માર્ચ સુધીમાં મોદી સરકાર આ બે જાયન્ટ કંપનીઓની કરશે નીલામી

Spread the love

બેંકોનાં વિલય બાદ હવે મોદી સરકાર ત્રણ સરકારી વીમા કંપનીઓનાં વિલયની દિશામાં આગળ વધી રહી છે. સરકારે આ કંપનીઓની નાણાકીય પરિસ્થિતિ જોતાં તેમનાં વિલયનો નિર્ણય કર્યો છે. સરકારને આશા છે કે, આ કંપનીઓનાં વિલય બાદ તેમની સ્થિતિ સુધરશે.

આ મામલે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ગત બજેટ દરમિયાન ઘોષણા બાદ હવે સરકાર આ દિશામાં આગળ વધી રહી છે. તેઓએ કહ્યું કે, સરકાર આ મામલાને લઈ ગંભીર છે.

આધિકારિક સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, વિલય થનાર આ પ્રસ્તાવિત કંપનીઓ, નેશનલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ, યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ અને ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ લિમિટેડ છે. આ કંપનીઓ પોતાની નબળી આર્થિક સ્થિતિને કારણે આગળ વધવામાં અસક્ષમ છે. અને તે માટે તેમનાં વિલયનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અધિકારીએ જણાવ્યું કે, નબળી આર્થિક સ્થિતિનો હવાલો આપતાં આ પીએસયુ કંપનીઓએ સરકાર પાસે મદદ માગી હતી. તેમની વર્તમાન બેલેન્સ સીટ અનુસાર, તેઓને તત્કાલ પુર્નપૂજીકરણની જરૂર છે.

સુત્રોએ જણાવ્યું કે, 2019-20ના બજેટમાં વીમા કંપનીઓ માટે નાણાકીય મદદ કરવાનો કોઈ પ્રાવધાન કરવામાં આવ્યો નથી. આ માટે વિત્તીય સેવા વિભાગને આ કામ માટે 12 હજાર કરોડ રૂપિયાની અનુપૂરક વિત્તીય સહાયતા લેવી પડશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com