દેશના બંધારણ અને સરકારના માલીક પ્રજા છે : કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર

Spread the love

દેશના રાષ્ટ્રિય પર્વ ૭૩માં ગણતંત્રદિન નિમિત્તે પાલડી રાજીવ ગાંધી ભવન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો : શાળાના બાળકો દ્વારા વિશેષ બેન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યું

અમદાવાદ

દેશના રાષ્ટ્રિય પર્વ ૭૩માં ગણતંત્રદિન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરો – આગેવાનોને શુભેચ્છા સાથે સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરએ જણાવ્યું હતું કે, ભારત દેશમાં અંગ્રેજોના શાસનમાં ભારતીયોનું શોષણ થતુ હતુ. ત્યારે પૂજ્ય મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દેશમા અંગ્રેજોને દેશ નિકાલ – ‘‘અંગ્રેજો ગાદી છોડો’’ની નેમ સાથે પુર્ણ આઝાદી માટેનું જનઆંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. ભારત દેશને દુનિયાનું સૌથી સર્વશ્રેષ્ઠ બંધારણ આપવા માટે ૨૮૪ જેટલા તજજ્ઞોએ રાતદિવસ મહેનત કરીને વિવિધતામાં એકતા, સર્વોદયની વિભાવનાને સાર્થક કરતું બંધારણ દેશને આપ્યું. બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચાર સ્પષ્ટ હતા. જો સત્તામાં બેઠેલા લોકો ખોટા હશે તો ગમે તેટલુ સારૂ બંધારણ પણ કામ લાગશે નહીં. દેશના બંધારણ અને સરકારના માલીક પ્રજા છે પરંતુ આજે પ્રજા માલીક હોય તેવુ દેખાતુ નથી. યુવાનો, વેપારી, ખેડૂત સહિતના લોકો આજે આઝાદ નથી. છેલ્લા ઘણા સમયથી સત્તામાં બેઠેલાં લોકોની નિતિ – પધ્ધતિ જન વિરોધી છે. પ્રજાસત્તાક એટલે પ્રજાના હાથમાં રોજગાર, નોકરીની તકો, આરોગ્ય સુવિધા, શિક્ષણની વ્યવસ્થા વગેરે જેવી પાયાની સુવિધાઓ મળતી હોય તેમ જણાતુ નથી. જેના પગલે કોંગ્રેસ પક્ષએ ભુતકાળમાં જેમ અંગ્રેજો સામે ભારતીયોના હક્ક અને અધિકાર માટે ‘‘ભારત છોડો’’ જનઆંદોલન કર્યું હતું તેવું સત્તા પર બેઠેલા ભાજપ સરકારની સામે લડત આપી દેશને સમાન અધિકાર, રોજગારની તકો, અભિવ્યક્તિની આઝાદી, સહિતના તમામ બંધારણીય અધિકારો આપવા માટે કોંગ્રેસ પક્ષ હંમેશા કટિબધ્ધ રહીને લડત આપતું રહેશે.

રાજીવ ગાંધી ભવન ખાતે ગણતંત્રદિન નિમિત્તે યોજાયેલ ધ્વજવંદનના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, રાજ્યસભાના સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, ગુજરાત પ્રદેશ સેવાદળ ના અધ્યક્ષ ઋત્વિક મકવાણા, ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, ઈમરાન ખેડાવાલા, કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના ઈન્ચાર્જ પ્રમુખ ચેતન રાવલ, અમદાવાદ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પંકજસિંહ વાઘેલા, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નેતા શેહઝાદખાન પઠાણ, શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ વિશાલ ગુર્જર, શહેર સેવાદળના પ્રમુખ નરેશ રવાણી, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હેતાબેન પરીખ તથા આગેવાનો હોદ્દેદારો, સેવાદળના કાર્યકરો, મહિલા કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ., યુવા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તિરંગાને સલામી આપી હતી ત્યારબાદ સમુહમાં રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન કાર્યક્રમનું રાષ્ટ્રગીત ગાન સાથે સમાપન થયું હતું. રાષ્ટ્રિય પર્વ નિમિત્તે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા વિશેષ બેન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com