ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી ઝીલબેન શાહની આગેવાનીમાં ટાઉનહોલ પાસે એલિસબ્રિજ વધતી જતી મોધવારીને લઈ દેખાવો

Spread the love

×

કેન્દ્રની મોદી સરકાર –ભાજપા સરકારના અવિચારી પગલા અને આયોજનના અભાવે દેશની જનતાને ગેસની લાઈનમાં ઉભા રહેવા મજબુર કર્યા : માનવ સર્જિત ઉર્જા સંકટ માટે મોદી સરકાર સીધી જવાબદાર

અમદાવાદ 

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી ગીતાબેન પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી ઝીલબેન શાહની આગેવાનીમાં ટાઉનહોલ પાસે એલિસબ્રિજ
*વધતી જતી મોધવારીને લઈ દેખાવો નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન  પટેલ અને અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ ઝીલબેન  શાહે જણાવ્યું હતું કે વધતી જતી મોધવારી મા આજે પૂરો દેશ પીસાઇ રહ્યો છે , ગેસ ના ભાવ માં હાલ જે વધારો થયો છે અને ગેસ ની અછત જે સર્જાઇ છે , જ્યારે કોંગ્રેસ ના રાજ માં ભાવ ના સામાન્ય વધારો થાય ત્યારે એમની નેત્રી શ્રી સ્મૃતિ ઇરાની માથે ગેસ સિલિન્ડર લઇ પૂરા દેશ મા ફરતી હતી હવે તે કયા ? તેમના મંત્રી મંડળ ની એક પણ મહિલા મંત્રી હાલ ક્યાય છે ના જેના કારણે આજે અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ થકી આ પ્રોગામ નુ આયોજન કરવા મા આવેલ હતુ અને જો ભાવ વધારો પાછો ખેંચવામા નહી આવે તો ઉગ્ર આંદોલન કરવા માં આવશે જેની પણ તૈયારી દર્શાવી હતીરાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર ગેસના પૂરતો પુરવઠાના સંગ્રહ માટે આગોતરા આયોજનના અભાવે સમયસર ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ ગઈ છે. ગેસની અછતને કારણે સામાન્ય જનતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે.કોમર્શિયલમાં ગેસનો સપ્લાય બંધ કરી દેવાના કારણે અનેક હોટેલ અને રેસ્ટોરન્ટ અને ખાસ કરીને વિદ્યાર્થીઓની મેસ – કેન્ટીન, સેવાકીય અન્નક્ષેત્રો બંધ થઈ રહ્યા છે.

દેશના વડાપ્રધાન અમેરિકા સામે સરેન્ડર થઈ ગયા છે અને તેની સીધી અસર દેશના ગેસ પુરવઠા પર પડી રહી છે. ગેસની તંગીની અસર માત્ર ઘર વપરાશ પર નહીં પરંતુ ઉદ્યોગો પર પણ પડી રહી છે. મોંઘવારીના કઠીન સમયમાં લોકોને સરકાર દ્વારા ખાસ કોઈ રાહત મળતી નથી અને ગૃહિણીઓને પણ ગેસ સિલિન્ડર મેળવવા માટે વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે. ગેસની અછતની સીધી અસર માત્ર ઘર વપરાશ પર નહીં પરંતુ ઔદ્યોગિક વપરાશ પર પણ પડી રહી છે. સરકાર તાત્કાલિક ગેસનો પુરતો પુરવઠો સમયસર ઉપલબ્ધ કરાવે તેવી કોંગ્રેસ પક્ષની માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *