ગુજરાતમાં અબોલ જીવોના પણ હવે સોદા થવા માંડયા છે, આકાશમાં વિહાર કરતા આવા અબોલ જીવોને પાંજરામાં પૂરીને તગડી રકમ મા વેચવા હવે GJ-18 ખાતે ગેંગ સક્રિય થઇ છે. ત્યારે ઘ-૫ ની પાછળના ભાગની ઝાડી માં અબોલ જીવો માં પોપટ, કબુતર, ચકલી જેવા પક્ષીઓને પકડીને પાંજરા સાથે તેનો વેપલો શરૂ કરી દીધો છે. ત્યારે અબોલ જીવ દયા પ્રેમીઓ આ પ્રશ્ને હવે સજાગ બન્યા છે. જાેવા જઈએ તો પક્ષીઓ વેચવા, લેવા ઉપર ગુનો દાખલ થાય છે. ત્યારે ગુજરાતના પાટનગર એવા GJ-18 ખાતે મોટા ભાગની જંગલખાતાની જગ્યાઓમાં જ અબોલ જીવો નું પૂરપાટ વેગે વેચાણ થઇ રહ્યું હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળેલ છે.
હમણાં અમદાવાદના મણિનગર ખાતે વન વિભાગ તેમજ એનજીઓ સાથે મળીને બાતમીના આધારે સવારે મણિપુર ખાતેના ન્ય્ હોસ્પિટલ પાસે ખાનગી ટ્રાવેલ્સમાંથી પક્ષીઓને લઇ મહિલા પકડાઈ હતી. જેમાં ૯૦ પહાડી પોપટ પકડાયા હતા ત્યારે હવે પહાડી પોપટો હવે GJ-18 ના બજારમાં ફરી રહ્યા હોય તેમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે GJ-18 ફોરેસ્ટ ખાતા ની જમીન ( જગ્યામાં ) આ વેચાણ થતું હોય છતાં એક પણ કેસ હજુ સુધી નોંધાયો નથી. ત્યારે અમદાવાદ બાદ હવે GJ-18 ખાતે અબોલ જીવ વેચવા સક્રિય થઈ હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે.