શેઠ શેઠાણી નાની નાની વાતમાં ઠપકો આપતાં એટલે વેર વાળવા પેશાબ ભેળવતી હતી, નોકરાણીનો ખુલાસો…

Spread the love

ગાઝિયાબાદમાં 32 વર્ષીય રીના નામની નોકરાણીએ તેના માલિકના ભોજનમાં પોતાનો પેશાબ ભેળવ્યો હતો. આ ઘટનાના એક દિવસ બાદ તેણે કેમ આવું કર્યું તેને લઈને ખુલાસો કર્યો છે. પોલીસ પૂછપરછમાં રીનાએ એવું કહ્યું કે તેના માલિક નીતિન ગૌતમ અને માલકણ રુપમ ગૌતમ તેને નાની વાતોમાં ખૂબ ઠપકો આપતાં હતા અને તેથી વેર લેવા માટે તેણે પેશાબ ભેળવીને ભોજન બનાવ્યું હતું.

ગાઝિયાબાદમાં નીતિન ગૌતમ અને રુપમ ગૌતમના ઘેર નોકરાણીનું કામ કરતી રીના નામની મહિલાએ રોટલીના લોટમાં પોતાનો પેશાબ ભેળવ્યો હતો. નીતિના ઘરમાં ઘણા બધા લોકોનું લિવર બગડ્યું હોવાથી શંકા પડી અને મોબાઈલ રેકોર્ડિંગમાં નોકરાણીનું આવું હલકટ કામ ઝડપાયું ત્યારે ખબર પડી, ફરિયાદ નોંધાવવા પર પોલીસે રીનાની ધરપકડ કરી હતી અને આવું કેમ કર્યું તેને લઈને પૂછપરછ કરતાં વેર લેવાનો ખુલાસો કર્યો હતો.

પીડિત પરિવારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તેમના ફ્લેટમાં મેડનું કામ કરતી રીના નામની મહિલા પર તેમને ઘણા દિવસોથી શંકા હતી. જેના કારણે રસોડામાં મોબાઇલ ફોન રાખીને રેકોર્ડિંગ કર્યુ તો મેડ દ્વારા લોટ બાંધતી વખતે પેશાબ મિક્સ કરીને તેનાથી રોટલી બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. આ મેડ તેમને ત્યાં 8 વર્ષથી કામ કરતી હતી. લાંબા સમયથી મેડ દ્વારા આવી હરકત કરવામાં આવતી હતી. પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, થોડા મહિનાથી પરિવારના લોકોને લીવરની બીમારી થઈ હતી. શરૂઆતમાં ઈન્ફેક્શન સમજીને ડૉક્ટરને બતાવ્યું, તેમ છતાં કોઈ રાહત ન મળી.પોલીસે આરોપી રીનાની શાંતિનગર વિસ્તારના જીએચ-7 સોસાયટીમાંથી ધરપકડ કરી હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com