઆઈ કરી હતી. શરુઆતમાં તો SBIએ કોર્મિશયલ કોન્ફિડેન્શિયાલીટીની નામે આ માહિતી આપવાની ના પાડી હતી.

આ પછી, તેમણે બેંકના ફર્સ્ટ એપેલેટ ઓથોરિટી સમક્ષ અપીલ કરી હતી. આ પછી, ફર્સ્ટ એપેલેટ ઓથોરિટીએ બેંકને આદેશ કર્યો હતો કે, અરજદારને આ માહિતી આપવામાં આવે.

સુપ્રીમ કોર્ટને પણ SBI ગાંઠી નહોતી

ભૂતકાળમાંં સુપ્રીમ કોર્ટે એક કેસમાં ઇમ્ૈંને અલ્ટીમેટમ આપ્યું હતુ કે, લોન ડિફોલ્ટર સંદર્ભે, તે તેમની ડિસ્ક્લોઝર નીતિને પરત ખેંચે. જો કે, તેમ છતાંય, બેંકના મુખ્ય જાહેર માહિતી અધિકારીએ નિપુન સિંઘવીએ મે માસમાં કરેલી આરટીઆઈને ફગાવી દીધી હતી. આ સમયે, તેમણે કારણ આપ્યું હતુ કે, અરજી કરનાર થર્ડ પાર્ટી છે અન RTIના કાયદા હેઠળ તેમને આ માહિતી મળવાપાત્ર નથી. આ માહિતી કોર્મિશયલ કોન્ફિડન્સને લગતી છે. જો કે, હિંમત હાર્યા વગર, અરજદારે આ માહિતી મેળવવા માટે બેંકના એપેલેટ ઓથોરિટી સમક્ષ અરજી કરી હતી.

”કંપનીઓ દ્વારા બેંક પાસેથી જે લોન લેવામાં આવે છે અને પછી તે ભરવામાં આવતી નથી, તે અંગે જાહેર જનતાને અત્યાર સુધી કોઈ માહિતી જ નથી. SBI એ દેશની સૌથી મોટી બેંક છે. જો, આ બેંક તેના ડિફોલ્ટર્સની માહિતી ન આપે, તો કોઈે કેવી રીતે ખબર પડે કે આ કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ કે નહીં ?”

નિપુણ સિંઘવી, RTI કરનાર વકીલ

ગુજરાતની આ કંપનીઓને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરાઈ

કંપનીનું નામ                                                                 રૂ. (કરોડમાં)

એબીસી કોટસ્પિન પ્રા. લિ.(અમદાવાદ)                           ૪૦૩.૭૬

કેમરોક ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ(અમદાવાદ)                ૧૯૨.૮૧

વરીયા એન્જિનિયરીંગ વર્ક્સ પ્રા. લિ.(અમદાવાદ)            ૧૬૮.૧૮

ડાયમન્ડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર(અમદાવાદ)                       ૧૫૯.૫૫

આરકોન એન્જિ.કોન લિ.(અમદાવાદ)                               ૧૪૧.૧૯

શ્રી જલારામ રાઇસ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.(અમદાવાદ)           ૧૨૭.૦૫

નિસ્સાન કાપર લિ.(અમદાવાદ)                                        ૧૧૯.૬૮

વિનસ લાઇફસ્ટાઇલ લિ.(અમદાવાદ)                               ૧૧૭.૫૨

કનોલા એનર્જી એન્ડ કેમિકલ્સ(અમદાવાદ)                       ૧૦૯.૦૮

જૈસુ શિપિંગ કંપની પ્રા. લિ.(અમદાવાદ)                            ૧૦૭.૧૮

જસુભાઇ જ્વેલર્સ પ્રા.લિ.(અમદાવાદ)                                ૯૪.૩૯

એટ્રીયમ ઇન્ફોકોમ પ્રા.લિ.(અમદાવાદ)                              ૬૮.૧૩

ક્રિષ્ના નીટવેર ટેકનોલોજી(અમદાવાદ)                              ૬૭.૦૭

ઉમીયા સિરામિક પ્રા.લિ.(અમદાવાદ)                                 ૬૬.૭૭

જયહિંદ પ્રોજેક્સ લિ.(અમદાવાદ)                                       ૬૬.૪૧

રઘુવંશી કોટન જિનિંગ એન્ડ(અમદાવાદ)                          ૬૩.૩૯

જગહિત એક્સપોર્ટ્સ પ્રા.લિ.(અમદાવાદ)                         ૫૮.૬૮

નીસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.(અમદાવાદ)                                  ૫૨.૦૫

મોર્ડન ટયુબ ઇન્ડસ્ટ્રીઝ લિ.(અમદાવાદ)                            ૪૮.૮૪

નિર્માણ ઇન્ડસ્ટ્રીઝ લિ.(અમદાવાદ)                                    ૪૪.૯

રેજેન્ટ ગ્રાનિટો ઇન્ડિયા લિ.(અમદાવાદ)                             ૪૪

આર્ડોર ઇન્ટરનેશનલ પ્રા. લિ.(અમદાવાદ)                        ૪૩.૩૮

જ્યોતિ પાવર કોર્પો.( અમદાવાદ, રાજકોટ, ગોંડલ)           ૪૨.૧૯

શ્રી રામ ઇલેક્ટ્રોકાસ્ટ લિ.(અમદાવાદ)                                ૩૯.૭૫

શ્રી મણિભદ્ર ફૂડ પ્રોડ્ક્ટ (સાણંદ. અમદાવાદ)                     ૩૯.૪૯

સોમનાથ ટેક્સટાઇલ પ્રા.લિ.( સુરત)                                  ૩૧.૨૪

એગ્રી ફાઇબર લિ.(સુરત)                                                   ૩૦.૨૭

અલ્કા ફાઇબર પ્રા. લિ.(સુરત)                                           ૨૯.૧૫

જેમિની ઇનોવેશનસ લિ.(રાજકોટ)                                    ૨૭.૧૧

ગેલેક્સી કોટન એન્ડ ટેક્સટાઇલ પ્રા.લિ.(અમદાવાદ)       ૨૭.૧૦

ગોલ્ડ કિંગ ટેક્સ ઈન્ડિયા પ્રા.લિ.(અમદાવાદ)                  ૨૬.૫૧

એસપીજીવી પેટ્રોકેમ ( ઇન્ડિયા) પ્રા.લિ.(અમદાવાદ)      ૨૫.૦૯

નિમેષ ઓઇલ્સ પ્રા. લિ. (અમદાવાદ અને ભાવનગર )   ૨૪.૫૨

એસ. એસ. ટ્રેડર્સ (અમદાવાદ)                                          ૮.૦૧

કલ્પેશ કોટન ઇન્ડ.(અમદાવાદ અને બોટાદ)                   ૭.૬૮

આરુશી ટેક્સટાઇલ પ્રા.લિ.(અમદાવાદ)                         ૨૨.૭૭

ઉગમ ઇમ્પેક્સ લિ. (અમદાવાદ)                                    ૨૨.૫૬

કખાની મેટલ પ્રા.લિ.(અમદાવાદ)                                 ૨૧.૯૨

ઇન્દ્ર કોટન જિનિંગ એન્ડ પ્રેસિંગ પ્રા.લિ.(અમદાવાદ)     ૨૦.૧૧

ભૂમિ જિનિંગ પ્રેસિંગ પ્રા. લિ.(અમદાવાદ)                      ૧૨.૦૬

નીસા લેઝર લિ.(અમદાવાદ)                                         ૧૧.૭૭

કોન્સ્ટન્ટ એન્જિનિઅરિંગ પ્રા. લિ.(અમદાવાદ)               ૧૦.૪૨

ભવાની ઇન્ડસ્ટ્રીઝ(અમદાવાદ)                                        ૨.૦૨

હીયા ઓવરસીઝ પ્રા. લિ.(અમદાવાદ)                                 ૧૮

કોઠારી વાસ્પા પ્રાઈવેચ લિમિટેડ(અમદાવાદ)                 ૧૭.૧૨

શ્રી હરિ ફેશન લિમિટેડ(અમદાવાદ)                                 ૧૬.૦૯

સત્સંગ ઈન્ફાબિલ્ડ પ્રા.લિ.(અમદાવાદ)                          ૧૬.૦૯

અર્ડેન્ટ કોમોડિટિઝ પ્રા.લિ. (અમદાવાદ)                         ૧૪.૨૮

અત્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.(અમદાવાદ)                          ૧૩.૪૯

સદાફ સ્ટીલ-ઈન્ડિયા પ્રા.લિ.(અમદાવાદ)                         ૫.૩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com