ગુજરાતમાં ભાજપનું ૨૩ વર્ષથી એક હથ્થુ શાસન છે ,ત્યારે એકહથ્થુ શાસનમાં જેનો મોટો ફાળો રહ્યો છે. તેમાં કાર્યકરો અને રાજેન્દ્ર ત્રિવેદી ના જેવા મંત્રીઓનો, બાકી આટલા વર્ષોમાં પહેલા એવા મંત્રી આવ્યા છે કે અમદાવાદ થી લઈને GJ-18એવી કૅમેરાઓમા સરપ્રાઇઝ ચેકિંગ કરીને તંત્રો પર ઘોંસ બોલાવી છે. ત્યારે હમણાં જ તારીખ ૬/ ૧૨/ ૨૧ના રોજ રાજુભાઈ આવા GJ-1 કલેક્ટર કચેરી ખાતે ત્યારે દહેગામ જઈને તંત્ર ને શિષ્ટાચાર અને પ્રજાના કામો કરવા જે પાઠ ભણાવ્યા છે.ત્યારે રાજેન્દ્ર ભાઈ નું દહેગામ ના આગમનથી GJ-18 કલેકટર કચેરી ખાતે ફફડાટ ફેલાઇ ગયો હતો. નવી સરકાર, નવા મંત્રી પણ પાવરફુલ એવા રાજુભાઈ (રાજેન્દ્ર ત્રિવેદી) દ્વારા જે તંત્ર ઉપર ઘોંસ બોલાવી છે. તે દરેક મંત્રીઓએ શીખવા જેવી છે.
ગુજરાતમાં ભુપેન્દ્ર દાદા ની સરકાર આવી ત્યારે પ્રજામાં અનેક પ્રશ્નો હતા, પણ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કે તંત્ર ઉપર ઘોંસ બોલાવી છે ,તે જાેતાં પ્રજામાં સચિવાલયમાં ફરિયાદ તંત્ર સામે કરવાવાળા ની સંખ્યા વધી છે, બાકી તપાસ થતી ન હતી, ત્યારે નવી સરકાર લોકની વચ્ચે રહીને લોકોના પ્રશ્નો સાંભળીને ઉકેલ લાવવા પર વધારે કામ કરી રહી છે.ખુદ મુખ્યમંત્રી પણ કેબિનેટ મંત્રીઓની કેબિનમાં અચાનક મુલાકાત લેવા પહોંચી જાય છે.તેવુ જ કંઇક મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યું.મહેસૂલ મંત્રીએ ગાંધીનગર જિલ્લાના દહેગામ મામલતદાર કચેરીની ઓંચિતી મુલાકાત લેતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો,આ સરપ્રાઇઝ મુલાકાતમાં અનેક કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી.
મળતી માહિતી મુજબ ગુજરાતના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ફરીવાર એકશન મોડમાં જાેવા મળ્યા હતા તેમણે સરકારી ઓફિસમાં સરપ્રાઇઝ વિઝિટ લેતા તમામ કર્માચારીઓને સ્તબ્ધ કરી દીધા હતા.આ પહેલા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ જાત દરોડા પાડીને સ્પષ્ટ કરી દીધુ છે કે ભ્રષ્ટાચાર સાંખી નહી લેવાય. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અમદાવાદમાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીમાં તપાસ કરી હતી.મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો મળી હતી અને હાઇકોર્ટના વકીલે ફરીયાદ કરી હતી અને વિભાગમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા હતા તેના અતર્ગત મહેસૂલ મંત્રીએ વિભાગમાં જઇને દરોડા પાડયા હતા ,આ ઉપરાંત વિભાગમાં મળતિયાઓ વહિવટ કરીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે મહેસૂલ વિભાગનાં કર્મચારીઓ ન્યાયી હુકમ કરવામાં સહેજ પણ ગભરાશો નહીં.લોકોની સરકાર છે,લોકો માટે કામ કરે છે. નાગરિકોના ટેક્સથી સરકારનાં દરેક વિભાગ ચાલે છે.મહેસૂલનાં કર્મચારીઓએ લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આગળ આવવું જાેઇએ.જેના કારણે મહેસૂલની પ્રશંસા થાય અને એ દિશામાં અમે ગતિ કરી રહ્યા છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ મહેસુલ મંત્રી આણંદના પેટલાદમાં સરપ્રાઇઝ વિઝીટે પહોંચી ગયા હતા. અને ખુદ મંત્રી અરજદારનું ફોર્મ લઇને કર્મચારી પાસે ગયા હતા. અને ?