અમદાવાદ
અમદાવાદમાં કોરોનાના કેસો 1500ને પર પહોંચી ગયાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાને કાબૂમાં લલાવવા જરૂરી પગલાઓ લેવાના શરૂ કરવામાં આવ્યા છે, જેમાં હવે અમદાવાદ શહેર વિસ્તારના સોસાયટી, ફ્લેટ, કોમ્પ્લેક્સ અને અન્ય એકમોના ચેરમેન કે પ્રતિનિધિને કોરોના કો-ઓર્ડિનેટર નિમવા પડશે.
કોરોના કો-ઓર્ડિનેટરે તેમના ફ્લેટ, કોમ્પ્લેક્સ કે અન્ય એકમોમાં તમામ લોકોએ વેક્સિનના પ્રથમ કે બંને ડોઝ લીધા છે કે કેમ તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવાની જવાબદારી કોરોના કો-ઓર્ડિનેટરની રહેશે. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કો-ઓર્ડિનેટરને કઈ કઈ કામગીરી આપવામાં આવી છે તે નીચે મુજબ છે.
• અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોસાયટી / ફ્લેટ / કોપ્લેક્સના સભ્યો કે જે કોવિડ વેક્સિનેશનના પ્રથમ અને બીજા ડોઝ માટે લાયક હોય તે તમામના વેક્સિનેશન થઇ જાય તેની ખાતરી કરવાની રહેશે.
• સોસાયટી / ફ્લેટ / કોમ્પ્લેક્સના તમામ સભ્યો દ્વારા કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
• અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવતી સર્વે અને ટેસ્ટીંગની કામગીરીમાં પુરતો દ્વારા કો-ઓર્ડિનેટરને કઈ કઈ કામગીરી આપવામાં આવી છે તે નીચે મુજબ છે.
• અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોસાયટી / ફ્લેટ / કોપ્લેક્સના સભ્યો કે જે કોવિડ વેક્સિનેશનના પ્રથમ અને બીજા ડોઝ માટે લાયક હોય તે તમામના વેક્સિનેશન થઇ જાય તેની ખાતરી કરવાની રહેશે.
• સોસાયટી / ફ્લેટ / કોમ્પ્લેક્સના તમામ સભ્યો દ્વારા કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
• અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવતી સર્વે અને ટેસ્ટીંગની કામગીરીમાં પુરતો સહકાર આપવાનો રહેશે.
• કોર્પોરેશન દ્વારા લાગુ કરવામાં આવતા માઈક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં જો તેમની સોસાયટી / ફ્લેટ/ કોમ્પ્લેક્સનો વિસ્તાર હોય તો તે ઘરના તમામ સભ્યોને આ અંગે માહિતગાર કરવાના રહેશે અને આ સભ્યો દ્વારા સરકારની માઈક્રો કન્ટેઇન્મેન્ટ માટેની ગાઈડ લાઈન અનુસરે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
……….
શહેરમાં 21 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા.
………
શહેરમાં આજે નવા 23 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે, જ્યારે પહેલાથી 86 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અમલમાં છે. આમ શહેરમાં કુલ 108 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. જ્યારે 1 વિસ્તારમાં તેમાંથી દૂર કરવામાં આવ્યો છે. નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્સેન્ટ ઝોનમાં 143 જેટલા મકાનોને મૂકવામાં આવ્યા છે. જેમાં ચાંદલોડિયાના સાવી સ્વરાજમાં 12 મકાનમાં 27 વ્યક્તિ, બોડકદેવના રત્નમ ટાવરમાં 12 મકાનમાં 49 વ્યક્તિ તથા સોલાના સુર્યોદય ટાવરમાં 12 મકાનમાં 43 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટમાં મુકાયા છે.
……….
શહેરમાં 24 કલાકમાં 1637 નવા કેસ
……………અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, 5 જાન્યુઆરી,2022ના રોજ શહેરમાં નવા 1637 અને જિલ્લામાં 23 મળીને અમદાવાદમાં કુલ 1660 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 52 અને જિલ્લામાં 10 મળીને કુલ 62 દર્દી ડિસ્ચાર્જ કરાયા છે. જોકે શહેર અને જિલ્લામાં એકપણ મોત નોંધાયું નથી. ઓમિક્રોનના 34 નવા કેસ નોંધાયા છે.