સ્વિઝર્લેન્ડની ગાય

Spread the love

યુરોપની વચ્ચે આવેલો એક નાનકડો દેશ એટલે સ્વિટ્‌ઝર્લૅન્ડ. સ્વિટ્‌ઝર્લૅન્ડ આમ તો બેંક, ઘડિયાળ, ચોકલૅટ, ચીઝ, આર્મી નાઇફ જેવી અનેક વસ્તુઓ માટે દુનિયાભરમાં ખુબ પ્રખ્યાત છે. પણ આ બધી ર્નિજીવ વસ્તુઓ છે. મારે આજે વાત કરવી છે, એક સજીવ પશુની જે સ્વિટઝર્લેન્ડનો એક અતૂટ ભાગ છે.
સ્વિટઝર્લેન્ડમાં રહેતા કોઈપણ વ્યક્તિને તમે પૂછો કે તેઓ સ્વિટ્‌ઝર્લૅન્ડના ક્યાં પ્રાણી સાથે સૌથી વધુ સંકળાયેલા છે તો જવાબ હશે – ગાય!
ઐતિહાસિક અને આર્થિક કારણોસર ગાય સ્વિત્ઝરલૅન્ડના વારસાનો મૂળભૂત ભાગ છે. ખેડૂતો, વેપારી કે કોઈપણ વ્યસાય સાથે જાેડાયેલા લોકોને ગાય પ્રત્યે એક અલગ જ લગાવ હોય છે. અહીં દરેક બાળકોનું બચપણ આ ગાયોને જાેઈ, તેમની સાથે રહીને વીત્યું હોય છે. એટલે સ્વાભાવિક છે તેમના તરફ ખેંચાવ પણ રહેવાનો જ. સ્વિટ્‌ઝર્લૅન્ડ નાના ગામડાઓથી બનેલો એક સુંદર દેશ છે. આખા દેશની વસ્તી ૮૫ લાખની છે. અહીંના સૌથી નાના ગામમાં ૧૪ લોકોની વસ્તી છે અને સૌથી મોટું શહેર ઝુરીક છે, જેની વસ્તી ૪ લાખની છે.
આ ખુબ રળિયામણા દેશમાં પશુઓમાં ગાયનું આગવું મહત્વ છે. અહીં જાે ગાય ન હોત તો દૂધ ન હોત, દૂધ ન હોત તો ચીઝ અને ચોકલેટ ન હોત. દૂધમાંથી બનતી અનેક વસ્તુઓ અહીંના લોકોના ખોરાકનો અતિ આવશ્યક ભાગ છે. સ્વિટ્‌ઝર્લેન્ડના સરેરાશ રહેવાસી દર વર્ષે લગભગ ૩૭૦ કિલો ડેરી ઉત્પાદનોનો વપરાશ કરે છે. દરેક દુજણી ગાય દરરોજના સરેરાશ ૨૦ થી ૨૫ લિટર દૂધ આપે છે. અહી દૂધનું વાર્ષિક ઉત્પાદન આશરે ૩૪ લાખ ટન જેટલું છે. તેમાંથી લગભગ અડધા ભાગમાંથી ચીઝ બનાવવામાં આવે છે.
સ્વિટ્‌ઝર્લેન્ડમાં દૂધ ઉદ્યોગ દર વર્ષે લગભગ ૮૫ હજાર કરોડ રુપિયા (CHF 10 BILLIOR) થી વધુ આવક પેદા કરે છે. ૨૦૨૦ના આંકડાઓ પ્રમાણે ૭૭,૧૨૪ ટન ચીઝ સ્વિટ્‌ઝર્લૅન્ડ એ એક્સપોર્ટ કરી હતી. બીજા શબ્દોમાં કહીએ તો, સ્વિટ્‌ઝર્લૅન્ડના અર્થતંત્ર પર ગાયોની હજુ પણ ઘણી સકારાત્મક અસર છે.
ગાય સ્વિસ લોકોના મૂળ, પરંપરાઓ અને વારસાનું પ્રતીક છે. દરેક સ્વિસ પરિવારમાં ઓછામાં ઓછી એક પેઢી અથવા કોઈ સગાસંબંધી તો ખેતી સાથે જાેડાયેલા હોય જ છે, તેથી જ અહીંના દરેક વ્યક્તિ ગાય સાથે જાેડાયેલા હોવાનો અનુભવ કરે છે. સ્વિટઝર્લેન્ડમાં આશરે ૫૦ હજાર ખેડૂતો છે અને આશરે ૧૫ લાખ ગાયો છે.
દેશની વસ્તી ૮૫ લાખની અને ગાયો ૧૫ લાખ. આ હિસાબે જાેવા જઈએ તો દર લગભગ ૫ માણસે એક ગાય છે. તમે ઘરની બહાર ગમે ત્યાં નીકળો એટલે તમને સુંદર ગાયોના દર્શન કોઈપણ ખેતરમાં કે પર્વતો પર થાય. તેમના ગળામાં સુંદર ઘંટડી બાંધી હોય, જેનો મધુર અવાજ આજુબાજુના બધા ગામડાઓની રમણીયતામાં વધારો કરતો હોય. સૌથી મોટી અને રાણી કહી શકાય તેવી ગાયના ગળે સૌથી મોટો ઘંટ બાંધવામાં આવે છે. દરેક ઘંટમાંથી આવતો અવાજ અલગ અલગ હોય છે. પહાડો પરની નીરવ શાંતિમાં આ ઘંટના અવાજ મંત્રમુગ્ધ કરી દે તેવા હોય છે. અને એટલે જ કદાચ પ્રવાસીઓ માટે પણ આ ગાયો આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. ગાયો પર્યટન વિભાગની જાહેરાત માટે રાજદૂતનું પણ કામ કરે છે. મૈત્રીપૂર્ણ ગાયની છબીનો ઉપયોગ પ્રવાસન સત્તાવાળાઓ અને બ્રાન્ડ્‌સ દ્વારા માર્કેટિંગ હેતુઓ માટે પણ કરવામાં આવે છે. અહીંની આ એક પરંપરા જે મને ખુબ ગમે છે – ઉનાળો ચાલુ થવાનો હોય તેના થોડા દિવસ પહેલા જ પશુપાલકો તેમની ગાયો, ઘેટાં અને બકરાઓને અલગ અલગ ઊંચા પર્વતો પર લઇ જાય છે. આ પશુઓ તેમના પશુપાલકો સાથે ખુબ ઊંચા પર્વતો ચડે છે. (અમુક જગ્યા એ આ પશુઓને પર્વતો પર લઇ જવા માટે ષ્ઠટ્ઠહ્વઙ્મી ષ્ઠટ્ઠિ ની વ્યવસ્થા પણ છે). આ બધા પર્વતો પર જીવન સંપૂર્ણપણે પ્રકૃતિની લય પર આધારિત હોય છે. વાછરડાં સહિત લગભગ ૫ લાખ ઢોરઢાંખર ઉનાળાના સમયમાં લગભગ ૧૦૦ દિવસ પર્વતો પર વિતાવે છે. આ ૫ લાખ પશુંઓનું ધ્યાન રાખવા લગભગ ૧૭ હજાર પશુપાલકો હોય છે. પર્વતો પર અસંખ્ય અલગ અલગ જડીબુટીઓ ઉગતી હોય છે. આ બધા પશુઓ એ જડીબુટીનું સેવન કરે એટલે તેમાંથી બનતી અલગ અલગ પ્રકારની ચીઝમાં તેમના ગુણોનો લાભ મળે. (સ્વિટઝર્લેન્ડમાં ૪૫૦ થી વધુ પ્રકારની ચીઝ બને છે, જે દુનિયાભરમાં તેની ગુણવતા માટે પ્રખ્યાત છે).
ઉનાળામાં પર્વતો પર રહેતા આ પશુપાલકો મુખ્યત્વે ખેડૂતોના પશુઓની સંભાળ રાખવા માટે જવાબદાર હોય છે. એકવાર ગાયો પર્વતો પર આવી જાય પછી તેમનું કામ ગાયોને ગોચરમાં લઈ જવાનું, દિવસમાં બે વાર દૂધ દોહવા માટે ગાયોને ભેગી કરવી અને તે દૂધમાંથી ચીઝ બનાવવાનું છે. હવે મજાની વાત અહીં એ છે કે સ્વિટઝર્લેન્ડમાં રહેતા કોઈપણ વ્યક્તિ આ પશુપાલકોને ત્યાં થોડા દિવસો રહી ગાયોની સંભાળની નોકરી કરી શકે.
હવે તેમાં પણ મજાની વાત એ છે કે આ ૧૦૦ દિવસ માટે પર્વતો પર જઈ નોકરી કરવાવાળામાં ડોક્ટર્સ, વકીલો, શિક્ષક અને વિધાર્થીઓની પણ બહુ મોટી સંખ્યા હોય છે. ત્યાં કામ કરવાની આવક તેમના તેમના વ્યવસાયથી મળતા પગાર કરતા ખુબ જ ઓછી હોય છે, છતાં આ લોકોને પર્વતો પર રહી, પશુઓની દેખરેખ રાખવાની નોકરી પસંદ કરે છે. આને આ લોકો ર્ુિા ઙ્મૈકી હ્વટ્ઠઙ્મટ્ઠહષ્ઠી કહે છે. ત્યાં ખૂબ ઓછા પૈસે પણ તેઓ દિવસની ૧૪ કલાક તનતોડ મહેનત કરે છે. જૂન મહિનામાં ઉપર ગયેલ આ ગાયો સપ્ટેમ્બર મહિનાના અંતમાં ગોવાળિયાઓ સાથે પરત ફરે છે.
ઉનાળાની શરૂઆતમાં ગાયોને પર્વતો પર લઇ જવાની હોય ત્યારે અને સપ્ટેમ્બરમાં પાછી નીચે લઈને આવે ત્યારની આ પ્રક્રિયાને એક તહેવારની જેમ ઉજવવામાં આવે છે. જુના રીતરીવાજ પ્રમાણે ગાયો અને અન્ય પશુઓને ખુબ સુંદર રીતે ફૂલો, ઘંટ અને એમ્બ્રોડરી કરેલા કપડાંઓથી શણગારવામાં આવે છે. પશુપાલકો તેમના કુટુંબ સાથે પરંપરાગત પોશાકો પહેરી સરઘસ કાઢે છે. એમ્બ્રોઇડરીવાળા પરંપરાગત જેકેટ્‌સ અને કપડાં પહેરેલા ગોવાળો અને બાળકોની આગેવાની હેઠળ, રંગબેરંગી ફૂલોથી સુશોભિત આ ગાયોને જાેઈને કોઈનું પણ મન પ્રફુલ્લિત થઇ જાય. દર વરસે આ મંત્રમુગ્ધ કરી દેનારું સરઘસ હજારો દર્શકોને આકર્ષે છે.
સ્વિટઝર્લેન્ડના લોકો પોતાના પરંપરાગત રિવાજાે સાથે આજના જમાનામાં પણ જીવી જાણે છે. પોતાની વિરાસતો પર તેઓ ખૂબ ગર્વ લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com