વડોદરામાં SGST અને પોલીસે દારૂની ૯૪૯૨ બોટલ અને ૧૨૦૦ બિયર ભરેલી ટ્રક પકડી

Spread the love

ડ્રાઇવર દ્વારા ઇ વે બીલ નકલી બતાવાયા હતા

વડોદરા

સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ, વિભાગ-૬, વડોદરાની મોબાઇલ સ્કવોડ ટીમ દ્વારા વડોદરા રનોલી રોડ ઉપર ગઈકાલે વાહન ચેકીંગની કામગીરી દરમ્યાન વાહન નં.MH-20-CT-3497 ને અટકાવતાં ડ્રાઇવર દ્વારા ઇ વે બીલ નકલી બતાવાયા હતા . જેથી જીએસટીના નિયમ મુજબ ભૌતિક ચકાસણી ની નોટીસ આપી વાહન વજન કરાવવા માટે નંદેસરી ચોકડી પાસે આવેલ વે બ્રીજ પાસે વજન કરાવી વાહનમાં રહેલ માલની ભૌતિક ચકાસણી માટે વાહન પાર્ક કરાવવા બાદ વાહન મુકી ડ્રાઇવર નાસી ગયો હતો. ફરજ અધિકારીને શંકા જતાં વાહનમાં ભરેલ માલની ચકાસણી કરતાં સફેદ પાવડર ભરેલી પ્લાસ્ટીક બેગો તથા નીચે વ્હીસ્કી લખેલા પુઠાના બોકસ પકડાયા હતા .ત્યારબાદ પોલીસ અધિકારીની મદદથી વાહન નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે લઇ ગયા હતા.પોલીસ સ્ટેશન ખાતે વાહનની સ્ટેટ જીએસટી વિભાગના અધિકારી અને પોલીસની રૂબરૂમાં ચકાસણી કરતાં વાહનમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લીશ દારૂનો જથ્થો જુદી જુદી બ્રાન્ડની નાની તથા મોટી કાચની તથા પ્લાસ્ટીકની મળી કુલ ૯૪૯૨ બોટલ તથા બીયરના ટીન ૧૨૦૦ નંગ તથા બિલ વગરની સફેદ પાવડર ભરેલ બેગો નંગ ૧૫ર મળી આવી હતી. ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ ગુનો બનતા તથા વાહન ચાલક પાસેથી મળેલ બિલ અને ઇ વે બીલ બોગસ હોવાનું જાણતા હોવા છતાં ખરા બિલ તરીકે ઉપયોગ કર્યો હતો . નંદેસરી પોલીસ દ્વારા વાહન કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી . આ સમગ્ર કાર્યવાહી દરમ્યાન પોલીસનો જીએસટીના અધિકારીઓને પૂરતો સહકાર મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com