NSUI અને યુથ કોંગ્રેસનું વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન

Spread the love

પેપર લીક કાંડ અંગે ગુજરાત કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. યુથ કૉંગ્રેસે વિરોધ નોંધાવી ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગ કરી છે. આ તમામ આસિત વોરાના ઘરની બહાર ભેગા થયા હતા. અસિત વોરા ઘરે પહોંચે તે પહેલાં જ કરવામાં આવી અટકાયત. રોડ ઉપર ઉડાડવામાં આવી નકલી 2000ની નોટો. પેપર લીક કાંડ મુદ્દે આસિત વોરાના રાજીનામાની માગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે.
હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
પેપર લીક કાંડમાં ભાજપ સરકારના વિરોધમાં ગુજરાત યુવા કોંગ્રેસ દ્વારા દાહોદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત યુવા કોંગ્રેસ અને NSUI દ્વારા અમદાવાદના મણિનગર વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર લીક મામલે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. આજે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર લીક મામલે 23 લાખ રૂપિયા કબ્જે લેવાયા છે. આરોપી દર્શન વ્યાસ ના ઘરે તપાસ કરતા 23 લાખ રકમ મળી આવી. આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે.
અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીમાં કોઈ સરકારી કર્મચારી આરોપી નથી. અત્યાર સુધીમાં આઠ આરોપીની ધરપકડ કરાઈ છે. અન્ય આરોપીની શોધખોર ચાલી રહી છે. હજુ પણ કેટલાક નામો સામે આવી શકે છે. પ્રાંતિજ પોલીસ મથકે 11 આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે.
11 આરોપી પૈકી પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આઠ આરોપીને બપોર બાદ પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાશે.
પેપરકાંડના આરોપી,જયેશભાઈ ઇશ્વરભાઈ પટેલ,જશવંતભાઈ હરગોવનભાઈ પટેલ,દેવલ જશવંતભાઈ પટેલ,મહેશકુમાર કમલેશભા​​​​​ઈ પટેલ,ચિંતન પ્રવીણભાઈ પટેલ,કુલદીપકુમાર નલિનભાઇ પટેલ,
સતીષ ઉર્ફે હેપ્પી પટેલ,સુરેશભાઇ રમણભાઈ પટેલ,મહેન્દ્રભાઇ એસ. પટેલ,દર્શન કિરીટકુમાર વ્યાસ,ધ્રુવ ભરતભાઇ બારોટ
આ પેપરકાંડમાં પહેલા છ અને પછી વધુ બે આરોપીઓની જિલ્લા પોલીસે અટકાયત કરી હતી. મહેન્દ્ર પટેલ અને જસવંત પટેલની પોલીસે કરી અટકાયત હતી. મહેન્દ્ર પટેલ પોગલું ગામની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદનો ઉમેદવાર છે.
જોકે, ગૌણ સેવા પસંદગી મંડળનો કર્મચારી લીકકાંડમાં જોડાયેલો છે કે નહીં તે અંગે સ્પષ્ટતા નહીં. આરોપીઓએ વિદ્યાર્થીઓ સાથે હોટલમાં ભોજન લીધા બાદ ફાર્મ હાઉસમાં પેપર સોલ્વ કરાવ્યું. ફૂટેલું પેપર 3 અલગ અલગ જગ્યાએ સોલ્વ કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ પોલીસ સ્ટેશનથી આરોપીઓના નામ જાહેર થશે. બાકીના ચાર આરોપીઓ પણ રડારમાં છે. ઝડપથી ધરપકડ કરાશે. આરોપીઓએ પેપર ફોડી એક ફાર્મ હાઉસમાં બેઠક કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com